શ્રી નારાયણ ભગવાન
શ્રીનારાયણ ભગવાન આ ગુરુપરંપરાના આદિ ગુરુ છે. તેઓ પરમ પુરુષોત્તમ નારાયણ, સર્વોચ્ચ સત્તા અને સમસ્ત સૃષ્ટિના મૂળ આધાર છે. શાસ્ત્રો અનુસાર, મોક્ષ અને ભક્તિનું જ્ઞાન સૌપ્રથમ તેમણે જ તેમનાં પત્ની શ્રી મહાલક્ષ્મીજીને પ્રદાન કર્યું હતું, અને આ રીતે જ્ઞાનનો પ્રવાહ શરૂ થયો હતો. તેઓ દયાળુ અને કૃપાળુ હોવાથી, સંસારમાં ભટકતા જીવોને તારવા માટે સ્વયં આચાર્યનું સ્થાન ગ્રહણ કરે છે. તેઓ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના મૂળ પ્રણેતા છે, જે જણાવે છે કે જીવ અને માયા ભલે તેમનાથી ભિન્ન હોય, પરંતુ તેઓ ભગવાનથી ક્યારેય અલગ થતા નથી, પરંતુ તેમના શરીર (શરીર-શરીરી ભાવ) સમાન છે. શ્રીનારાયણ ભગવાન આ દિવ્ય જ્ઞાનને સતત યુગોથી પ્રગટ કરતા રહ્યા છે, જેથી કરીને મુમુક્ષુ જીવોને તેમના સાચા સ્વરૂપનું ભાન થાય અને તેઓ પરમપદ (વૈકુંઠ)ને પ્રાપ્ત કરી શકે.
શ્રી મહાલક્ષ્મી
શ્રી મહાલક્ષ્મીજી દિવ્ય શક્તિ અને ભગવાન શ્રીનારાયણની શાશ્વત પત્ની છે. તેઓ દયા અને કરુણાની મૂર્તિ છે, અને આચાર્ય તરીકે તેમનું સ્થાન ભગવાન પછી તરત જ આવે છે. વૈષ્ણવ પરંપરામાં તેમને પુરુષકાર સ્વરૂપા (ભગવાન અને જીવ વચ્ચે મધ્યસ્થી કરનાર) માનવામાં આવે છે. શ્રી મહાલક્ષ્મીજીએ શ્રીનારાયણ ભગવાન પાસેથી પ્રાપ્ત કરેલું દિવ્ય જ્ઞાન શ્રી વિષ્વક્સેનજીને પ્રદાન કર્યું. તેઓ જીવ અને ભગવાન વચ્ચે સેતુરૂપ બનીને, જીવોને ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવવામાં મદદ કરે છે, અને આ રીતે આચાર્ય પરંપરાને ધરતી પર આગળ ધપાવવા માટેનું માધ્યમ બને છે.
શ્રી વિષ્વક્સેન
શ્રી વિષ્વક્સેનજી ભગવાન શ્રીનારાયણના સેનાપતિ અને વૈકુંઠના દ્વારપાળ છે. તેઓ નિત્યમુક્ત આત્માઓમાંથી એક છે, અને ભગવાનના તમામ આદેશોનું પાલન કરાવે છે. તેમને શ્રી મહાલક્ષ્મીજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમને સેનાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેઓ સંપ્રદાયના વહીવટી અને આધ્યાત્મિક નિયંત્રણનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આળ્વાર સંતોમાંના મુખ્ય એવા નમ્માળ્વારને આત્મજ્ઞાન અને ભક્તિનો ઉપદેશ આપ્યો, અને આ રીતે આચાર્ય જ્ઞાનનો પ્રવાહ દિવ્ય જગતમાંથી મનુષ્ય લોકમાં લાવ્યા.
શ્રી વેદ વ્યાસ
જન્મ :
વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂનમના દિવસે થયો હતો, જે આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે.
માતા-પિતા :
તેઓ ઋષિ પારાશર અને મત્સ્યકન્યા સત્યવતીના પુત્ર હતા.
નામ :
તેમનો રંગ શ્યામ હોવાથી અને યમુના નદીના દ્વીપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી તેમને કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવામાં આવે છે. વેદોનું વિભાજન કરવાના કારણે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું.
મુખ્ય યોગદાન અને ગ્રંથો:
વેદ વ્યાસને ભારતીય સાહિત્યના સૌથી મહાન ગ્રંથકારોમાંના એક ગણવામાં આવે છે. તેમનું કાર્ય વેદોથી માંડીને પુરાણો સુધી ફેલાયેલું છે.
મહાભારત : તેમનું સૌથી મોટું અને પ્રસિદ્ધ કાર્ય મહાભારતની રચના છે, જે વિશ્વના સૌથી લાંબા મહાકાવ્યોમાંનું એક છે. આ ગ્રંથમાં યુદ્ધ ઉપરાંત ધર્મ, નૈતિકતા, અને દર્શનનું વિપુલ જ્ઞાન સમાયેલું છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ સમાવિષ્ટ છે.
પુરાણો : તેમણે ૧૮ મહાપુરાણોની રચના કરી, જેમાં વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, અને માર્કંડેય પુરાણ જેવા મુખ્ય પુરાણોનો સમાવેશ થાય છે. આ પુરાણો ધાર્મિક કથાઓ અને ઉપદેશો દ્વારા સામાન્ય લોકોને આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે છે.
વેદ વ્યાસ: શ્રીમદ્ રામાનુજાચાર્યના દૃષ્ટિકોણથી:
બ્રહ્મસૂત્રકાર : રામાનુજાચાર્ય માટે, વેદ વ્યાસ મુખ્યત્વે બ્રહ્મસૂત્રકાર છે, જેમણે વેદોના સારને સૂત્રરૂપમાં રજૂ કર્યો.
અવતાર : તેઓ વેદ વ્યાસને ભગવાન નારાયણના અવતાર તરીકે જુએ છે, જેમના દ્વારા જ્ઞાનનો પ્રસાર થયો.
ભક્તિ અને જ્ઞાન : રામાનુજાચાર્યના મતે, બ્રહ્મસૂત્રો માત્ર બ્રહ્મ વિશેના જ્ઞાનની વાત નથી કરતા, પરંતુ ભક્તિના માર્ગનું પણ સૂચન કરે છે. આ દ્રષ્ટિએ, વેદ વ્યાસ ભક્તિમાર્ગના પણ પ્રણેતા છે.
સર્વ વેદોનો સાર : રામાનુજાચાર્ય માને છે કે વેદ વ્યાસે વેદો, ઉપનિષદો, અને પુરાણોના જ્ઞાનને બ્રહ્મસૂત્રોમાં સમાવી લીધું છે, જેનાથી વેદાંતનો સાચો અર્થ સ્પષ્ટ થાય છે.
ટૂંકમાં :
શ્રીમદ્ રામાનુજાચાર્યના મતે, વેદ વ્યાસ એ માત્ર એક ઋષિ નથી, પરંતુ સાક્ષાત્ ભગવાનના અવતાર છે, જેમણે બ્રહ્મસૂત્રોના માધ્યમથી વેદાંત દર્શનના સાચા સ્વરૂપને પ્રગટ કર્યું છે, જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુરૂપ છે.
શ્રી બોધાયન ઋષિ
જન્મ અને પરિચય :
બોધાયન એક પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રી અને વૈદિક ઋષિ હતા, જેમણે ઈ.સ.પૂર્વે ૮મી-૭મી સદીની આસપાસના સમયમાં જન્મ લીધો હતો. મિથિલા ક્ષેત્રની દંતકથા અનુસાર, તેમનો જન્મ બિહારના સીતામઢી જિલ્લાના બાંગોન ગામમાં થયો હતો અને તેમનું બાળપણનું નામ ઉપવર્ષ હતું. તેઓ ભારતીય ગણિત અને ભૂમિતિમાં તેમના યોગદાન માટે જાણીતા છે, મુખ્યત્વે તેમના બોધાયન સૂત્રોના લેખન દ્વારા.
મુખ્ય યોગદાન અને ગ્રંથો :
બોધાયને ૨૦૦ થી વધુ ગ્રંથોની રચના કરી હતી, જેમાં તેમના કેટલાક મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
બોધાયન શુલ્બસૂત્ર : આ તેમના સૌથી પ્રખ્યાત કાર્યોમાંનું એક છે. તેમાં ઘણા ગાણિતિક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે, જેમાં સૌથી પ્રમુખ છે:
પાયથાગોરસ પ્રમેય : બોધાયને પાયથાગોરસના જન્મ પહેલા જ આ પ્રમેયનું વર્ણન કર્યું હતું: “દીર્ઘચતુરાશ્રસ્યાક્ષ્ણયા રજ્જુઃ પાર્શ્વમાની તિર્યગ્માની ચ યત્ પૃથગ્ભૂતે કુરુતસ્તદુભયં કરોતિ”.
અર્થ: લંબચોરસના કર્ણ પર બનાવેલો ચોરસ, તેની ઊભી અને આડી બાજુઓ પરના ચોરસોના ક્ષેત્રફળના સરવાળા જેટલો હોય છે.
વર્ગમૂળ 2 નું મૂલ્ય : તેમણે વર્ગમૂળ 2 નું મૂલ્ય દશાંશના પાંચ સ્થાન સુધી ચોક્કસ આપ્યું હતું.
પાઈ (π) નું મૂલ્ય : બોધાયનને પાઈનું મૂલ્ય શોધનારા પ્રથમ ગણિતશાસ્ત્રીઓમાંના એક ગણવામાં આવે છે. તેમણે શુલ્બસૂત્રોમાં પાઈના મૂલ્યનો ઉલ્લેખ કર્યો છે.
અન્ય ગ્રંથો : તેમણે વેદવૃત્તિ, વેદાંત, રત્ન મંજુષા, ધર્મસૂત્ર અને ગૃહસૂત્ર જેવા અન્ય ગ્રંથો પણ લખ્યા છે.
બોધાયન વૃત્તિ અને શ્રીભાષ્ય :
શ્રીમદ્ રામાનુજાચાર્ય તેમના શ્રીભાષ્ય ગ્રંથમાં ઘણી જગ્યાએ બોધાયનનો ઉલ્લેખ કરે છે અને તેમને માન્યતા આપે છે. તેઓ શ્રીભાષ્યની શરૂઆતમાં જ કહે છે કે તેઓ બોધાયન વૃત્તિ પર આધારિત ભાષ્ય લખી રહ્યા છે. આનો અર્થ એ થાય કે રામાનુજાચાર્ય માટે, બોધાયનનો સિદ્ધાંત તેમના પોતાના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો પાયો છે.
શ્રીભાષ્ય અને પૂર્વ આચાર્યો :
રામાનુજાચાર્ય માને છે કે શંકરાચાર્યે કેવલાદ્વૈત દર્શનની સ્થાપના કરી, પરંતુ વેદો અને બ્રહ્મસૂત્રોનો સાચો અર્થ વિશિષ્ટાદ્વૈત છે, જે બોધાયન જેવા પૂર્વ આચાર્યો દ્વારા રજૂ કરાયો હતો.
આત્મસાત કરેલો વારસો :
રામાનુજાચાર્ય માટે, બોધાયનનો સિદ્ધાંત એ તેમનો પોતાનો દાર્શનિક વારસો છે, જે તેઓ તેમના શ્રીભાષ્ય દ્વારા પુનર્જીવિત કરી રહ્યા હતા.
બોધાયન ઋષિનું મહત્ત્વ :
રામાનુજાચાર્યના સંદર્ભમાં, બોધાયન ઋષિનું મહત્ત્વ આ પ્રમાણે છે:
- પૂર્વજ આચાર્ય : તેઓ વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના પૂર્વજ આચાર્ય છે.
- બ્રહ્મસૂત્રના સાચા અર્થના પ્રણેતા : બોધાયને બ્રહ્મસૂત્રોની એવી રીતે વ્યાખ્યા કરી હતી કે તે ભક્તિ અને જીવ તથા બ્રહ્મના સંબંધ પર ભાર મૂકે છે.
- શ્રીભાષ્યનો આધાર : ભલે બોધાયન વૃત્તિનો મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, પણ રામાનુજાચાર્યએ પોતાના શ્રીભાષ્યમાં તેનો મુખ્ય આધાર લીધો છે.
ટૂંકમાં :
શ્રીમદ્ રામાનુજાચાર્યના મતે, બોધાયન એ એક મહાન ઋષિ છે જેમણે બ્રહ્મસૂત્રનો સાચો અર્થ સ્પષ્ટ કર્યો અને વિશિષ્ટાદ્વૈત દર્શનનો પાયો નાખ્યો, જેના પર રામાનુજાચાર્યએ પોતાના શ્રીભાષ્યની ઇમારત ચણી.
श्री शठारीस्वामी / શ્રી શઠકોપ સ્વામી (નમ્માળ્વાર)
वैशाखे तु विशाखायां कुरुकापुरिकारिजम् । पाण्ड्यदेशे कलेरादौ शठारि सैन्यपं भजे ।।६।। “जिन्होंने कलियुग के प्रारम्भ में, वैशाख मास के विशाखा नक्षत्र में, पाण्ड्य देश में स्थित कुरुकापुरी में, महात्मा कारी के पुत्ररूप में जन्म ग्रहण किया, मैं उन्हीं सेनापति विष्वकसेन के अवतार शठारि की अर्चना करता हूँ।” श्री शठकोप स्वामी : जिन्हें नम्माळवार के नाम से भी जाना जाता है, दक्षिण भारत के एक महान संत थे और श्री वैष्णव परंपरा के पहले आचार्य माने जाते हैं। उनका जन्म तमिलनाडु के तिरुनेलवेली जिले में ताम्रपर्णी नदी के तट पर स्थित तिरुक्कुरुकुर (आज के आलवार तिरुनगरी) नामक नगर में हुआ था। विष्वकसेन : नारायण की द्वितीय मूर्ति हैं। ये वैष्णवी सेना के अधिनायक हैं। ये चन्द्र के समान शुभ्रकान्ति, चतुर्भुज तथा सर्व विघ्नों के विनाशक हैं। वैष्णवगण श्री गणपति तथा श्री कार्तिकेय के बदले विष्वकसेन की पूजा करते हैं। विष्वકसेन सर्वविघ्न विनाशक और नारायण के सेनानायक हैं। जन्म कथा : एक बार महात्मा कारी ने अपनी पत्नी के साथ पुत्र के हेतु नारायण मन्दिर में जाकर व्रत-ઉપवास आदि किया। इस पर सन्तुष्ट होकर भगवान विष्णु ने कहा कि वे स्वयं ही उनके पुत्ररूप में अवत्तीर्ण होंगे। उसी कथन के अनुसार शठरिपु का जन्म हुआ। शठरिपु, शठारि और शठकोपा एक ही अर्थ में प्रयुक्त होते हैं। ये इतने प्रेमी तथा मधुर स्वभाव के थे कि जो भी उनके साथ वार्तालाप करता, उसे ही ये परम आत्मीय के समान लगते। वे सबके आत्मीय थे, अतः सभी उन्हें नम्मा-आલवार अर्थात् ‘हमारे आलवार’ कहा करते थे। “नम्मा” शब्द का अर्थ है — हमारे। इनका एक अन्य नाम परांकुश है, क्योंकि ये सर्वजनवैरी मोहमातंग के लिए अंकुश-स्वरूप थे। जीवन : श्री शठकोप स्वामी के जन्म के बारे में एक प्रचलित कथा है कि जन्म के बाद दस दिनों तक उन्होंने न तो कुछ खाया और न ही कुछ पिया। उनके माता-पिता ने उन्हें मंदिर में भगवान विष्णु की मूर्ति के सामने छोड़ दिया, जिसके बाद वह स्वयं चलकर इमली के एक वृक्ष के पास गए और उसके तने में बने एक कोटर में 16 वर्ष तक बिना कुछ खाए-पिए रहे। इस दौरान वे केवल भगवान के ध्यान में लीन रहे। उनके माता-पिता का नाम करिमारन और उदेय्या था। उनके शिष्य मधुर कवि, जो भगवान विष्णु के गरुड़ का अवतार माने जाते हैं, ने उनका अनुसरण किया और उनके भक्त बन गए। रचनाएँ और शिक्षाएँ : शठकोप स्वामी ने भगवान की भक्ति पर कई उत्कृष्ट रचनाएँ कीं। उन्होंने ‘तिरुवायमौली’ ग्रंथ की रचना की, जिसमें भगवान राम की भक्ति का वर्णन है। यह ग्रंथ द्राविड़ वेद प्रबन्ध के नाम से भी जाना जाता है। उनकी शिक्षाएँ मुख्य रूप से भगवान विष्णु के प्रति प्रेम और शरणागति पर केंद्रित हैं। वे इस बात पर जोर देते हैं कि मोक्ष के लिए सदાચાર्य (सच्चे गुरु) की कृपा અને अनुग्रह प्राप्त کرنا अत्यंत दुर्लभ और महत्वपूर्ण છે. महत्त्व : श्री शઠकोप स्वામી को श्री वैष्णव धर्म के प्रचार-प्रसार में एक महत्वपूर्ण स्थान प्राप्त है। उन्हें आलवार संतों में सबसे महान माना जाता है और उन्हें सभी अन्य आलवारों का अवयव (અংশ) माना जाता है। श्री રામાનુજ સ્વામીજી ने તેમના દિવ्य વચનો થી પ્રેરણા મેળવી અને શ્રીભાષ્ય ની રચના કરી.
શ્રી નાથમુનિ
જયષ્ઠેऽનુરाधાસંભૂતं वीरनारायणे पुरे । ગજવક્ત્રांशમाचार્ય आद्यं नाथमुनिं भजे ।।૧૪।। “मैं उन्हीं गुरुश्रेष्ठ आचार्य नाथमुनि की अर्चना करता हूँ, जो गजवदन के अंश से ज्येष्ठ मास के अनुराधा नक्षत्र में वीरनारायणपुर में विष्वक सेन के दरबारीरूप में जन्मे थे।” रामાનુજાચાર्यની પરम्पરામાં, શ્રી નાથમુનિ નું સ્થાન અત્યંત મહત્વનું છે. તેમને ‘શ્રી વૈષ્ણવ સંપ્રદાય’ના પ્રથમ આચાર્ય તરીકે ગણવામાં આવે છે. તેમનો જન્મ 9મી શતાબ્દીમાં થયેલો છે અને તેઓએ ‘દિવ્ય પ્રબંધમ’ નામનું ભક્તિ ગીતોનું સંકલન ફરીથી જીવંત કર્યું. નાથમુનિએ આ બીખરાયેલા ગીતોને એકત્ર કરી વ્યવસ્થિત કર્યાં, જેને આજે ‘દિવ્ય પ્રબંધમ’ તરીકે માનવામાં આવે છે. તેમણે યોગ અને ભક્તિના સિદ્ધાંતોનું એકીકરણ કર્યું અને પોતાના શિષ્યોને આ જ્ઞાન આપ્યું, જેના દ્વારા સંપ્રદાયની પરંપરા આગળ વધી. તેમની શિક્ષાઓ અને શિષ્યવૃત્તિ દ્વારા રામાનુજાચાર્ય સહિતના મહાન આચાર્યોને માર્ગદર્શન મળ્યું અને વૈષ્ણવ પરંપરા સદાપરિં છે.
શ્રી યામુનાચાર્ય
શ્રીવૈષ્ણવ સંપ્રદાયમાં લગભગ નવમી શતાબ્દીમાં એક મહાન આચાર્ય શ્રીનાથમુનિ થઇ ગયા. તેમના એક પુત્ર ઈશ્વરમુનિ હતા. ઈશ્વરમુનિના એક પુત્ર યામુનાચાર્ય થયા. યામુનાચાર્યને નાની અવસ્થામાં છોડી પિતા પરલોક સિધાવી ગયા. પુત્રના મુત્યુ પછી નાથમુનિએ સન્યાસ લઇ લીધો, અને મુનિઓની જેમ પવિત્ર જીવન વિતાવવા લાગ્યા. તેથી તેનું નામ નાથમુનિ પડયું. પિતાનું મૃત્યું અને પિતામહના સન્યાસને કારણે યામુનાચાર્યનું લાલન-પાલન તેમની દાદીમાએ કર્યું. તેમનો જન્મ સંવત ૧૦૧૦ શતાબ્દીમાં નારાયણપુર (મદુરા)માં થયો હતો. યામુનાચાર્યની અલૌકિક પ્રતિભાનો પરિચય નાનપણથી જોવા મળતો હતો. તેઓ નાની અવસ્થામાં ગુરુ શ્રીમદ્ભાષ્યાચાર્ય પાસે શિક્ષા લેવા ગયા અને થોડા જ સમયમાં બધા શાસ્ત્રોમાં પારંગત થયા. ૧૨ વર્ષની નાની વયમાં પ્રખરબુદ્ધિને કારણે પાણ્ડય રાજ્યના અડધા રાજ્યનો અધિકાર મેળવેલો… યામુનાચાર્યએ સંસ્કૃતમાં ચાર ગ્રન્થોની રચના કરી – (૧) સ્તોત્રરત્ન (૨) સિદ્ધિત્રય (૩) આગમપ્રામાણ્ય અને (૪) ગીતાર્થસંગ્રહ. તેમાંથી સૌથી પ્રધાન અને અદ્વિતીય ગ્રન્થ સિદ્ધિત્રય છે. આ ગ્રન્થ ગદ્ય અને પદ્યમાં લખાયેલો છે. આમાં યામુનાચાર્યની દાર્શનિક પ્રતિભાનો વિકાસ દેખાઈ આવે છે. તેમણે આ ગ્રંથમાં વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કર્યું છે. શ્રીયામુનાચાર્ય શ્રીરામાનુજાચાર્યના દાદાગુરુ હતા. શ્રીયામુનાચાર્યોને તેમના ઉપર ઘણો પ્રેમ હતો અને શ્રીરામાનુજાચાય પણ તેમના પ્રત્યે અતૂટ ભક્તિભાવ રાખતા હતા…
આ મત પર શ્રી યામુનાચાર્ય સિદ્ધાન્ત આ પ્રમાણે છે:
જગત્ : ૧. જગત્ જડ છે, ૨. જગત્ બ્રહ્મનું શરીર છે, ૩. જગત્ બ્રહ્મની લીલા છે, ૪. જગત્ બ્રહ્મનું પરિણામ છે.
જીવ : ૧. જીવ ચેતન છે, ૨. જીવ પણ બ્રહ્મનું શરીર છે, ૩. જીવ અલ્પજ્ઞ છે, ૪. કૃપણ છે, ૫. દુઃખ શોકમાં ડૂબેલો છે, ૬. જીવ અણુ છે, ૭ જીવ અંશ છે.
ઈશ્વર : ૧. ઈશ્વર ચેતન છે, ૨. બ્રહ્મ બન્નેના શરીરી (આત્મા) છે, ૩. ઈશ્વર સર્વજ્ઞ, ૪. સત્યસંકલ્પ, ૫. અસીમ સુખસાગર છે, ૬. ઈશ્વર વિભુ છે, ૭. ઈશ્વર અંશી છે.
श्री रामानुजाचार्य की विशेष महिमा
विशिष्टाद्वैत सम्प्रदाय के प्रवर्तक समर्थक भगवान् भाष्यकार स्वामी रामानुजाचार्य लगभग एक हजार वर्ष पूर्व 1017 ई वर्ष तमिलनाडू के धराधाम पर अवतीर्ण हुए। इनकी माता का नाम कान्तिमती एवं पिता श्री केशवाचार्य के नाम से जगतप्रसिद्ध हुए। रामानुजाचार्य के दीक्षा गुरु श्री महापूर्ण स्वामी जी थे और नाथमुनि एवं यामुनाचार्य का भी गुरु माना करते थे। बाल्यावस्था से ही प्रतिभा के धनी विलक्षणगुणगण समुदाय सुशोभित थे। इनका विवाह युवावस्था के प्रारम्भ में ही हो गया था। पिता के देहावसान के बाद सपरिवार कांचीपुरम में निवास करने लगे। रामानुजाचार्य पृथ्वी धारणक्षम भगवान् शेष के अवतार माने जाते है। जैसाकि प्रतिपादित किया गया है – प्रथमोऽनन्तरूपश्च द्वितीयो लक्ष्मणस्तथा । तृतीयो बलरामश्च कलौ रामानुजो मुनि: ।। भगवान् लक्ष्मीनारायण के नित्य शय्या एवं कैकेर्य लक्षण विलक्षण भगवान् शेष प्रथमरूप माना जाता है। द्वितीय त्रेतायुग में मर्यादापुरूषोत्तम राम के छोटे भाई लक्ष्मण के रूप में उनके सतत् सेवा परायण बने। द्वापर के अन्त में लीलापुरूषोत्तम श्रीकृष्ण के बड़े भाई बल के निधान बलराम के रूप में निरन्तर श्रीकृष्ण की सेवा परायण रहे, कलियुग में रामानुजाचार्य के रूप में विराजमान हुए हैं। पाँचवा अवतार व्याकरण महाभाष्यकार पतंजलि के रूप में जाना जाता है। इन सब अवतारों में रामानुजाचार्य का अवतार कैकेर्य लक्षण विलक्षण मोक्ष भाज: तथा जीव को शरणागति के मार्ग के पथिक बनाकर मुक्तिमार्ग का अवलम्बन कराना माना जाता है। इसलिए कहा गया है कि – “रामानुज सम्बन्धान्मुक्तिमार्ग:” रामानुज श्रुतसम्मत सम्प्रदाय के आचार्य हैं। इनका सम्बन्ध परतत्व श्रीलक्ष्मीनारायण से है। इनका परम लक्ष्य संसार सागर में निमग्न जीव को भक्तिमार्ग का अवलम्बन कराकर मुक्ति कराना है। अतः – लक्ष्मीनाथ समारम्भां नाथयामुनमध्यमाम्। अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्।। रामानुज छोटी अवस्था में ही प्रवर प्रतिभा के कारण अमूर्त दार्शनिक तत्त्व समझने, अपनी नवीन व्याख्या और भाष्य प्रस्तुत करने की क्षमता रखते थे। अतः अपने गुरु यादव प्रकाश जी से भी श्रुति की व्याख्या पर असहमति प्रकट की। असहमति का प्रकार निम्न है। यादव प्रकाश ने “कप्यास:” इस श्रुति का अर्थ भगवान् के नेत्र बन्दर के नितम्ब भाग के समान लाल हैं, ऐसा किया। परन्तु रामानुजाचार्य ने अपनी विलक्ष्ण प्रतिभा और शास्त्रीय मेधा से “जलं पिवति इति कपि: सूर्य:, तेन आस्यते क्षिप्यते इति कप्यासम् कमलम्” ऐसा लौकिक विग्रह करते हुए “कप्यास:” इस श्रुति का अर्थ गहरे जल में उत्पन्न और उगते हुए सूर्य की किरणों से नवविकसित कमल दल के समान भगवान् नारायण के युगल नेत्र है, ऐसा शास्त्र सम्मत और लोक सम्मत सुन्दर अर्थ प्रस्तुत किया। जिससे उनके गुरु के हृदय में द्वेष उत्पन्न हुआ। उन्होंने षड्यंत्र कर रामानुजाचार्य को मारने की योजना बनाई। लेकिन व्याध दम्पत्ति के रूप में भगवान् वरदराज ने उनकी रक्षा की। यादव प्रकाश जी के हृदय में रामानुजाचार्य जी के प्रति द्वेष भाव राजकन्या के ऊपर ब्रह्म राक्षस के प्रभाव से भी पड़ा। राजकुमारी के ऊपर ब्रह्म राक्षस का आतंक था जिसे हटाने में सभी मन्त्रज्ञ असमर्थ हुए। इसके लिए यादव प्रकाश जी को बुलाया गया। अपने शिष्य रामानुज के साथ वहाँ पहुँचे और मंत्र तंत्र का प्रयोग किया, लेकिन राजकुमारी के ऊपर व्याप्त ब्रह्मराक्षस ने कहा कि तुम्हारे मंत्रों से मैं जाने वाला नहीं हूँ, लेकिन तुम्हारा शिष्य रामानुज अपना चरणोदक दे दें तो मैं चला जाऊँगा — वैसा ही हुआ। ब्रह्म राक्षस चला गया। यादव प्रकाश के हृदय में और अधिक कुण्ठा हुई। वे रामानुजाचार्य की विश्लेषणात्मक प्रतिभा से प्रभावित थे किन्तु भक्ति के विचार से सहमत नहीं थे। भक्ति की व्याख्या पर निरन्तर संघर्ष के बाद यादव प्रकाश जी ने रामानुजाचार्य को अपने यहाँ आने से मना कर दिया। इसके बाद रामानुजाचार्य के बचपन के संरक्षक कांचीपूर्ण जी ने उन्हें अपने गुरु यामुनाचार्य से मिलने का सुझाव दिया। उनके यामुनाचार्य से मिलने के लिए श्रीरंगम् की यात्रा पर सपरिवार चल पड़े। परन्तु वहाँ पहुँचने से पूर्व ही यामुनाचार्य का देहावसान हो गया। वहाँ पहुँचने पर रामानुजाचार्य ने देखा कि यामुनाचार्य की तीन अंगुलियाँ मुड़ी हुई हैं। इससे वे समझ गये कि यामुनाचार्य तीन कार्यों के प्रति चिन्तित थे। रामानुजाचार्य ने तीनों कार्यों को पूर्ण करने का प्रण लिया। इससे उनकी तीनों अंगुलियाँ सीधी हो गईं। श्रीरामानुजाचार्य ने यामुनाचार्य को अपना मानसिक गुरु स्वीकार करते हुए उनके शिष्य महापूर्ण जी से छह महीने तक यामुनाचार्य के दार्शनिक विचारों के बारे में जानकारी प्राप्त की। एक वर्ष तक सम्प्रदाय में शामिल नहीं हुए। इसके पश्चात् रामानुजाचार्य जी ने पदयात्रा प्रारम्भ की। इस अवसर पर विष्णु मन्दिरों के संरक्षकों के साथ दार्शनिक शास्त्रार्थ किया। उनमें हारने के बाद वे सब रामानुजाचार्य के शिष्य हो गये। उन्होंने कई मन्दिरों का नवनिर्माण कराया और वैष्णव सम्प्रदाय की श्रीवृद्धि हुई। इसी समय उन्होंने सात ग्रन्थों की रचना की।
श्रीभाष्यम् – भगवान् वेदव्यास प्रणीत ब्रह्मसूत्रों पर सर्व प्रमाणिक व्याख्या ग्रन्थ है, जिसमें सभी मतों का खण्डन करते हुए विशिष्टाद्वैत की स्थापना की।
गीता भाष्यम् – इसमें भगवद्गीता की व्याख्या की गई है जिसमें श्रीकृष्ण की हृदयस्पर्शी व्याख्या है।
वेदार्थ संग्रह – इसमें श्रुति सम्मत द्वैत, अद्वैत मतों का खण्डन करते हुए उपनिषदों का वास्तविक अर्थ प्रतिपादित किया गया है।
वेदान्त द्वीप – यह श्रीभाष्य का लघुरूप है, अत्यन्त सरल।
वेदान्तसार – श्रीभाष्य का लघुतम रूप है, विशिष्टाद्वैत के लिए प्रारम्भिक ग्रन्थ।
गद्यत्रय – इसमें शरणागतिगद्य, वैकुण्ठगद्य और श्रीरंगगद्य का समावेश है।
आराधना ग्रन्थ – इसमें भगवत् आराधना के विषय में प्रतिपादन है। इनका सबसे प्रसिद्ध ग्रन्थ श्रीभाष्य है। सरस्वती देवी ने कश्मीर के शारदापीठ में इनके द्वारा “कप्यासं पुण्डरीकाक्षम्” की व्याख्या से प्रसन्न होकर इन्हें “भाष्यकार” की उपाधि से सम्मानित किया था। तभी से इन्हें भाष्यकार रामानुजाचार्य के रूप में जाना जाता है। विशिष्टाद्वैत का प्रतिपादन – श्रीलक्ष्मीनारायण को विशिष्ट देवता तथा लोकप्रिय वैष्णव सिद्धांत के प्रतिपादन के कारण रामानुजाचार्य की विशेषता है। अद्वैतमत इसके लिए वाद विवाद का स्वाभाविक वातावरण प्रस्तुत करता है। शास्त्रीय विचारों का प्रतिपादन लोकप्रिय तमिल कविता रामानुज प्रणाली का श्रोत है, जिसमें उभय वेदान्त का संगम है। श्रीरंगम के रंगनाथ मन्दिर में यामुनाचार्य के चरणों में भावनात्मक समर्पण के बाद वहाँ पर मोम निर्मित समाधिस्थ पद्मासन में विराजमान प्रतिकृति स्थापित है। वैष्णव मन्दिरों में प्रमुख धार्मिक सेवाओं से पूर्व इनका आशीर्वाद प्राप्त करना श्रेयस्कर माना जाता है। करीब एक सौ बीस वर्ष की आयु पूर्ण करने के बाद, वैष्णव धर्म विशिष्टाद्वैत दर्शन के प्रचार-प्रसार के पश्चात् उन्होंने अपनी विभूतियों को समेटते हुए वैकुण्ठ धाम की यात्रा की। अपने ही भक्तों से अपने अपराध क्षमा करने की याचना की। कपालभेदन करते हुए माघ शुक्ल दशमी, मंगलवार 1137 ई0 में वैकुण्ठ पधार गये।
સ.ગુ. શ્રીરામાનન્દ સ્વામી
શ્રીરામાનુજાચાર્યની આજ્ઞાનુસાર ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીએ વિશિષ્ટાદ્વૈતસિદ્ધાન્તના પાયાપર વૈષ્ણવ સંપ્રદાયને નવું રૂપ આપ્યું અને ઉદ્ધવ સંપ્રદાયના નામથી સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીરામાનન્દ સ્વામી આ ઉદ્ધવ સંપ્રદાયના આદ્યસંસ્થાપક છે. તેમનો જન્મ સંવત્ ૧૭૯૫ શ્રાવણ વદી અષ્ટમીને દિવસે અયોધ્યામાં થયો હતો. માતાનું નામ સુમતિદેવી અને પિતાનું નામ અજયદેવ હતું. તેઓ કાશ્યપગોત્રોદ્ભવ આશ્વલાયનશાખીય ઋગ્વેદી હતા. શ્રીરામાનન્દ સ્વામી ગુરુની દિવ્ય આજ્ઞા શિરોધાર્ય કરી ત્યાંથી ચાલતા ચાલતા શ્રીવૃન્દાવનધામ પધાર્યા. ત્યાં અનેક મુમુક્ષુ જીવોને ભાગવતી દીક્ષા આપી, ધર્મ, જ્ઞાન અને ભગવદ્ભક્તિનો ઉપદેશ આપવા લાગ્યા. સ્વામીની ભગવાનને વિષે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનએ પોતાનું દિવ્ય દર્શન આપ્યું અને મન્ત્ર દીક્ષા આપી. સાક્ષાત્ ભગવાનનાં દર્શન પામી પ્રસન્ન ચિત્ શ્રીરામાનન્દ સ્વામી મુમુક્ષુ જીવોને સદ્ માર્ગ બતાવવા વિચરણ કરવા લાગ્યા. જ્યાં મુમુક્ષુ જીવ મળે તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતા આપતા ભાગવત ધર્મના પ્રચાર હેતુ ગુજરાત પ્રદેશમાં પધાર્યા. અનેક જિજ્ઞાસુઓને ભગવાનની ભક્તિમાં જોડયા. ધીરે ધીરે મુમુક્ષુઓની સંખ્યા વધવા લાગી. ચારે બાજુ સ્વામીનો પ્રભાવ ફેલાયો. દૂર દૂરથી જિજ્ઞાસુઓ સ્વામીનો ઉપદેશ સાંભળવા માટે આવવા લાગ્યા. ત્યારે શ્રીરામાનુજાચાર્યની આજ્ઞાનુસાર ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીએ વિશિષ્ટાદ્વૈતસિદ્ધાન્તના પાયાપર વૈષ્ણવ સંપ્રદાયને નવું રૂપ આપી સંપ્રદાયની સ્થાપના કરી. અનેક મુમુક્ષુ જીવાત્માઓ ઘર સંસારનો ત્યાગ કરી સ્વામીને શરણે આવી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. સ્વામીએ તેની યોગ્યતા જોઇ ભાગવતી દીક્ષા આપી સંતો બનાવ્યા. એક પછી એક એમ પચાસ સંતોનું મંડળ તૈયાર થયું. સ્વામીએ તેઓને ધર્મપ્રચારlર્થે ગામો ગામ ફરવા માટે આજ્ઞા આપી. સ્વયં પણ ધર્મપ્રચાર માટે ગામો ગામ વિચરણ કરવા લાગ્યા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન
ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાનાં પૂર્વાધમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ, ઈ.સ. 1781 2 એપ્રિલ, સોમવારનાં દિવસે ઉતરપ્રદેશનાં અયોધ્યા પાસે આવેલાં છપૈયા ગામમાં માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવનાં ઘરે પ્રગટ થયા. બાળવયમાં તેઓ ઘનશ્યામ પ્રભુનાં નામે પ્રસિદ્ધ થયા. વિક્રમ સંવત 1849, અષાઢ સુદ 10ની વહેલી સવારે અયોધ્યાથી નીકળી તેમણે તપયાત્રા આરંભ કરી. બ્રહ્મચર્ય, આત્મ નિયંત્રણ અને દુન્યવી વસ્તુઓ કે સુવિધાઓ પ્રત્યે તેઓ સદા અનાસક્ત રહેતા. તેમનાં કૃષકાય પણ તેજોમય દેહને નિહાળી સૌ કોઈનાં મુખમાંથી નીલકંઠ વર્ણીની જય શબ્દો સરી પડતાં. ગુજરાતનાં લોજ ગામમાં ગુરુ રામાનંદ સ્વામીનાં આશ્રમમાં નીલકંઠ વર્ણીનો મેળાપ સતંવર્ય મુક્તાનંદ સ્વામી સાથે થયો. વિક્રમ સંવત્ 1857 નાં કાર્તિક સુદી એકાદશીનાં દિવસે પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને મહાદિક્ષા આપીને તેમને બે નામ આપ્યાઃ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. ત્યારબાદ ગુજરાતનાં ફણેણી ગામમાં ભક્તોને સ્વામિનારાયણ મંત્ર આપીને આરંભ કર્યો સત્સંગ, સદાચાર અને શુદ્ધ ધર્મનાં મૂલ્ય ધરાવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૃહસ્થ અને ત્યાગીઓનાં અલગ નિયમની રુપરેખા આપી. ગૃહસ્થનાં નિયમોમાં પંચવર્તમાન થકી દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે કોઈને વટલાવવું નહીં એવા પાંચ નિયમો આપીને આદર્શ ભક્ત અને આદર્શ નાગરિક બનાવી સભ્ય સમાજનું નિર્માણ કર્યું. વૈદિક ધર્મની ઓળખ અને સમાજમાં ધર્મનાં મૂલ્યોને પ્રસરાવવા માટે સ્ત્રી–ધનનાં ત્યાગી તેજસ્વી સ્વામિનારાયણ સંત પરંપરાની અણમોલ ભેટ આપી. ભક્તિ, જ્ઞાન અને સેવાને વરેલા ભગવાન સ્વામિનારાયણનાં સંતોએ સમાજને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે સશક્ત કરવાની પરંપરા આરંભ કરી. ધર્મપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે સમાજમાં રહેલા સડાને દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું. સમાજમાં વેગીલી બનેલી અંધશ્રદ્ધા, કુરિવાજો, નાત–જાત અને વહેમથી પીડાતા લોકોને તેમાંથી મુક્ત કરી સત્સંગ અને સન્માર્ગે વાળ્યા. ભગવાન શ્રીહરિએ અનંતકાળ સુધી અનંત જીવાત્માઓનાં આત્યંતિક કલ્યાણ માટે સ્વહસ્તે અમદાવાદ, વડતાલ, ગઢડા, ભૂજ, જૂનાગઢ અને ધોલેરા ધામમાં ગગનચૂંબી ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ કરી દેવોની સ્થાપના કરી. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે અમદાવાદ તથા વડતાલ એમ ઉત્તર અને દક્ષિણ ભારતને બે ધર્મપીઠમાં વહેંચી પોતાના બે ભાઈઓનાં પુત્રોને બે ધર્મપીઠનાં આચાર્યપદે સ્થાપિત કર્યા. વિશાળ સત્સંગીજનોનો સમુદાયને દઢ નિયમમાં રહેવા માટે શિક્ષાપત્રી નામના ઉત્તમ ગ્રંથની પોતે રચના કરી. પોતાનાં ઉપદેશોને સંપાદિત કરાવીને પોતે જ પ્રમાણિત કરી વચનામૃત ગ્રંથ આપ્યો. સાથે સાથે પોતાના લીલાચરિત્રોનાં શ્રીસત્સંગિજીવન, શ્રીહરિદિગ્વિજય, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તચિંતામણિ જેવા ગ્રંથોની રચના સંપ્રદાયનાં વિદ્વાન સંતો પાસે કરાવી. આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત – આ છ અંગ દ્વારા પ્રગટ રહેવાનું વચન આપીને ફક્ત ત્રીસ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ધર્મ પ્રવર્તાવીને પોતાની જીવનલીલા સંકેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ 49 વર્ષની વયે ગઢડામાં વિક્રમ સંવત 1886 જેઠ સુદ 10, ઈ.સ. 1830 નાં 1 જૂનનાં દિવસે પંચભૌતિક દેહનો ત્યાગ કરી સ્વધામ અક્ષરધામ સિધાવ્યા.
સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામી એક અગ્રણી સંત, કવિ અને સદગુરુ તરીકે સ્થાન પામ્યા છે. તેઓ ભગવાન સ્વામિનારાયણના અષ્ટ સંતકવિઓ પૈકીના એક છે.
જન્મ અને પૂર્વાશ્રમ –
જન્મસ્થળ: સોરઠ પ્રદેશના માણાવદર ગામ (હાલમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં) સમય: અઢારમી સદીનો ઉત્તરાર્ધ. તેમનું દેહાવસાન ઈ.સ. ૧૮૬૩માં થયું હતું. પૂર્વાશ્રમનું નામ: તેમનું પૂર્વાશ્રમનું નામ ઈવા હતું. તેઓ માણાવદરના સત્સંગી મહામુક્તરાજ શ્રી વાલાભાઈ અને જેતબાઈના પુત્ર હતા. બાળપણ: બાળપણથી જ તેમનામાં સત્સંગ અને ભક્તિભાવના સંસ્કારોનું સિંચન તેમની માતા જેતબાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના હૃદયમાં નાનપણથી જ વૈરાગ્ય અને ત્યાગની ભાવના પ્રબળ હતી.
સંપ્રદાયમાં પ્રવેશ અને દીક્ષા –
ત્યાગની ભાવનાને કારણે, તેઓ શ્રીજીમહારાજના સદગુરુ સંત સ્વયંપ્રકાશાનંદ સ્વામીના યોગમાં આવ્યા. તેમની સાથે તેઓ ગઢપુર ગયા, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમને મહાદીક્ષા આપી અને ‘મંજુકેશાનંદ’ નામ આપ્યું.
શિક્ષણ અને વિદ્વતા –
ભગવાન સ્વામિનારાયણે તેમને ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે મૂક્યા. તેમણે ત્યાં વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, ઇતિહાસ અને આધ્યાત્મિક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું. તેઓ સંસ્કૃત, હિન્દી અને મરાઠી ભાષામાં નિપુણ બન્યા. ખાસ કરીને હિન્દી ભક્તિપદોના ઊંડા અભ્યાસથી તેમણે હિન્દી ભાષા પર સારું પ્રભુત્વ મેળવ્યું. તેમની કાવ્ય પ્રતિભા અદભુત હતી અને તેઓ ઉત્તમ વક્તૃત્વ શક્તિ પણ ધરાવતા હતા, જેના કારણે તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણને મધ્યમાં રાખી અનેક કિર્તનોની રચના કરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અને સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત કર્યો.
સદગુરુ તરીકેની સેવા –
તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ તરીકેની પદવી પામ્યા. તેમણે ગુજરાત બહાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં પૂર્વખાનદેશ સુધી પણ સત્સંગનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. સંત નિષ્કુળાનંદ સ્વામીએ તેમના ‘ભક્તચિંતામણિ’ ગ્રંથમાં મંજુકેશાનંદ સ્વામીનો ઉલ્લેખ “આધ્યાત્મિક રીતે જ્ઞાની” અને એક મહાન મુક્તાત્મા તરીકે કર્યો છે.
સાહિત્યિક યોગદાન (કવિ તરીકે) –
સદગુરુ મંજુકેશાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ કવિઓમાં સ્થાન ધરાવે છે. તેમણે શ્રીજીમહારાજની લીલાઓ, મહિમા અને ઉપદેશોનું વર્ણન કરતા અનેક ભક્તિપદોની રચના કરી છે. તેમનું એક જાણીતું પદ – “તારી મૂર્તિ લાગે છે પ્યારી… શ્રી ઘનશ્યામ હરિ…” ભગવાન સ્વામિનારાયણના મનમોહક સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરે છે. સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામી તેમના જ્ઞાન, કવિત્વ શક્તિ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અનન્ય ભક્તિ ને ઉપાસનાના કારણે સંપ્રદાયમાં આદરણીય સ્થાન ધરાવે છે.
શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી (અથાણા વાળા સ્વામી)
પૂજ્યપાદ કૃષ્ણજીવનદાસજી સ્વામી (અથાણાવાળા સ્વામી)
જન્મ અને સમય
પૂજ્યપાદ કૃષ્ણજીવનદાસજી સ્વામી, જેઓ ‘અથાણાવાળા સ્વામી’ તરીકે જાણીતા છે, તેમનો જન્મ સંવત ૧૯૮૦ની ભાદરવા સુદ એકાદશી (૯ સપ્ટેમ્બર ૧૯૨૪)ના રોજ ધંધુકાના ઓતારિયા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમનું નામ જીવાભાઈ હતું અને તેઓ આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હતા. નાનપણથી જ તેઓ વાડીમાં ધ્યાન-ભજન કરતા અને કડવા લીમડાનો ગોળો ખાઈને તપ કરતા. એક સમયે ગામમાં દુષ્કાળ પડતાં, તેમના આશીર્વાદથી ગામની નદી કિનારે કુવો ખોદાવતા પુષ્કળ પાણી મળ્યું, જે તેમની દૈવી શક્તિનો સંકેત હતો.
ભગવતી દીક્ષા અને સાધુ જીવન
જીવાભક્તને નામના કે પ્રસિદ્ધિની લાલસા નહોતી; તેમને તો ફક્ત ભગવાનની ભૂખ હતી. આથી, તેઓ ઓતારિયા ગામ છોડીને વડતાલધામ આવ્યા. અહીં, તેમણે
સદગુરુ મંજુકેશાનંદ સ્વામીની દિવ્ય પરંપરામાં તેમના કાકા અને ગુરુ
સદ્. લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (અથાણાવાળા) પાસેથી ભગવતી દીક્ષા ગ્રહણ કરી. વિક્રમ સંવત ૨૦૧૦માં તેમણે દીક્ષા લીધી અને જીવાભક્તમાંથી કૃષ્ણજીવનદાસજી સ્વામી બન્યા.
દેવ સેવા અને ભજન સેવા
ગુરુની આજ્ઞા અનુસાર, તેમણે અક્ષરભુવનમાં શ્રી ઘનશ્યામ મહારાજના પૂજારી તરીકે સેવા અને દેવના અથાણાની સેવાનો સંકલ્પ આજીવન નિભાવ્યો. પૂજ્ય સ્વામીનું જીવન તપ, ભજન અને સેવામય હતું. તેમનું મુખ્ય અંગ ભજન નું હતું. તેઓ દરરોજ ‘શ્રી સ્વામિનારાયણ‘ મંત્રના એક લાખ જપ કરતા, અને આ નિયમ તેમણે આજીવન જાળવી રાખ્યો હતો. તેમના સંગના પ્રભાવે અનેક હરિભક્તો અને સંતો ભજનમાં રત થયા. ભજનની સાથે તેઓ મૌનવ્રતનું પાલન કરતા, જેમાં દર વર્ષે શ્રાવણ માસમાં ગંગા કિનારે જઈ અખંડ મૌન રાખતા. સેવાના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન ખૂબ મોટું છે. તેમણે ભક્તોને પ્રેરણા આપીને દેશ-વિદેશના ભક્તો દ્વારા વડતાલ ધામ વગેરે મંદિરોમાં ખુબ મોટા પ્રમાણમાં સેવા કરાવી. ૨૨ જેટલા ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉપાસના રૂપ મંદિરો બનાવ્યા, જેમાં સુરતમાં એક વિશાળ મંદિર અને અન્ય અનેક હરિમંદિરોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૪૦ વર્ષ સુધી તેમણે શ્રી ઘનશ્યામ મહારાજની પૂજા-સેવા કરી. શારીરિક નબળાઈ હોવા છતાં તેઓ સહારો લઈને પણ ઠાકોરજીની સેવા કરતા. દેવના ધર્માદા માટે તેઓ ગામડે-ગામડે ફરીને ઘઉં, ચોખા જેવી વસ્તુઓ ભગવાન અને સંતોના થાળ માટે એકત્ર કરતા હતા, જે તેમની દેવ પ્રત્યેની ઊંડી નિષ્ઠા દર્શાવે છે. તેમના આશીર્વાદ અને પરચાથી અનેક ચમત્કારો થયા, પરંતુ તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ સદ્ગુણોનું પાલન કરવાનો હતો. તેમણે ભજન, મૌનવ્રત, અખંડ બ્રહ્મચર્ય અને સત્શાસ્ત્રોના શ્રવણનું પાલન કરીને એક આદર્શ સાધુનું જીવન જીવ્યું.
અંતિમ સમય
૮૬ વર્ષની ઉંમરે, સંવત ૨૦૬૬ (૧ ડિસેમ્બર ૨૦૦૯)ના રોજ, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતાં કરતાં તેમણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો અને ભગવાનની સેવામાં અક્ષરધામમાં પધાર્યા. તેમનું જીવન ભક્તિ, સેવા અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે.
અથાણાવાળા સ્વામીનો જીવન સંદેશ
પૂજ્ય અથાણાવાળા સ્વામીએ વર્ષો સુધી હજારો લાખો લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી ને કહ્યું કે —
“આ દેહ ક્ષણભંગુર છે; ક્યારે અને ક્યાં તેનો અંત આવી જશે તેની કોઈને ખબર નથી.” ઘણા હાલતા ચાલતા કે ખાતા પિતા દેહ છોડી જાય છે. માટે સમજુએ અંતકાળ નજીક છે એમ માની પ્રભુનું ભજન ખુબ કરવું એ જ સાચું છે.
જીવવું થોડું ને પંચાત ઝાજી વિષય વ્યસન અને વ્હેમ એ પ્રભુ ભજવા દે કેમ?
આજે એમની પરંપરામાં
પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી જેવા વિદ્વાન સંત સમગ્ર વિશ્વમાં વિચરણ કરી લાખો લોકોને ભગવાન ઓળખાવી રહ્યા છે, ને હનુમાનજી મહારાજના જીવનમાંથી એક વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકે તેવા જીવનના પાઠો શીખી રહ્યાં છે.
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી
ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત, દેશ-વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મૂર્ધન્ય કથાકાર, હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસ. વડતાલધામપીઠનાં પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને ગુરુવર્ય સ્વામીશ્રી શ્રીવિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)નાં આશીર્વાદથી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીએ વિશ્વનાં લાખો લોકોને સત્સંગ અને સદાચારનો સ્પર્શ કરાવ્યો છે.
સ્વામીશ્રીનું જીવન
ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં વ્યક્તિત્વથી પ્રેરાઈને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે. તેમનાં વાત્સલ્યસભર વર્તન, હિંમતભર્યા શબ્દો અને નિર્મળ હાસ્ય દરેકને પ્રભાવિત કરે છે.
સ્વામીશ્રીનું કાર્ય
સત્સંગ કથા, વિચરણ અને પ્રવૃત્તિ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સદાચારોનાં મૂલ્યોનું સિંચન. સનાતન ધર્મને અનુસરનાર, વિવિધ કૌશલ્યમાં પારંગત અને રાષ્ટ્રસેવામાં સમર્પિત યુવાનોનું સંગઠન. દર વર્ષે 60થી વધુ કથાઓ, હજારો લોકોને ધર્માભિમુખ કરે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામને સુવર્ણમંડિત કરીને દેવસેવા અને ગુરુસેવાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાળંગપુરધામમાં કિંગ ઓફ સાળંગપુર (હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા), ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય, ભારતનાં સૌથી મોટાં ધાર્મિક યાત્રિક ભવન વગેરે પ્રકલ્પોનું સર્જન. સ્વામીશ્રીની પ્રેરણાથી સંતો અને સ્વંયસેવકો દ્વારા સમાજસેવાનાં કાર્યો અવિરત ચાલુ છે.
સ્વામીશ્રીનો સંદેશ
જ્ઞાન, ભક્તિ અને સેવાનાં મૂલ્યને આત્મસાત કરીને આંતરિક અને બાહ્ય સદ્ગુણોનાં આચરણ દ્વારા વ્યક્તિ, પરિવાર, સમાજ અને વિશ્વમાં સુખ અને શાંતિ સંભવ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાનાં પૂર્વાધમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ, ઈ.સ. 1781 2 એપ્રિલ, સોમવારનાં દિવસે ઉતરપ્રદેશનાં અયોધ્યા પાસે આવેલાં છપૈયા ગામમાં માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવનાં ઘરે પ્રગટ થયા. બાળવયમાં તેઓ ઘનશ્યામ પ્રભુનાં નામે પ્રસિદ્ધ થયા. વિક્રમ સંવત 1849, અષાઢ સુદ 10ની વહેલી સવારે અયોધ્યાથી નીકળી તેમણે તપયાત્રા આરંભ કરી. બ્રહ્મચર્ય, આત્મ નિયંત્રણ અને દુન્યવી વસ્તુઓ કે સુવિધાઓ પ્રત્યે તેઓ સદા અનાસક્ત રહેતા. તેમનાં કૃષકાય પણ તેજોમય દેહને નિહાળી સૌ કોઈનાં મુખમાંથી નીલકંઠ વર્ણીની જય શબ્દો સરી પડતાં. ગુજરાતનાં લોજ ગામમાં ગુરુ રામાનંદ સ્વામીનાં આશ્રમમાં નીલકંઠ વર્ણીનો મેળાપ સતંવર્ય મુક્તાનંદ સ્વામી સાથે થયો. વિક્રમ સંવત્ 1857નાં કાર્તિક સુદી એકાદશીનાં દિવસે પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને મહાદિક્ષા આપીને તેમને બે નામ આપ્યાઃ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ.

ત્યારબાદ ગુજરાતનાં ફણેણી ગામમાં ભક્તોને સ્વામિનારાયણ મંત્ર આપીને આરંભ કર્યો સત્સંગ, સદાચાર અને શુદ્ધ ધર્મનાં મૂલ્ય ધરાવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૃહસ્થ અને ત્યાગીઓનાં અલગ નિયમની રુપરેખા આપી. ગૃહસ્થનાં નિયમોમાં પંચવર્તમાન થકી દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે કોઈને વટલાવવું નહીં એવા પાંચ નિયમો આપીને આદર્શ ભક્ત અને આદર્શ નાગરિક બનાવી સભ્ય સમાજનું નિર્માણ કર્યું. વૈદિક ધર્મની ઓળખ અને સમાજમાં ધર્મનાં મૂલ્યોને પ્રસરાવવા માટે સ્ત્રી–ધનનાં ત્યાગી તેજસ્વી સ્વામિનારાયણ સંત પરંપરાની અણમોલ ભેટ આપી. ભક્તિ, જ્ઞાન અને સેવાને વરેલા ભગવાન સ્વામિનારાયણનાં સંતોએ સમાજને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે સશક્ત કરવાની પરંપરા આરંભ કરી.

ધર્મપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે સમાજમાં રહેલા સડાને દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું. સમાજમાં વેગીલી બનેલી અંધશ્રદ્ધા, કુરિવાજો, નાત–જાત અને વહેમથી પીડાતા લોકોને તેમાંથી મુક્ત કરી સત્સંગ અને સન્માર્ગે વાળ્યા. ભગવાન શ્રીહરિએ અનંતકાળ સુધી અનંત જીવાત્માઓનાં આત્યંતિક કલ્યાણ માટે સ્વહસ્તે અમદાવાદ, વડતાલ, ગઢડા, ભૂજ, જૂનાગઢ અને ધોલેરા ધામમાં ગગનચૂંબી ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ કરી દેવોની સ્થાપના કરી. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે અમદાવાદ તથા વડતાલ એમ ઉત્તર અને દક્ષિણ ભારતને બે ધર્મપીઠમાં વહેંચી પોતાના બે ભાઈઓનાં પુત્રોને બે ધર્મપીઠનાં આચાર્યપદે સ્થાપિત કર્યા.

વિશાળ સત્સંગીજનોનો સમુદાયને દઢ નિયમમાં રહેવા માટે શિક્ષાપત્રી નામના ઉત્તમ ગ્રંથની પોતે રચના કરી. પોતાનાં ઉપદેશોને સંપાદિત કરાવીને પોતે જ પ્રમાણિત કરી વચનામૃત ગ્રંથ આપ્યો. સાથે સાથે પોતાના લીલાચરિત્રોનાં શ્રીસત્સંગિજીવન, શ્રીહરિદિગ્વિજય, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તચિંતામણિ જેવા ગ્રંથોની રચના સંપ્રદાયનાં વિદ્વાન સંતો પાસે કરાવી. આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત – આ છ અંગ દ્વારા પ્રગટ રહેવાનું વચન આપીને ફક્ત ત્રીસ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ધર્મ પ્રવર્તાવીને પોતાની જીવનલીલા સંકેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ 49 વર્ષની વયે ગઢડામાં વિક્રમ સંવત 1886 જેઠ સુદ 10, ઈ.સ. 1830નાં 1 જૂનનાં દિવસે પંચભૌતિક દેહનો ત્યાગ કરી સ્વધામ અક્ષરધામ સિધાવ્યા.
સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય પરમહંસોમાંના એક હતા. તેઓ અદ્ભૂત તપસ્વી, યોગી, શાસ્ત્રજ્ઞ અને અખંડ બ્રહ્મનિષ્ઠ સંત હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનું કાર્ય આગળ ધપાવવા માટે તેમને વિશેષ જવાબદારી સોંપી હતી.
જીવન ઝાંખી
- જન્મ: સંવત્ ૧૮૩૭ કારતક સુદ ૧૧ (ઈ.સ. ૧૭૮૦).
- જન્મસ્થળ: તલગાજરડા ગામ, જિલ્લો ભાવનગર.
- પૂર્વાશ્રમનું નામ: ખીમજી ઓઝા.
- પિતા-માતા: શીવલાલજી અને આંબાબા.
- અવસાન: સંવત્ ૧૯૦૮ની વૈશાખ સુદ ૧૨ (ઈ.સ. ૧૮૫૨), ગઢડા ધામ.
અભ્યાસ અને દીક્ષા
- તેમણે બાળપણથી જ વૈદિક શાસ્ત્રો, સંસ્કૃત અને વ્યાકરણનો અભ્યાસ કર્યો.
- અલૌકિક બુદ્ધિ અને યોગપ્રવૃત્તિ ધરાવતા હોવાથી સૌ કોઈ તેમને “બાળબ્રહ્મચારી” કહી સંબોધતા.
- સંવત્ ૧૮૫૮માં લોજ ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી અને ગોપાળાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.
- તેમણે યોગ, ધ્યાન, શાસ્ત્ર અભ્યાસ અને આત્મસાધના દ્વારા અખંડ પરમસ્થિતિ પ્રાપ્ત કરી.
ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથેનો સંબંધ
- શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને સંપ્રદાયના મુખ્ય ધર્મપ્રચારક તરીકે નિયુક્ત કર્યા.
- તેમણે અઢીધામના સ્વરૂપરૂપે શ્રીજીમહારાજનું ગુપ્તત્વ પૂર્ણ રીતે સમજ્યું.
- શ્રીજીમહારાજે પોતાના અંતિમ સમય દરમિયાન કહ્યું કે “અમારા પછી સંપ્રદાયનું કામ સદ્. ગોપાળાનંદ સ્વામી સંભાળશે.”
- તેઓ ધર્મનિષ્ઠા, યોગસિદ્ધિ અને તત્વજ્ઞાનમાં અદ્વિતીય હતા. તેમણે હજારો ભક્તોને સદ્માર્ગ બતાવ્યો.
- તેમણે હનુમાનજી મંદિર સાળંગપુરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી અને હનુમાનજીને જીવંત રૂપે સ્થાપિત કર્યા.
યોગ અને ચમત્કાર
- ગોપાળાનંદ સ્વામી મહાન યોગેશ્વર હતા. તેમની યોગસિદ્ધિથી ચિત્રોમાંના દેવતા પણ પ્રગટ થતા.
- સાળંગપુર હનુમાનજીના પ્રાણપ્રતિષ્ઠા સમયે, તેમના આદેશથી પ્રતિમા જીવંત બની ગઈ — આ ઘટના આજે પણ પ્રસિદ્ધ છે.
- તેમણે અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને શ્રીજીમહારાજના તત્ત્વજ્ઞાનની સ્થાપના કરી.
- તેઓએ વિજ્ઞાન, તર્ક અને ભક્તિ ત્રણે માર્ગોને એકરૂપ કરેલા — તેમના ઉપદેશો સંપ્રદાય માટે માર્ગદર્શક બન્યા.
સાહિત્ય અને ઉપદેશ
- તેમણે અનેક ગ્રંથો અને શાસ્ત્રીય ટિપ્પણીઓ લખી, જેમાંથી કેટલાક વચનામૃતના અર્થ પર આધારિત છે.
- તેઓ વચનામૃતના સંકલનકાર સંતોમાંના એક હતા.
- તેમના ઉપદેશોમાં વૈરાગ્ય, સેવા, અને બ્રહ્મભાવે ભગવાનના ધ્યાન પર ભાર મૂકવામાં આવ્યો છે.
અંતિમ સમય અને સમાધિ
સંવત્ ૧૯૦૮ની વૈશાખ સુદ ૧૨ના દિવસે, ગઢડા ધામમાં તેમણે ધ્યાનમગ્ન અવસ્થામાં પોતાના દેહનો ત્યાગ કર્યો અને અક્ષરધામ સિધાવ્યા. આજ સુધી તેમના ઉપદેશો અને યોગસિદ્ધિ સંતો માટે પ્રેરણારૂપ છે.
મુક્તાનંદ સ્વામી (પૂર્વાશ્રમનું નામ: મુકુંદદાસ)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મોભ અને પાંચસો પરમહંસોની મંડળીના મેર સમાન સંત હતા, જેમને
‘સત્સંગની મા’નું બિરુદ મળ્યું હતું.
જીવન ઝાંખી
- જન્મ: સંવત્ ૧૮૧૪ની પોષ વદ સાતમ (ઈ.સ. ૧૭૫૮).
- જન્મસ્થળ: અમરાપુર, જિલ્લો અમરેલી.
- પિતા-માતા: આનંદરામ અને રાધાદેવી.
- અવસાન: સંવત્ ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ઈ.સ. ૧૮૩૦), ગઢડા.
અભ્યાસ અને દીક્ષા
- તેમણે તેમના પિતા પાસેથી સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું.
- પ્રખ્યાત સંત કવિ મૂળદાસ પાસેથી કાવ્યશાસ્ત્રની શિક્ષા મેળવી.
- તેઓ સંસ્કૃત, ગુજરાતી, વ્રજ ભાષા અને વૈદક શાસ્ત્રમાં પણ નિપુણ હતા.
- નાનપણથી જ વૈરાગ્યભાવ હોવાથી ગૃહત્યાગ કરી ગુરુની શોધમાં નીકળ્યા.
- સંવત્ ૧૮૪૨ની વસંતપંચમીના રોજ તેમણે ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી અને મુક્તાનંદ સ્વામી તરીકે ઓળખાયા. તેઓ રામાનંદ સ્વામીના પટ્ટશિષ્ય બન્યા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથેનો સંબંધ
- સંવત્ ૧૮૫૬માં જ્યારે નીલકંઠવર્ણી (શ્રી સ્વામિનારાયણ ભગવાન)નું લોજ ગામમાં આગમન થયું, ત્યારે મુક્તાનંદ સ્વામી લોજ આશ્રમના અગ્રણી હતા.
- સ્વામીની વિદ્વત્તા, સાધુતા, જ્ઞાનશુદ્ધિ અને વર્તનશુદ્ધિથી પ્રભાવિત થઈ નીલકંઠવર્ણીએ ગુજરાતમાં કાયમી મુકામ બનાવ્યો.
- તેઓ ઉંમરમાં શ્રીજી મહારાજ કરતાં મોટા હતા અને રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી હોવા છતાં, જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી સહજાનંદ સ્વામી (નીલકંઠવર્ણી)ને સોંપી, ત્યારે મુક્તાનંદ સ્વામીએ અત્યંત નિર્માની ભાવે તેને સ્વીકારી લીધું અને હર્ષભેર વધાવી લીધું.
- તેમણે શ્રીજી મહારાજને ‘સત્સંગની મા તરીકે ઓળખાવ્યા, કારણ કે અન્ય સંતો પ્રત્યે તેમનો ભાવ વાત્સલ્ય અને કરુણાથી ભરેલો હતો.
- શ્રીજીમહારાજ પણ મુક્તાનંદ સ્વામી પર અપાર રાજીપો ધરાવતા અને કહેતા કે “અમારે સર્વે સંતોને સદ્. ગોપાળાનંદ સ્વામી અને સદ્. મુક્તાનંદ સ્વામી જેવા કરવા છે.”
સાહિત્યિક યોગદાન
મુક્તાનંદ સ્વામી એક મહાન કવિ અને સાહિત્યકાર હતા. તેમણે લગભગ ૨૮ જેટલા ગ્રંથોની રચના કરી છે.
- તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં અનેક રચનાઓ કરી છે.
- તેમની પ્રખ્યાત કૃતિઓમાં ધર્માખ્યાન, પંચરત્ન, વિવેકચિંતામણિ, રૂક્ષ્મણી વિવાહ, સતી ગીતા, નારાયણ કવચ, નારાયણ ચરિત્ર, અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાષા ટીકાનો સમાવેશ થાય છે.
- તેમણે વચનામૃત ગ્રંથના સંકલનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
- તેમના દ્વારા રચાયેલા ભક્તિમૂલક પદો અને કીર્તનો આજે પણ સંપ્રદાયમાં ગવાય છે.
- મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી સાથે, વચનામૃતના સંકલનકર્તાઓમાંના એક હતા.
સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી
મુખ્ય માહિતી
- જન્મ: ૧૨ ફેબ્રુઆરી, ૧૭૭૨ (વિક્રમ સંવત ૧૮૨૮, મહા સુદ પાંચમ – વસંત પંચમી).
- અવસાન: ૨૩ ઓક્ટોબર, ૧૮૩૨ (વિક્રમ સંવત ૧૮૮૮, જેઠ સુદ દશમ).
- જન્મ સ્થળ: ખાણ ગામ, સિરોહી જિલ્લો, રાજસ્થાન (તે સમયનું સિરોહી રાજ્ય).
- મૂળ નામ: લાડુદાન ગઢવી.
- પિતા: શંભુદાન ગઢવી.
- માતા: લાલુબા.
- જાતિ: ચારણ (ગઢવી).
બાળપણ અને કવિત્વ પ્રતિભા
બ્રહ્મનાદ: એવું કહેવાય છે કે લાડુદાનજી માતાના ઉદરમાં હતા ત્યારે સદ્. રામાનંદ સ્વામીના મુખેથી “ગુરુમહારાજ પ્રગટ કી બાત સુનાઇયે” એવા શબ્દો સાંભળ્યા હતા.
- શિક્ષણ અને કાવ્ય પ્રતિભા: બાળપણથી જ પ્રભુભક્તિ અને સાહિત્યમાં રસ ધરાવતા હતા.
- સિરોહીના રાણાએ તેમની કાવ્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને રાજ્યના ખર્ચે તેમને પિંગળ શાસ્ત્ર શીખવવાની વ્યવસ્થા કરી.
- પારંગતતા: તેમણે પિંગળ અને સંસ્કૃત શાસ્ત્રોમાં નિપુણતા મેળવી અને ૬૪ કળાઓમાંથી ૨૪ કળાઓમાં પારંગત થયા.
- રાજકવિ: તેઓ ઉદયપુરના મહારાજાના દરબારમાં કવિ તરીકે સેવા આપી. જયપુર અને જોધપુરના દરબારોમાં પણ તેમની પ્રતિભાનું સન્માન થયું.
ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે મિલન
- ભગવાનની ખોજ: લાડુદાનજીએ મુસાફરી દરમિયાન શ્રી સ્વામિનારાયણ ભગવાન (સહજાનંદ સ્વામી) વિશે સાંભળ્યું અને તેમની પરમસત્તાની કસોટી કરવા માટે નીકળ્યા.
- પ્રથમ મુલાકાત: તેમણે પોતાની કાવ્યરચના દ્વારા શ્રીજીમહારાજને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો, પણ શ્રીજીમહારાજે ઉપદેશ આપીને તેમનું અભિમાન દૂર કર્યું.
- દીક્ષા: ગઢપુરથી સિદ્ધપુર જતાં, ગેરીતા ગામ પાસે શ્રીજીમહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી અને તેમનું નામ શ્રીરંગદાસજી રાખ્યું — જે પછી બ્રહ્માનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.
સેવા અને સાહિત્ય
- કવિ અને રચનાકાર: બ્રહ્માનંદ સ્વામી એક અદ્ભુત કવિ હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં હજારો પદો, કીર્તનો અને છંદોની રચના કરી.
- તેમની રચનાઓમાં શ્રીજીમહારાજના દિવ્ય મહિમા, લીલાઓ અને મુર્તિસૌંદર્યનું વર્ણન છે.
- ગ્રંથ: તેમની કાવ્ય રચનાઓ “બ્રહ્માનંદ કાવ્ય” નામે પ્રસિદ્ધ છે.
- મંદિર નિર્માણ: તેઓ સ્થાપત્ય અને વ્યવહારમાં નિપુણ હતા. તેમણે મૂળી, વડતાલઅને જૂનાગઢ જેવા ભવ્ય મંદિરોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી.
- સ્વભાવ: તેમનો સ્વભાવ હાસ્યપ્રિય અને ઉત્સાહભર્યો હતો. તેઓ શ્રીજીમહારાજના સખા તરીકે ઓળખાતા અને તેમને હસાવી શકતા.
સ્વરૂપ અને મહિમા
બ્રહ્માનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા સંત હતા — દાસત્વભાવ, નિર્માણીપણું, દૃઢ નિષ્કામીપણું અને વ્યવહાર કુશળતા તેમનો લક્ષણ હતા. તેમણે સંપ્રદાયમાં
કાવ્ય અને સ્થાપત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું અને ભગવાન શ્રી સ્વામિનારાયણના હાસ્યસખા તરીકે અવિસ્મરણીય સ્થાન મેળવ્યું.
સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી
જન્મ અને બાળપણ
- મૂળ નામ: દિનમણિ શર્મા
- જન્મ તારીખ: વિક્રમ સંવત ૧૮૪૯, ચૈત્ર સુદ ૯ (રામ નવમી) (ઈ.સ. ૧૭૯૩)
- જન્મ સ્થળ: દંતિયા (લખનૌ) ગામ, ઉત્તર પ્રદેશ
- માતા-પિતા: પિતા વિષ્ણુ શર્મા અને માતા વિરજા
શિક્ષણ: વિશેષ વિદ્યાભ્યાસ માટે તેઓ કાશી ગયા હતા. તેમણે વેદ, વેદાંત, ન્યાય વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
ભગવાન સ્વામિનારાયણ સાથે મિલન અને દીક્ષા
- શોધ: ઈશ્વરના દર્શનની તીવ્ર ઝંખના સાથે તેમણે ભારતભરનાં તીર્થોની યાત્રા કરી.
- મિલન: સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતના ઊંઝા ગામમાં તેમને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. શ્રીહરિના પ્રથમ દર્શને જ તેમણે માન્યું કે તેમની શોધ પૂર્ણ થઈ.
- દીક્ષા: ભગવાન સ્વામિનારાયણે તેમને દીક્ષા આપીને ‘નિત્યાનંદ સ્વામી‘ નામ આપ્યું.
- વ્યાસનું બિરુદ: તેમની અસાધારણ વિદ્વાનતા અને શાસ્ત્રજ્ઞાનને કારણે તેમને ‘વ્યાસ’નું બિરુદ પણ મળ્યું હતું અને તેમને વ્યાસમુનિ સમાન ગણવામાં આવતા.
મહત્વપૂર્ણ કાર્યો અને યોગદાન
- શાસ્ત્રીય જ્ઞાન: સ્વામિનારાયણ ભગવાને તેમને નાંદોલના વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વધુ વિદ્યાભ્યાસ માટે મોકલ્યા હતા. તેઓ સંપ્રદાયના સૌથી અગ્રણી વિદ્વાનોમાંના એક ગણાતા હતા.
- શાસ્ત્રાર્થ (ધર્મચર્ચા): તેઓ તેમની ધીર-ગંભીર છતાં બુલંદ વાક્છટા માટે જાણીતા હતા. તેમણે અનેક વાદીઓને શાસ્ત્રોના આધારે પરાજિત કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક મૂળિયાં અને સર્વોપરિપણાને સ્થાપિત કર્યું હતું.
- વડોદરા અને અમદાવાદ જેવા સ્થળોએ થયેલા મોટા શાસ્ત્રાર્થોમાં તેમણે સંપ્રદાયનો વિજય કરાવ્યો હતો.
ગ્રંથ લેખન અને સંકલન
- તેઓ વચનામૃત ગ્રંથના ચાર મુખ્ય સંકલનકર્તાઓ પૈકીના એક છે.
- તેમણે શિક્ષાપત્રીનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું, જે આજે પણ ભક્તો દ્વારા વાંચવામાં અને પૂજવામાં આવે છે.
- તેમણે ‘શ્રી હરિદિગ્વિજય’ સહિત અનેક ગ્રંથોની રચના કરી છે, જે ભગવાન સ્વામિનારાયણના મહિમા અને સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે.
- અન્ય રચનાઓમાં હરિકવચ, શ્રી હનુમાન કવચ વગેરેનો સમાવેશ થાય છે.
મહત્ત્વ
તેઓ
ભગવાન સ્વામિનારાયણના પરમહંસોમાંના એક હતા, જેમણે ભગવાનની આજ્ઞાનું પાલન દૃઢતાથી કર્યું અને સંપ્રદાયના સિદ્ધાંતોને દાર્શનિક અને શાસ્ત્રીય આધાર પૂરો પાડ્યો. નિત્યાનંદ સ્વામીએ સંવત ૧૯૦૮ (ઈ.સ. ૧૮૫૨)માં વડતાલ ધામમાં દેહત્યાગ કર્યો. તેમનું જીવન ભક્તિ, જ્ઞાન, નિષ્ઠા અને દૃઢ વૈરાગ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સદ્ગુરુ શ્રી શુકાનંદ સ્વામી (શુકમુનિ)
સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ શ્રી શુકાનંદ સ્વામી
ભગવાન સ્વામિનારાયણના અતિ પ્રિય અને સિદ્ધહસ્ત લેખક સંત હતા, જેમને શ્રીહરિના ‘પર્સનલ સેક્રેટરી’ અથવા ‘જમણા હાથ’નું બિરુદ મળ્યું હતું.
સદ્ગુરુ શ્રી શુકાનંદ સ્વામી (શુકમુનિ)
જન્મ અને બાળપણ
- મૂળ નામ: જગન્નાથ (જગન્નાથ ભટ્ટ)
- જન્મ: વિક્રમ સંવત ૧૮૫૫ (ઈ.સ. ૧૭૯૮ આસપાસ)
- જન્મ સ્થળ: ડભાણ ગામ (ગુજરાત)
- જાતિ: ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબ
પ્રતિભા: તેઓ બાળપણથી જ મેધાવી પ્રતિભા ધરાવતા હતા અને ભગવદ્ભક્તિમાં રુચિ રાખતા હતા. તેમણે ટૂંકા સમયમાં સારો વિદ્યાભ્યાસ કર્યો હતો.
ભગવાન સ્વામિનારાયણ સાથે મિલન અને દીક્ષા
- મિલન: ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સંપર્કમાં આવ્યા પછી તેઓ ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા ગઢડા ગયા.
- દીક્ષા: શ્રીહરિની આજ્ઞાથી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ તેમને મહાદીક્ષા આપી અને શુકાનંદ સ્વામી નામ આપ્યું. ભગવાન સ્વામિનારાયણ તેમને શુકમુનિ તરીકે સંબોધતા હતા, કેમ કે તેઓ મહર્ષિ શુકદેવજી સમાન માનવામાં આવતા હતા.
સંપ્રદાયને તેમનું યોગદાન (લેખન સેવા)
શુકાનંદ સ્વામીની ઓળખ તેમની નિઃસ્વાર્થ લેખન સેવા અને અસાધારણ વિદ્વાનતાના કારણે છે.
- શ્રીહરિના અંગત સચિવ: ભગવાન સ્વામિનારાયણે તેમને અક્ષર ઓરડીની બાજુમાં ઓરડી આપી હતી. તેઓ શ્રીહરિના અંગત સચિવ તરીકે સતત સેવામાં રહેતા અને શ્રીહરિના વચનો, પત્રો અને અન્ય લેખનકાર્ય કરતા.
- તેઓ શ્રીહરિના આદેશો અને સંદેશાઓને સરકારી અધિકારીઓ અને સત્સંગીઓને પહોંચાડવાનું કાર્ય પણ કરતા.
- વચનામૃતના સંકલનકર્તા: તેઓ વચનામૃત ગ્રંથના મુખ્ય પાંચ સંકલનકર્તા સંતોમાંના એક હતા.
- પ્રકાશનો: તેમણે સંસ્કૃતમાં ૭ અને ગુજરાતીમાં ૯ જેટલા ગ્રંથોની રચના કરી. તેમના મુખ્ય ગ્રંથોમાં સત્સંગી જીવન ટીકા, જ્ઞાન દીપ (૩૯ શ્લોક), વિશ્વમંગલ સ્તોત્ર અને શ્રીમદ્ ભાગવતનું દશમ સ્કંધ ભાષાંતરનો સમાવેશ થાય છે.
- લેખન માટે દિવ્ય શક્તિ: એક પ્રસંગ મુજબ, અંધારું થતાં ભગવાને પોતાના જમણા પગના અંગૂઠાનો દિવ્ય પ્રકાશ આપીને લેખન ચાલુ રાખવા પ્રેરિત કર્યા હતા.
અન્ય મહત્ત્વ અને વિશેષતા
- આદર્શ સાધુતા: તેઓ તેમની દૃઢ સાધુતા, આજ્ઞાપાલન અને નિખાલસ સેવા માટે જાણીતા હતા.
- વૈરાગ્ય અને ત્યાગ: શ્રીહરિના અક્ષરધામ ગમન બાદ તેઓ વિરહમાં અતિ દુઃખી રહ્યા. તેમણે પ્રાર્થના કરી કે રોગ થાય જેથી વિયોગનું દુઃખ ઓછું થાય. ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી અને તેઓ ૧૨ વર્ષ સુધી તાવની પીડા સહન કરતા રહ્યા.
- પ્રચાર કાર્ય: શ્રીહરિના અક્ષરધામ ગમન બાદ તેમણે ઉમરેઠ અને આસપાસના વિસ્તારોમાં સત્સંગનો ખૂબ પ્રચાર કર્યો.
અવસાન: તેમનું અવસાન સંવત ૧૯૨૫ (ઈ.સ. ૧૮૬૮)ની માગશર વદ પાંચમના રોજ વડતાલમાં થયું.
સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી
જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામીનું યોગદાન અજોડ સાહિત્ય સેવા માટે વિશેષ જાણીતું છે. તેમને
ભગવાન સ્વામિનારાયણના જીવન પર આધારિત મુખ્ય ગ્રંથ
‘સત્સંગિજીવન’ના રચયિતા તરીકેનું મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે.
સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી
જન્મ અને દીક્ષા
- જન્મ સ્થળ: પૂર્વે જનક રાજા દ્વારા સ્થાપિત મિથિલા નગરી (વર્તમાન નેપાળમાં).
- પિતાનું નામ: વિષ્ણુદત્ત (બ્રાહ્મણ).
- વૈરાગ્ય: તેઓ બાળપણથી જ ધર્મશાસ્ત્રોના અભ્યાસ અને ધ્યાનમાં સમય વ્યતીત કરતા હતા, જેના કારણે તેમનામાં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થયો.
- ભગવાનની શોધ: તેઓ ભગવાનના પ્રત્યક્ષ દર્શનની ઇચ્છાથી તીર્થયાત્રાએ નીકળ્યા.
- દીક્ષા: તેમને ડભાણ ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને તેમણે દીક્ષા ગ્રહણ કરી, જ્યાં શ્રીહરિએ તેમને શતાનંદ સ્વામી નામ આપ્યું.
દિવ્ય શક્તિઓ અને નિષ્ઠા
- અખંડ સમાધિ: શતાનંદ સ્વામી શ્રીહરિની કૃપાથી ટૂંકા સમયમાં જ અખંડ સમાધિની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હતા. તેઓ જાગતા, બેસતા કે સૂતા હોય ત્યારે પણ ભગવાનનું દિવ્ય સ્વરૂપ અને લીલાઓ જોઈ શકતા હતા.
- ત્રિકાળજ્ઞાન: શ્રીહરિએ તેમને ત્રિકાળજ્ઞાન (ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન)ની શક્તિ આપી હતી. આ દિવ્ય દૃષ્ટિને કારણે જ તેઓ ભગવાનના જીવનચરિત્રનું વિગતવાર લેખન કરી શક્યા.
- અષ્ટાંગ યોગ: તેમણે શ્રીહરિ પાસે અષ્ટાંગ યોગની ગૂઢતા વિષે વિશેષ જ્ઞાન મેળવ્યું હતું.
અજોડ સાહિત્ય સેવા (સત્સંગિજીવન)
શતાનંદ સ્વામીનું સંપ્રદાયમાં સૌથી મોટું યોગદાન તેમના ગ્રંથો છે, જે
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચાયા હતા.
- ‘સત્સંગિજીવન’ (Shreemad Satsangijivan): આ સંપ્રદાયનો મુખ્ય પવિત્ર ગ્રંથ છે, જેની રચના માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે તેમને આજ્ઞા આપી હતી. તે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, જેમાં ૩૧૯ અધ્યાય અને ૧૭,૬૨૭ શ્લોકો છે.
- આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પરના આગમનથી અક્ષરધામ ગમન સુધીના વિસ્તૃત લીલા ચરિત્રો, દાર્શનિક સિદ્ધાંતો અને મોક્ષ માર્ગોનું વર્ણન છે.
- તેમાં ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મોનું પણ સવિસ્તાર વર્ણન છે.
- આ ગ્રંથને ભગવાન સ્વામિનારાયણે પોતાની સહી કરીને પ્રમાણભૂત જાહેર કર્યો હતો.
અન્ય ગ્રંથો
- તેમણે શિક્ષાપત્રી પર ‘અર્થ દીપિકા’ (Shikshapatri Artha Dipika) નામની સવિસ્તાર ટીકા પણ લખી છે.
- તેમણે અનેક અન્ય સ્તોત્રો અને ગ્રંથોનું પણ સર્જન કર્યું છે.
શતાનંદ સ્વામીએ પોતાના લેખન દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતો અને આચાર-વિચારને શાશ્વત સ્વરૂપ આપીને ભવિષ્યની પેઢીઓ માટે અમૂલ્ય વારસો આપ્યો છે.
સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ પ્રસિદ્ધ સંતકવિઓમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેઓને તેમની અનન્ય ભક્તિ અને કાવ્ય પ્રતિભા માટે
ભગવાન સ્વામિનારાયણે સ્વયં ‘પ્રેમસખી’નું લાડકું નામ આપ્યું હતું.
સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી (પ્રેમસખી)
જન્મ અને બાળપણ
- જન્મ: ઈ.સ. ૧૭૮૪ (સંવત ૧૮૪૦), ખંભાત પાસેના સેવાલિયા ગામના એક બ્રાહ્મણ કુટુંબમાં.
- બાળપણનું નામ: હાથી.
- ઉછેર: જન્મ બાદ માતા-પિતાએ ત્યજી દેવાતા, તેમનો ઉછેર ડોસાભાઈ નામના મુસ્લિમ સદ્ગૃહસ્થએ કર્યો, જેમણે તેમને સંગીત અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો.
- પ્રથમ મિલન: લગભગ ૧૧ વર્ષની ઉંમરે જેતપુરમાં ભગવાન સ્વામિનારાયણની સભામાં તેમનો પ્રથમ મેળાપ થયો.
દીક્ષા અને ઉપનામ
- શરૂઆતનું નામ: દીક્ષા સમયે તેમનું નામ નિજબોધાનંદ સ્વામી રાખવામાં આવ્યું હતું.
- ‘પ્રેમાનંદ’: તેમની કાવ્યસર્જનમાં પ્રેમરસની પ્રબળતા અને શ્રીહરિ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે ભગવાને તેમનું નામ બદલીને પ્રેમાનંદ સ્વામી રાખ્યું.
- ‘પ્રેમસખી’: શ્રીહરિએ તેમને ‘પ્રેમસખી’નું લાડકું નામ આપ્યું, જે તેમનાં પદોમાં તેમની ગોપીભાવની ભક્તિ દર્શાવે છે.
સાહિત્ય અને કાવ્ય યોગદાન
- તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ કવિ સંતો પૈકીના એક હતા.
- સર્જન: તેમણે ગુજરાતી, હિન્દી, વ્રજ, મારવાડી અને મરાઠી ભાષામાં ૨૦,૦૦૦થી વધુ કીર્તનોની રચના કરી.
- સંગીત: તેઓ સારંગીના સૂર સાથે કીર્તન ગાતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની જેમ બેસી જતા હતા.
મુખ્ય રચનાઓ
- ચેષ્ટાના પદ: ભગવાન સ્વામિનારાયણની દૈનિક દિનચર્યા (જાગવાથી સૂવા સુધી)નું વર્ણન કરતો મધુર પદસંગ્રહ, જે આજે પણ વિશ્વભરના મંદિરોમાં રોજ ગવાય છે.
- વંદુ પદ: શ્રીહરિના દિવ્ય સૌંદર્યનું વર્ણન કરતું ભક્તિપદ.
- પ્રેમાનંદ કાવ્યમ્: તેમના તમામ કીર્તનોનો વિશાળ સંગ્રહ.
- ઓરડાના પદ: શ્રીહરિને પોતાના ઓરડામાં પધરાવીને કરેલી માનસી સેવાનાં પદો.
વિશેષતા
પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા
ભગવાનના મધુર સ્વરૂપ અને દિવ્ય લીલાઓનું વર્ણન કરીને લાખો ભક્તોમાં પ્રેમલક્ષણા ભક્તિનો ભાવ જગાડ્યો છે. તેમની કવિતાઓ શાસ્ત્રીય રાગ અને લોકઢાળ પર આધારિત છે, જે ભારતીય સંગીતમાં અજોડ ગણાય છે.
ધામ ગમન
તેમનું અવસાન સંવત ૧૯૧૧ (ઈ.સ. ૧૮૫૫)માં ગઢડા ખાતે થયું હતું.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયના વૈરાગ્યમૂર્તિ અને મહાન સંતકવિ તરીકે જાણીતા છે. તેઓ સંપ્રદાયના અષ્ટ કવિ સંતો પૈકીના એક છે, જેમણે ત્યાગ અને વૈરાગ્યને કેન્દ્રમાં રાખીને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી (વૈરાગ્યમૂર્તિ)
- મૂળ નામ: લાલજી સુથાર.
- જન્મ: સંવત ૧૮૨૨ (ઈ.સ. ૧૭૬૬), જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું શેખપાટ ગામ.
- માતા-પિતા: પિતા રામભાઈ સુથાર અને માતા અમૃતબાઈ.
- પૂર્વાશ્રમ: તેઓ સુથાર (કાર્પેન્ટરી) કલામાં નિપુણ હતા અને સંસાર પ્રત્યે બહુ ઓછો રાગ ધરાવતા.
- ગુરુ: સદ્ગુરુ રામાનંદ સ્વામી.
દીક્ષા
- રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ તેમણે શ્રીજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા.
- શ્રીજી મહારાજે તેમને આધોઈ ગામમાં દીક્ષા આપીને ‘નિષ્કુળાનંદ સ્વામી’ નામ આપ્યું.
- નામનો અર્થ — ‘નિષ્કુળાનંદ’ એટલે કે જે કુળ (માયા, સંસાર)થી રહિત અને પરમ વૈરાગ્યમાં સ્થિર હોય.
વૈરાગ્ય અને ત્યાગ
- વૈરાગ્યમૂર્તિ: તેમની પ્રસિદ્ધ પંક્તિ — “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી.”
- આત્મસંયમ: તેઓ ખોરાક, રહેઠાણ કે વસ્ત્રોમાં આસક્ત નહોતા; માત્ર એક નાળિયેરના કાચલાનો ઉપયોગ ભોજન અને પાણી માટે કરતા.
- ધનનો ત્યાગ: એક પ્રસંગે શ્રીજી મહારાજે ધન પરિક્ષા લીધી, અને તેમણે તરત જ વૈરાગ્ય દર્શાવ્યું. વચનામૃત (ગઢડા અંત્ય ૨૬)માં શ્રીહરિએ તેમની પ્રશંસા કરી છે.
સાહિત્ય અને કલા યોગદાન
નિષ્કુળાનંદ સ્વામીએ ગુજરાતી ભાષાને ધર્મ અને વૈરાગ્યથી ઓતપ્રોત અમૂલ્ય કાવ્યસાહિત્ય આપ્યું છે.
- નિષ્કુળાનંદ કાવ્ય: ૨૨થી ૨૪ ગ્રંથોનો સંગ્રહ, જે સંપ્રદાયના મુખ્ય સાહિત્ય ગ્રંથોમાંનો એક છે.
- મુખ્ય ગ્રંથો:
- ભક્તચિંતામણિ: ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર અને લીલાઓનું ભક્તિપૂર્ણ વર્ણન કરતો લોકપ્રિય ગ્રંથ.
- યમદંડ: શ્રીજી મહારાજની આજ્ઞાથી લખાયેલ ગ્રંથ, જેમાં યમપુરીની યાતનાઓનું વર્ણન કરી ધર્મ તરફ વાળવાની પ્રેરણા આપવામાં આવી છે.
- અન્ય ગ્રંથો: વચનવિધિ, સારસિદ્ધિ, સ્નેહગીતા, હરિબળગીતા, ધીરજાખ્યાન, ચોસઠપદી, પુરુષોત્તમ પ્રકાશ, કલ્યાણનિર્ણય.
- ચોસઠપદી: સાચા સંતનાં લક્ષણો અને ખોટા સંતોની ઓળખની વિધિ સમજાવતો ગ્રંથ.
- કલા યોગદાન: ઉત્તમ શિલ્પકાર તરીકે વડતાલમાં ફૂલડોલ ઉત્સવ માટે બાર દરવાજાવાળો હિંડોળો બનાવી શ્રીહરિને અર્પણ કર્યો.
ધામ ગમન
તેમનું અક્ષરવાસ સંવત ૧૯૦૪ (ઈ.સ. ૧૮૪૮)માં, ૮૨ વર્ષની વયે ધોલેરા ખાતે થયું.
સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી
સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ સમર્થ સંતોમાંના એક હતા,
જેમને
ભગવાન સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી)ના
મુખ્ય અષ્ટ મહાસિદ્ધિ યુક્ત સંત તરીકે ઓળખવામાં આવે છે.
પૂર્વાશ્રમ (બાળપણ)
- પૂર્વાશ્રમનું નામ: શીતળદાસ (વિપ્ર – બ્રાહ્મણ)
- ગામ: ઝરણાપરણા, ઉત્તર ભારત (ઉત્તર પ્રદેશ)
- કુળ: એકલશૃંગી ઋષિના વંશજ
- જીવનની શરૂઆત: શીતળદાસ ઈશ્વરની શોધમાં ઘર છોડીને વૈરાગી વેષમાં તીર્થયાત્રા કરતા હતા.
ભગવાન સ્વામિનારાયણ સાથે મિલન અને દીક્ષા
- પ્રથમ મિલન: શીતળદાસ દ્વારકા જતા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે ફરેણીમાં
રામાનંદ સ્વામી સાક્ષાત્ ઈશ્વર છે. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં
રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ચૂક્યા હતા.
- શ્રીજી મહારાજ સાથે મુલાકાત: નિરાશ થયેલા શીતળદાસને યુવાન
સહજાનંદ સ્વામી (ભગવાન સ્વામિનારાયણ)ના દર્શન થયા.
- સ્વામિનારાયણ મહામંત્રનો જપ: સહજાનંદ સ્વામીએ શીતળદાસને “સ્વામિનારાયણ”
નામનો જપ કરવાનું કહ્યું. જેમ જ તેમણે મંત્રનો જપ શરૂ કર્યો, તેમને સમાધિ થઈ અને
રામાનંદ સ્વામી તથા
શ્રીહરિનું દિવ્ય સુખ પ્રાપ્ત થયું.
- દીક્ષા: ભગવાન સ્વામિનારાયણે તેમને દીક્ષા આપી અને નામ આપ્યું —
વ્યાપકાનંદ સ્વામી.
મુખ્ય સિદ્ધિઓ અને પ્રસંગો
- અલૌકિક યોગસિદ્ધિઓ: વ્યાપકાનંદ સ્વામી તેમની યોગસિદ્ધિ અને દિવ્ય પ્રતાપ માટે જાણીતા હતા.
- સ્વામિનારાયણ મહામંત્રનો પ્રથમ જપ: વિશ્વમાં પ્રથમ વાર
“શ્રી સ્વામિનારાયણ” મહામંત્રનો જપ કરનાર તેઓ હતા.
- મૃત ઘોડીને જીવતદાન: હમીર ખાચરની મરેલી ઘોડીને
સ્વામિનારાયણ મંત્રના જપથી જીવંત કરી.
- વેણીરામનો પ્રસંગ: લખનૌના વેણીરામને મુસલમાન બનવાના આદેશથી બચાવ્યા;
શ્રીજી મહારાજે સ્વયં એક કરોડ રૂપિયાનું દંડ ભરી દીધો.
- મૃત પુત્રને જીવતો કર્યો: એક બ્રાહ્મણના મૃત પુત્રના કાનમાં
સ્વામિનારાયણ મંત્ર બોલીને જીવિત કર્યો.
- વાસુકિ નાગ મંદિરનો પ્રસંગ: ભ્રમ દૂર કરી શ્રીહરિની લીલા સમજી અને તેમની પરમશક્તિ સ્વીકારી.
આમ, સદ્ગુરુ વ્યાપકાનંદ સ્વામી
ભગવાન શ્રી સ્વામિનારાયણના
અનન્ય, શક્તિસંપન્ન અને સમર્પિત સંત તરીકે સંપ્રદાયમાં અવિસ્મરણીય સ્થાન ધરાવે છે.
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી (મૂળ નામ
: મૂળજી જાની)
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતોમાંના એક હતા.
જન્મ અને જીવન
- જન્મ: ૨૮ સપ્ટેમ્બર ૧૭૮૪ (વિક્રમ સંવત ૧૮૪૧, આસો સુદ પૂનમ)
- જન્મસ્થળ: ભદ્રા, ગુજરાત, ભારત
- પિતાનું નામ: ભોળનાથ
- માતાનું નામ: સકરબા
- મૂળ નામ: મૂળજી જાની (શર્મા)
- દીક્ષા: ૧૮૧૦ (૨૫ વર્ષની ઉંમરે)
- ધામ ગમન: ૧૧ ઓક્ટોબર ૧૮૬૭ (વિક્રમ સંવત ૧૯૨૩, આસો સુદ ૧૩)
- સ્થળ: ગોંડલ, ગુજરાત
અખંડ ભક્તિ
તેમની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અજોડ અને અખંડ હતી.
તેઓ કહેતા કે —
“ક્ષણ વાર જો અમારે મૂર્તિ ભુલાય તો તાળવું ફાટી જાય!”
દીક્ષા
ડભાણ ખાતેના સ્વામિનારાયણ ઉત્સવ દરમિયાન,
ભગવાન સ્વામિનારાયણ તેમને ગુણાતીતાનંદ સ્વામી નામ આપી દીક્ષા આપી હતી.
જૂનાગઢના મહંત
ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા કરીને
ગુણાતીતાનંદ સ્વામીને તેનું મહંતપદ સોંપ્યું.
- તેમણે આશરે ૪૦ વર્ષ સુધી મંદિરના મહંત તરીકે સેવા આપી.
- સત્સંગનો અદ્ભુત વિકાસ કર્યો.
- મહંત હોવા છતાં, પોતે મંદિરનો ચોક વાળતા અને સેવામાં અગ્રેસર રહેતા.
ઉપદેશ અને વારસો
- સ્વામીની વાતો: તેમના ઉપદેશો, કથાઓ અને પ્રવચનોનો સંગ્રહ
“સ્વામીની વાતો” નામના ગ્રંથમાં સંપાદિત કરાયો છે,
જે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય અને રહસ્ય ગ્રંથ છે.
- મુખ્ય સંદેશ: આત્મા-અનાત્માનો વિવેક સમજીને બ્રહ્મરૂપ થવું અને
અખંડ ભગવાનની ભક્તિ કરવી એ તેમની વાણીનો સાર છે.
ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ઉમદા સેવા, અનન્ય ભક્તિ અને
અખંડ ભગવાનના સ્વરૂપના જ્ઞાનનું પ્રતીક છે.
તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય અને પરમ પ્રિય સંત તરીકે ગણાય છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ
શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક (Headquarter) છે,
જે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની બે મુખ્ય ગાદીઓમાંથી એક છે
(બીજી ગાદી અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ ની છે).
સ્થાપના
આ મંદિરનું નિર્માણ ભગવાન
શ્રી સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી)ના આદેશથી થયું હતું અને તે શ્રી બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ ફક્ત ૧૫ મહિનામાં પૂર્ણ થયું હતું.
પ્રતિષ્ઠા
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે
૩ નવેમ્બર, ૧૮૨૪ના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
સ્થાપિત દેવો
- મધ્ય ગર્ભગૃહ: અહીં મુખ્યત્વે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એવમ શ્રી રણછોડરાયજીની મૂર્તિઓ સ્થાપિત છે.
- જમણું ગર્ભગૃહ: અહીં શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ છે.
- ડાબું ગર્ભગૃહ: અહીં શ્રી વાસુદેવ, શ્રી ધર્મપિતા અને
શ્રી ભક્તિમાતાની મૂર્તિઓ છે.
સ્થાપત્ય
- મંદિરનો આકાર કમળ જેવો છે.
- તેમાં અંદરના ભાગમાં નવ ઘુમ્મટો (ગુંબજો) છે,
જે તેને એક દુર્લભ સ્થાપત્ય નમૂનો બનાવે છે.
- મંદિરના સ્તંભો પર રંગબેરંગી અને કલાત્મક પથ્થરની કોતરણી છે,
જે પ્રાચીન શિલ્પકલાનું સુંદર ઉદાહરણ છે.
શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર, ગઢડા
શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર, ગઢડા એ
ભગવાન શ્રી સ્વામિનારાયણનું મુખ્ય નિવાસસ્થાન હતું,
જ્યાં તેમણે તેમના જીવનના લગભગ ૨૯ વર્ષ કરતાં વધુ સમય ગાળ્યો હતો.
આ મંદિર તેમના દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા છ મૂળ મંદિરો પૈકીનું છે
અને તે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી હેઠળ આવે છે.
સ્થાન
આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લામાં
ઘેલા નદીના કિનારે આવેલું છે.
સ્થાપના
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે
૯ ઓક્ટોબર, ૧૮૨૮ (વિક્રમ સંવત ૧૮૮૪, આસો સુદ પૂનમ) ના રોજ
આ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
મંદિર નિર્માણનું કાર્ય મુખ્યત્વે
સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું.
સ્થાપિત દેવો
- મધ્ય ગર્ભગૃહ :
શ્રી ગોપીનાથજી મહારાજ (શ્રીકૃષ્ણ),
શ્રી રાધિકાજી અને
શ્રી હરિકૃષ્ણ મહારાજ
(ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ) બિરાજમાન છે.
- જમણું ગર્ભગૃહ:
શ્રી વાસુદેવ નારાયણ ,શ્રી ધર્મ પિતા અને શ્રી ભક્તિ માતા ની મૂર્તિઓ સ્થાપિત છે.
- ડાબું ગર્ભગૃહ : શ્રી સૂર્યનારાયણ દેવ , શ્રી કૃષ્ણ, શ્રી બલરામજી, શ્રી રેવતીજી
સ્થાપત્ય અને વિશેષતાઓ
- આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે, જેની ડિઝાઇન
શાસ્ત્રોક્ત નિયમો અનુસાર બનાવવામાં આવી છે.
- દાદા ખાચરનો દરબાર: મંદિરની પાસે જ દાદા ખાચરનો દરબાર આવેલો છે. જે ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ ભક્ત હતા
અને જ્યાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા. આ દરબાર આજે પણ અકબંધ છે.
- અક્ષર ઓરડી: આ તે પવિત્ર ઓરડી છે જ્યાં
ભગવાન સ્વામિનારાયણ ધ્યાન, પૂજા અને ધર્મસભા કરતા હતા.
અહીં તેમની પ્રસાદીની વસ્તુઓ (વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓ) સચવાયેલી છે.
- ઘેલા નદી: નદીના કિનારે
ગંગા જળિયા કૂવો અને લિલાવડી તળાવ આવેલાં છે,
જે ભગવાનની દિવ્ય લીલાઓ સાથે જોડાયેલા છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર (નરનારાયણ દેવ ગાદી)
શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર (નરનારાયણ દેવ ગાદી)
આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું
સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર છે, જેનું નિર્માણ
ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશથી કરવામાં આવ્યું હતું.
તે શ્રી નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક (Headquarters) છે,
જે સંપ્રદાયની બે મુખ્ય ગાદીઓમાંથી એક છે.
સ્થાન
આ મંદિર અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલું છે,
જે જૂના શહેરની હેરિટેજ વોકનું પણ એક મુખ્ય કેન્દ્ર છે.
સ્થાપના
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે
વિક્રમ સંવત ૧૮૭૮, ફાગણ સુદ ત્રીજ
(સોમવાર, ૨૪ ફેબ્રુઆરી, ૧૮૨૨)ના રોજ આ મંદિરમાં
મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
તેમણે મંદિર નિર્માણની જવાબદારી તેમના શિષ્ય
સદ્ગુરુ શ્રી આનંદાનંદ સ્વામીને સોંપી હતી.
મંદિર નિર્માણ માટેની જમીન બ્રિટિશ સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. જમીન ના દસ્તાવેજ લંડન સ્થિત રાણી વિક્ટોરિયા દ્વારા કરવામાં આવેલ હતો.
સ્થાપિત દેવો
- મધ્ય ગર્ભગૃહ : અહીં મુખ્ય દેવતા
શ્રી નરનારાયણ દેવની પ્રતિમાઓ સ્થાપિત છે.
- અન્ય ગર્ભગૃહ: અહીં
શ્રી રાધાકૃષ્ણ દેવ,
શ્રી ધર્મ-ભક્તિ માતા અને
શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે.
- રંગ મહોંલ: અહીં
બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ સ્થાપિત છે.
સ્થાપત્ય
- મંદિરનું નિર્માણ શાસ્ત્રોક્ત નિયમો અનુસાર
શુદ્ધ બર્મા-સાગના લાકડામાં જટિલ કોતરણી સાથે કરવામાં આવ્યું છે.
- તેમાં દેવી-દેવતાઓના પ્રસંગો, શુભ પ્રતીકો અને ધાર્મિક ચિહ્નો દર્શાવતી સુંદર કલાત્મક શિલ્પો છે.
- તે ગુજરાત અને ભારતના સામાજિક-ધાર્મિક ઇતિહાસમાં
એક અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ગણાય છે.
શ્રી નરનારાયણ દેવ મંદિર, કચ્છ-ભૂજ
શ્રી નરનારાયણ દેવ મંદિર, કચ્છ-ભૂજ
આ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા તેમના જીવનકાળમાં સ્થાપિત કરવામાં આવેલા છ મૂળ મંદિરો પૈકીનું એક છે.
તે અમદાવાદ નરનારાયણ દેવ ગાદી હેઠળ આવે છે અને
કચ્છ વિસ્તારનું મુખ્ય ધામ છે.
મૂળ મંદિરનો ઇતિહાસ
કચ્છના ભક્તોની વિનંતીથી
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે
૧૫ મે, ૧૮૨૩ (વિક્રમ સંવત ૧૮૭૯)ના રોજ
મૂળ મંદિરનું નિર્માણ કરાવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
નવા મંદિરનું નિર્માણ (નૂતન મંદિર)
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં મૂળ મંદિરને મોટું નુકસાન થયું હતું,
જો કે ચમત્કારિક રીતે પવિત્ર મૂર્તિઓ અખંડ રહી હતી.
આ અતિભયાનક નુકસાનને પગલે,
આચાર્ય મહારાજશ્રી, સંતો અને
દેશ-વિદેશના ભક્તોના સહયોગથી મૂળ સ્થળથી થોડે દૂર
એક ભવ્ય નવું મંદિર (નૂતન મંદિર) બનાવવાનો નિર્ણય લેવાયો.
આ નૂતન મંદિરનું ઉદ્ઘાટન ૧૫ થી ૨૩ મે, ૨૦૧૦ દરમિયાન કરવામાં આવ્યું હતું.
સ્થાપિત દેવો
-
શ્રી નરનારાયણ દેવ
શ્રી હરિકૃષ્ણ મહારાજ
- ડાબું ગર્ભગૃહ :
શ્રી ઘનશ્યામ મહારાજ
- જમણું ગર્ભગૃહ :
શ્રી રાધાકૃષ્ણ દેવ
શ્રી વાસુદેવજી
વગેરેની મૂર્તિઓ સ્થાપિત છે.
- મંદિરના મુખ્ય ચોક (રૂપ ચોકી):
શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
સ્થાપત્ય અને વિશેષતાઓ (નૂતન મંદિર)
- નવું મંદિર સંપૂર્ણપણે શ્વેત આરસ (વ્હાઇટ માર્બલ) અને સોનામાંથી બનાવવામાં આવ્યું છે,
જે તેની ભવ્યતામાં વધારો કરે છે.
- તે લગભગ ૩૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં
૭ ઊંચા શિખરો, એક વિશાળ કેન્દ્રીય ગુંબજ અને
૨૫ નાના ગુંબજો છે.
- મંદિરના સ્તંભો અને છત પર અતિ સુંદર અને ઝીણવટભરી કોતરણી કરવામાં આવી છે.
- મંદિર સંકુલમાં અક્ષર ભુવન આવેલું છે, જેમાં
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનકાળમાં ઉપયોગ કરેલી વ્યક્તિગત પ્રસાદીની વસ્તુઓ સંગ્રહાયેલી છે.
- સંકુલમાં સભામંડપ, ભોજનાલય, સંત નિવાસ અને દર્શનાર્થીઓ માટે વિશ્રામ ભવન પણ આવેલાં છે.
શ્રી રાધારમણ દેવ મંદિર, જૂનાગઢ
શ્રી રાધારમણ દેવ મંદિર, જૂનાગઢ
આ મંદિર
ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા તેમના જીવનકાળમાં સ્થાપિત કરવામાં આવેલા છ મૂળ મંદિરો પૈકીનું એક છે.
તે
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી હેઠળ આવે છે.
સ્થાન
આ મંદિર જૂનાગઢ શહેરની મધ્યમાં,
ગિરનાર પર્વતની તળેટીની નજીક આવેલું છે.
સ્થાપના
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે
૧ મે, ૧૮૨૮ (વિક્રમ સંવત ૧૮૮૪, વૈશાખ વદ બીજ)ના રોજ,
સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી દ્વારા તૈયાર કરાયેલા
આ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
આ મંદિરનું નિર્માણ કાર્ય મુખ્યત્વે
સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું.
તેમણે પોતે આ મંદિરનું સ્થાપત્ય અને કોતરણીની ડિઝાઇન તૈયાર કરી હતી.
સ્થાપિત દેવો
- મધ્ય ગર્ભગૃહ:
શ્રી રાધારમણ દેવ (શ્રીકૃષ્ણ) અને
શ્રી હરિકૃષ્ણ મહારાજ (ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્વરૂપ) બિરાજમાન છે.
- અન્ય ગર્ભગૃહ:
શ્રી સિદ્ધેશ્વર મહાદેવ,
શ્રી પાર્વતીજી,
શ્રી ગણપતિજી,
શ્રી સૂર્યનારાયણ દેવ અને
શ્રી હનુમાનજીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.
સ્થાપત્ય અને વિશેષતાઓ
- મંદિર ત્રણ ઊંચા શિખરો ધરાવે છે અને તેની ઊંચાઈ લગભગ ૮૫ ફૂટ જેટલી છે,
જે દૂરથી પણ દેખાય છે.
- આ મંદિરની વિશેષતા તેના કલાત્મક અને પથ્થરમાં કંડારેલા શિલ્પો છે,
જે બ્રહ્માનંદ સ્વામીની કલા અને કવિત્વશક્તિનો પરિચય કરાવે છે.
- મંદિરના પટાંગણમાં આનંદ મુનિ હોલ અને અન્ય ભવનો આવેલાં છે.
- સંકુલની અંદર પ્રસાદીની ઓરડી છે, જ્યાં
ભગવાન શ્રી સ્વામિનારાયણ
જૂનાગઢ રોકાણ દરમિયાન બિરાજ્યા હતા અને તેમણે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ સચવાયેલી છે.
શ્રી મદનમોહનજી મહારાજ મંદિર, ધોલેરા
શ્રી મદનમોહનજી મહારાજ મંદિર, ધોલેરા
ધોલેરાનું મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા તેમના જીવનકાળ દરમિયાન
સ્વયં સ્થાપિત કરવામાં આવેલા છ મૂળ મંદિરો
(અમદાવાદ, ભૂજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા)
પૈકીનું એક છે.
સ્થાન
આ મંદિર ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આવેલું છે,
જે એક સમયનું પ્રાચીન બંદર-શહેર તરીકે ઓળખાતું હતું.
સ્થાપના
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે
વિક્રમ સંવત ૧૮૮૨, વૈશાખ સુદ તેરસ
(શુક્રવાર, ૧૯ મે, ૧૮૨૬)ના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી.
મંદિર નિર્માણનું કાર્ય મુખ્યત્વે
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી,
સદ્ગુરુ શ્રી આત્માનંદ સ્વામી,
સદ્ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલ છે.
સ્થાપિત દેવો
- મુખ્ય ગર્ભગૃહ :
શ્રી મદનમોહનજી મહારાજ,
શ્રી રાધાજી અને
શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે.
- અન્ય મૂર્તિઓમાં શ્રી ઘનશ્યામ મહારાજ,હનુમાનજી,
ગણપતિજી,
શેષશાયી,
સૂર્યનારાયણ,
ધર્મ-ભક્તિ વગેરેની પ્રતિમાઓ સ્થાપિત છે.
વિશેષતા
- મંદિર ત્રણ શિખરો (ઘુમ્મટો) ધરાવતું ભવ્ય અને પ્રાચીન સ્થાપત્ય ધરાવે છે.
- મંદિરની કોતરણી અને ડિઝાઇનમાં
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો
કલા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સ્પષ્ટ દેખાય છે.
- સ્થાનિક દરબાર પૂંજાભાઈએ મંદિર નિર્માણ માટેની જમીન દાનમાં આપી હતી.
શ્રી દાદાખાચર
આત્મનિવેદી ભક્તરાજ શ્રીહરિ પ્રત્યે વિશ્વાસની પ્રત્યક્ષ મૂર્તિ સમા અભયપુત્ર
દાદાખાચરનું જીવનવૃત્તાંત આલેખવું અતિ અઘરું છે.
શ્રીહરિને પોતાના દરબારમાં રાખીને પોતાના દરબારને સાધુઓના મઠમાં પરિવર્તિત કરી નાખ્યો.
દાદાના દરબારમાં સાધુઓનો કાયમી પડાવ રહેતો.
નાનું ગઢડું એક મોટું યાત્રાધામ બન્યું હોય તો તે બધું જ દાદાખાચરને આભારી છે.
ભગવાન પુરૂષોત્તમનારાયણને પોતાના નાનકડા દરબારમાં મમત્વ કરાવી દેનાર દાદાના મનમાં
પ્રબળ પ્રેમ, ભક્તિ અને અડગ વિશ્વાસ હતો.
ભગવાન સ્વામિનારાયણની ગમે તેવી આજ્ઞાઓમાં જેમને લેશમાત્ર તર્ક જ ન થયો હોય એવા તો એક દાદાખાચર હતા.
આજ્ઞાપાલનના પ્રસંગો
એકવાર પોતાના દરબારમાં નવા ઓરડા બનાવ્યા. તૈયાર થઈ ગયા પછી મહારાજ કહે, “આ તો સારા નથી લાગતા, પડાવી નાખો અને ફરીથી બનાવો.”
બધું પાડીને ફરી બનાવ્યું. પછી કહ્યું, “વધુ ઊંચા થઈ ગયા છે, થોડા ઉતારાવો.”
આ રીતે વારંવાર આજ્ઞા બદલાતી છતાં દાદાખાચરના મનમાં ક્યારેય અણગમો કે સંશય ન આવ્યો.
એક વખત મહારાજ કહે, “દાદાખાચર, તમારે પુત્ર નથી, એટલે તમારો ગરાસ તમારી સાંખ્યયોગી બહેનોને લખી આપો.”
દાદાખાચરે તાત્કાલિક દસ્તાવેજ બનાવી સોંપી દીધો.
“હવે શું કરશો?” પૂછતાં કહ્યું — “ભાવનગર જઈને નોકરી કરીશ.”
મહારાજ કહે, “બીજાની નોકરી કરતાં તમારી બહેનોની જ નોકરી કરો.”
પછી એ દસ્તાવેજ મહારાજે પાછો મંગાવી ફાડી નાખ્યો.
એમનો અડગ વિશ્વાસ જોઈને મહારાજ તેમને ઘણીવાર વખાણતા.
દાદાખાચર પર શ્રીહરિનો પ્રસન્નભાવ
એકવાર જીવાખાચરે પૂછ્યું, “મહારાજ, દાદામાં એવું શું છે કે તમે હંમેશા એના વખાણ કરો છો?”
મહારાજ બોલ્યા, “દાદો તે દાદો જ છે, એની સમકક્ષ કોઈ નથી.”
પછી એક પ્રસંગે વરસાદમાં ભિક્ષુક અગ્નિ સળગાવી શકતો નહોતો.
મહારાજે જીવાખાચર અને દાદાખાચરને પૂછ્યું —
“આવા યાત્રિકો માટે ધર્મશાળા બંધાવો?”
જીવાખાચર કહે, “મહારાજ, બધા માટે ક્યાં ધર્મશાળાઓ બંધાવીએ?”
દાદાખાચર બોલ્યા, “મહારાજ આજ્ઞા હોય તો હું એ ભિક્ષુકને ઘેર લઈ જઉં,
મારું ઘર યાત્રિકો માટે ખાલી કરી દઈશ.”
મહારાજે જીવાખાચર તરફ જોઈને કહ્યું,
“તમે કેવો જવાબ આપ્યો અને દાદાએ કેવો જવાબ આપ્યો!
આ માટે અમે દાદાને વખાણીએ છીએ.”
મહારાજનો દાદા પ્રત્યેનો અપરંપાર સ્નેહ
આવા વિશ્વાસી દાદાખાચરનો વ્યવહાર મહારાજે પોતે જ સંભાળ્યો.
એમના ગરાસની રક્ષા માટે ત્યાગી પાર્ષદો હથિયાર ધારણ કરી તૈયાર રહેતા.
લોકમાં ભલે અયોગ્ય દેખાય એવું કોઈ કાર્ય પણ જો દાદાખાચર માટે હોય,
તો મહારાજ તેને કરવા તૈયાર થઈ જતા.
એ રીતે મહારાજે દાદાનું પુનર્લગ્ન પણ સ્વયં કરાવ્યું,
જેમાં તમામ સાધુઓ અને શ્રીહરિ જાતે જ ઉપસ્થિત રહ્યા.
ઉપસંહાર
આવા ધન્યભાગી દાદાખાચરએ પોતાનું તન-મન-ધન
શ્રી સ્વામિનારાયણને અર્પણ કરીને પોતે પ્રાતઃસ્મરણીય બની ગયા.
આજે પણ જ્યારે સત્સંગી વચનામૃત વાંચે,
ત્યારે પ્રથમ સ્મરણ આવે —“દાદાખાચરના દરબારમાં…”
શ્રી સુંદરજી સુતાર
કચ્છ ભુજના વતની સુંદરજી સુતાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા.
સ્વામીએ પોતાની હયાતીમાં કહ્યું હતું
“જુઓ, નીલકંઠરૂપે જે વર્ણિ લોજમાં આવ્યા છે, એ પુરૂષોત્તમનારાયણ પોતે જ છે.
માટે એમની ભક્તિ અને ઉપાસના કરજો.”
ત્યારથી સુંદરજીભાઈને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય ઉપાસના હતી.
જ્યારે મહારાજ કચ્છમાં પધાર્યા ત્યારે તેમણે દર્શન કરીને દૃઢ નિશ્ચય કર્યો.
સુંદરજીભાઈ કચ્છ રાજાના કારભારી હતા.
ગુજરાત-કાઠીયાવાડમાં વૈરાગીઓ સાધુઓને હેરાન કરતા,
પણ કચ્છમાં સ્વામિનારાયણ સંતોને કોઈ પીડતું નહીં.
સૌ જાણતા કે તેઓ સુંદરજી સુતારના સાધુ છે.
સુંદરજીભાઈ પોતે કવિ પણ હતા.
તેમણે પોતાની કવિતાઓમાં મહારાજની સ્તુતિ કરીને ભક્તિભાવથી ભરપૂર સાહિત્ય રચ્યું.
કચ્છ રાજ્યમાં તેમનું ઘણું માન હતું,
પણ શ્રીહરિની આગળ હંમેશાં દાસભાવથી રહેતા.
આજ્ઞાપાલનનો પ્રસંગ
એકવાર કચ્છના રાજાનું ખાંડુ પરણાવીને પરત ફરતા રસ્તામાં,
બંધીયા ગામમાં ખબર મળી કે મહારાજ ત્યાં છે.
સુંદરજીભાઈ લશ્કરને ભાગોળે રોકીને દર્શન માટે ગયા.
મહારાજે પૂછ્યું — “કોણ છો?”
તેમણે જવાબ આપ્યો — “દાસ છું.”
“દાસના શું લક્ષણ?” — મહારાજે પૂછ્યું.
“સ્વામીની આજ્ઞામાં વર્તવું,” એમ તેમણે જવાબ આપ્યો.
મહારાજે કહ્યું
“તો આજ્ઞા કરીએ છીએ કે તમારાં રાજઠાઠનાં વસ્ત્રો કાઢી નાંખો,
મૂછો-દાઢી મુંડાવી સાધુ થઈ જાઓ.”
સુંદરજીભાઈએ તત્કાળ આજ્ઞા પાળી.
પછી કહ્યું — “હવે કાશીની યાત્રા પર જાઓ.”
તેઓ રાજકીય જવાબદારીઓ ભૂલી તરત યાત્રા ચાલ્યા ગયા.
પછી મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામી પાસે પૂછ્યું
“બરાબર કર્યું ને?”
સ્વામીએ કહ્યું:
“મહારાજ, તમે કરતા હશો તે બરાબર જ હોય,
પણ કચ્છના રાજાને રોષ આવશે.”
મહારાજે કહ્યું :
“તો ખોટું થયું,” અને તેમને પાછા બોલાવ્યા.
“હવે તમારાં રાજવસ્ત્રો પહેરી કાર્ય કરો,” એમ આજ્ઞા આપી.
અને કહ્યું —
“દાસ તો આવા જ જોઈએ.”
બુદ્ધિ અને ભક્તિનું સંતુલન
કચ્છ પહોંચ્યા ત્યારે રાજાએ પૂછ્યું —
“સુંદરજી, મુંડન કેમ કરાવ્યું?”
તેમણે સમજદારીપૂર્વક કહ્યું —
“મારે બાધા હતી કે કુંવરનું લગ્ન નિર્વિઘ્ન થાય તો
ઈષ્ટદેવની આગળ ભદ્ર કરાવવું — તેથી મુંડન કર્યું.”
રાજા બહુ પ્રસન્ન થયા.
ભક્તાધીન ભગવાન
એકવાર સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી
“પ્રભુ, જ્યાં સુધી અમે રજા ન આપીએ,
ત્યાં સુધી તમે ઘેર અખંડ નિવાસ કરો.”
ભગવાને ‘તથાસ્તુ’ કહી બેઠા,
પણ બાદમાં અનંત જીવના કલ્યાણ માટે અકળાયા.
પછી એક વખત રાજાનો મંત્રી જગજીવન,
જે મહારાજનો દ્વેષી હતો, તેમને મળવા આવવાનો હતો.
મહારાજે કહ્યું
“અમે મેડી ઉપર બેસી જઈએ છીએ,
પુછે તો કહેજો — ‘અહીં નથી’.”
જગજીવન આવ્યો અને પૂછ્યું
“સ્વામિનારાયણ તમારે ઘેર છે?”
સુંદરજીભાઈ બોલ્યા — “ના, અહીં નથી.”
એટલામાં મહારાજે બારીમાંથી કહ્યું
“હા, અમે છીએ — બોલ તારે શું કામ છે?”
જગજીવન ધૂંધવાઈ ગુસ્સે થઈ રહ્યો.
પછી મહારાજે ગંગારામભાઈના ઘેર જવાનું કહ્યું.
પછી સુંદરજીભાઈને સમજાયું કે
મહારાજે યુક્તિપૂર્વક ‘રજા મેળવવાની’ રીત કરી હતી.
આવા પવિત્ર અને મહાભક્ત સુંદરજીભાઈ હતા.
તેમના ભાઈ હીરજીભાઈ પણ એટલા જ પવિત્ર હતા.
શ્રી પર્વતભાઈ
સામાન્ય સત્સંગી પણ પર્વતભાઈના નામથી અજાણ્યો નહિ હોય. સહજાનંદ સ્વામી પાસે જનક અંબરીષ જેવા ગૃહસ્થ હરિભક્તોની ગણતરીમાં પર્વતભાઈનું નામ પહેલી હરોળમાં રહેતું. સંસારમાં રહીને ત્યાગવૃત્તિ રાખવી સરળ નથી. માલમિલ્કત અને પરિવાર તરફથી સતત અનાસક્તિ એ ભગવાન પુરુષોત્તમનારાયણની કૃપા અને તેમના નિશ્ચયથી જ શક્ય બને છે.
સૌરાષ્ટ્રના અગત્રાઈ ગામે પર્વતભાઈ રહેતા હતા. રામાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરેલાં. પછી પીપલાણામાં શ્રીહરિ સાથે સ્વામી રહેતા ત્યારે પર્વતભાઈ દર્શન માટે ગયા. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું — “આટલા દિવસ અમે કહેતા હતા કે અમે તો ડુગડુગી વગાડીએ છીએ અને ખેલ કરનારા પાછળ આવે છે — આ રહ્યા,” એમ શ્રીહરિ તરફ ઈશારો કર્યો.
સ્વામી ધામમાં ગયા પછી પર્વતભાઈ અખંડ મહારાજનું ભજન કરતા. ખેતીવ્યવહાર ચાલુ હોય છતાં હૃદયમાં અખંડ સ્મરણ રહેતું. એમની પૂજા ભગવાન પ્રત્યક્ષ સ્વીકારતા. એકવાર સાંતી ચલાવતાં માનસી-પૂજા કરતા હતા, જેમાં તેઓ મહારાજને દહીં અને રોટલો જમાડતા. સાથેના માણસે વિચાર્યું કે પર્વતભાઈ ઊંઘી ગયા છે અને પાછળથી ઠેબો મારતાં દહીં-રોટલો જમીન પર પડી ગયા.
પર્વતભાઈએ કહ્યું — “દહીં અને રોટલો મહારાજને જમાડતો હતો, ઠેબાથી મારી હાથે પડી ગયો.” એ વ્યક્તિએ માફી માંગી. આ પ્રસંગથી પર્વતભાઈની માનસી-ભક્તિની ઊંડાઈ સમજાય છે.
પર્વતભાઈને સંતમાં કેટલી આત્મબુદ્ધિ હતી તે નીચેના પ્રસંગોથી સમજાય છે. એકવાર ખેતરની બધી ઉપજ ગાડાંમાં ભરી ગઢડામાં લાવ્યા. મહારાજે પૂછ્યું — “છોકરાં માટે થોડું રાખવું હતું ને?” પર્વતભાઈએ જવાબ આપ્યો — “કણબીનાં છોકરાં અને કુકડાં બેય સરખાં. ગમે ત્યાંથી દાણા વીણી ખાય. સંતોની સેવામાં આ વસ્તુઓ વપરાય એમાં જ અમારું મોટું ભાગ્ય છે.”
એકવાર મહારાજે શેરડીનો પ્રસાદ પર્વતભાઈને આપ્યો. પર્વતભાઈએ કહ્યું — “શેરડી મારીથી નહિ ખવાય, અમારા ભગવાન ખાતા નથી એટલે.” મહારાજે કહ્યું — “પણ અમે તો જમીએ છીએ.” પર્વતભાઈએ જવાબ આપ્યો — “અમારા પહેલા ભગવાન તો આ સંતો છે. એમના ઉપદેશથી તમારો નિશ્ચય થયો છે. એ કોઈ શેરડી નથી ખાતા એટલે હું પણ નથી ખાતો.” ત્યારબાદ મહારાજે સંતોને પ્રસાદ જમાડ્યો અને પછી પર્વતભાઈએ શેરડીની પ્રસાદી લીધી.
ઘણીવાર સભામાં અને કાઠીઓ આગળ મહારાજ પર્વતભાઈની પ્રશંસા કરતા. કાઠીભક્તો કહેતા કે પર્વતભાઈને ઘેર લઈ જશો તો ખબર પડશે. મહારાજ પર્વતભાઈના ઘેર અગત્રાઈ પધાર્યા. પર્વતભાઈ ઢોલીયો ઢાળીને મહારાજને પધરાવી પાદસેવામાં બેસી ગયા.
થોડાં ઉતાવળિયા અસ્વારોને સંકલ્પ થયો — “મહારાજ વખાણ કરે છે, પણ આ તો નથી પાણી પૂછી રહ્યા. નથી ઘોડાની વ્યવસ્થા કરી.” એમ જાણીને મહારાજે કહ્યું — “પર્વતભાઈ, ઘોડાઓને ક્યાં બાંધવાં? ઘાસચારો અને આ કાઠી દરબારો માટે છાશ-પાણીની સરભરા કરો.” ત્યારે પર્વતભાઈ બોલ્યા — “મહારાજ, શેઠ ઘેર હોય ત્યારે નોકર શું કરે? શેઠની આજ્ઞા પ્રમાણે જ તો વર્તે. આ બધું આપનું છે. તમે માલિક છો, હું નોકર છું.”
મહારાજે ત્યાં રહી લીલાઓ કરી અને જન્માષ્ટમીનો મોટા પાયે સમૈયો મનાવ્યો. બાદમાં ગોપાળાનંદ સ્વામી અગત્રાઈ આવ્યા ત્યારે પર્વતભાઈના પુત્ર મેઘજીએ યાત્રા કરવા જવાનું નક્કી કર્યું. પર્વતભાઈએ કહ્યું — “મૂર્તિમાન આ તીર્થ આવ્યા છે, સમાગમ કર.” છતાં મેઘજી નિકળી ગયો.
ગામની બહાર તે અડસઠ તીર્થોનું ટોળું મળ્યું. તેમણે પૂછ્યું — “કોણ છો?” ટોળાએ જવાબ આપ્યો — “સમગ્ર ભારતના અડસઠ તીર્થો છીએ. ગોપાળાનંદ સ્વામી આ ગામમાં છે એટલે પ્રદક્ષિણા કરીએ છીએ. અને સ્વામીના ચરણમાં અમારો વાસ છે.” મેઘજી તરત જ પાછો ફરી સ્વામીની સેવા કરી પ્રસન્નતા મેળવી.
શ્રી પ્રતાપસિંહરાજા (પાતળભાઈ)
સુવ્રતમુનિએ સૌથી પહેલાં જેમને સત્સંગિજીવન સંભળાવ્યું તે ભાડેરના રાજા પ્રતાપસિંહજી હતા. એમને પાતળભાઈ નામે પણ ઓળખવામાં આવતા. ભાડેરના ધણી હોવા છતાં તેઓ ભગવાન અને સંતની સેવા ખૂબ નમ્રતાથી કરતા. પોતે જેટલા ભક્તિવાળાં હતા, એટલી જ ભક્તિ તેમની પત્નીમાં પણ હતી.
એકવાર મહારાજ ભાડેર પધાર્યા ત્યારે મોટા સમૈયા સાથે પોતાની હવેલીમાં શ્રીહરિને વિરાજમાન કર્યા. ત્યારે પાતળભાઈની પત્ની દર્શન કરવા આવી અને કહ્યું કે મહારાજ, થાળ તૈયાર છે. અત્યારે આજ્ઞા હોય તો દૂધ લાવું. મહારાજે કહ્યું—લાવો. પ્રેમવશ થઈને દૂધના બદલે ખાટી છાશની દોણીમાંથી તાંસળી ભરી લાવ્યાં.
મહારાજે તેમના પ્રેમને વશ થઈને તે આખી તાંસળી પી લીધી અને કહ્યું—“બહુ મીઠું દૂધ છે, શું તેમાં સાકર નાખી છે?” પત્નીએ કહ્યું—ના મહારાજ, અમારી ભેંસોનું દૂધ જ આવું મીઠું હોય છે. પછી બીજી, ત્રીજી તાંસળી લાવ્યાં… આ રીતે છાશની આખી દોણી મહારાજે પી લીધી. તેમને આનંદ થયો કે આજે મહારાજે ઘણું દૂધ પીધું.
પછી મહારાજે થાળ કરી. બાદમાં પાતળભાઈ જમવા બેઠા તો પત્નીએ કહ્યું—આજે દૂધ મહારાજને આપ્યું છે તેથી તમને છાશ આપું છું. વાટકો ભરતા તેઓ બોલ્યા—આ તો દૂધ છે! તપાસ કરતા ખબર પડી કે દૂધની મટુકી ભરેલી જ છે અને મહારાજને તો તેઓએ ખાટી છાશ પાઇ દીધી હતી.
બહુ પસ્તાવો થયો. દોડી જઈ મહારાજ પાસે માફી માંગી. મહારાજે કહ્યું—“ના ના, એ તો દૂધ જ હતું. અમે પ્રેમના ભૂખ્યા છીએ, પદાર્થના નહિ. તમે પ્રેમથી આપ્યું, એટલે અમને એ દૂધ કરતાં પણ વધારે મીઠું લાગ્યું. એટલે તો અમે માગીને પી ગયા. વિદુરના ઘેર કેળાંની છાલ ખાધી હતી, તે પણ પ્રેમને વશ થઈને. તમારી છાશ પણ દૂધ કરતાં વધારે સ્વાદિષ્ટ હતી.”
આવા પાતળભાઈ અને તેમની પત્ની અત્યંત ભક્તિવાળા હતાં. શ્રીહરિ ધામમાં ગયા પછી પાતળભાઈએ રાજ્ય પુત્રોને સોંપીને યાત્રા શરૂ કરી. જગન્નાથપુરમાં સુવ્રતાનંદ સ્વામી મળ્યા અને સત્સંગિજીવન સંભળાવ્યું. એ સાંભળીને તેમની મતિ સંપૂર્ણપણે ભગવાનમાં લીન થઈ ગઈ અને અંતે આ ભૌતિક શરીરનો ત્યાગ કરીને ધામ પધાર્યા.
શ્રી ઝીણાભાઈ
“આ કીર્તનમાં પ્રેમલક્ષણા ભક્તિ કહી છે તેવી પ્રેમલક્ષણા ભક્તિનું અંગ તો ઝીણાભાઈનું છે.” શ્રીહરિએ જેની ભક્તિની આ રીતે પ્રશંસા કરી હોય એવા ભક્તરાજ પંચાળાના ઠાકોર ઝીણાભાઈને કોણ નહિ જાણતું હોય! પોતાની પાસે પંચાળાનું ધણીપણું હોવા છતાં भगवान અને ભક્તની સેવા માટે તેમણે સર્વસ્વ કુરબાન કરી દીધું હતું.
શ્રીજી મહારાજ પાંચસો પરમહંસો અને હજારો હરિભક્તો સાથે પંચાળામાં પધાર્યા હતા. ઝીણાભાઈને મહારાજ પોતાના ઘરે ન પધારે તો ઉદાસ થઈ જતા. એકવાર તેમણે નિયમ રાખ્યો કે મહારાજ પંચાળા ન આવે ત્યાં સુધી માથે બાંધવું નહિ. ગામધણી માણસે ખુલ્લું માથું રાખવું એ અપમાનજનક ગણાતું છતાં એમણે વ્રત પાળ્યું.
વેરાભાઈને આ સહન ન થયું. તેમણે કહ્યું કે તમે માથે બાંધો, હું મહારાજને તેડવા જાઉં છું, ને ન લાવું તો પ્રાણ ત્યાગ કરી દઈશ. વેરાજી ગઢડે ગયા અને મહારાજને વિનંતી કરી. મહારાજે કહ્યું — “અમે પંચાળે નથી આવવાના.” વેરાજી તલવાર લઈને ગળે મૂકવા લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું — “ખબરદાર, અમે પંચાળે આવીએ છીએ. મરતો નહિ.” મહારાજ પંચાળે આવી લાંબો સમય રોકાયા અને મોટી સભાઓ કરી.
એકવાર ઝીણાભાઈ લોયા મહારાજને તેડવા ગયા. મહારાજે કહ્યું — “અમે ગઢડા જવાનું છે.” ઝીણાભાઈ રડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને સમજાવ્યા. પછી શ્રીહરિ પંચાળા પધાર્યા અને ફૂલદોલનો સમૈયો કર્યો. રાસ કરી અને જેટલા સંત હતા તેટલા સ્વરૂપે દર્શન આપ્યા. રંગીન વસ્ત્રો ઝીણાભાઈને પ્રસાદરૂપે આપ્યા.
ઝીણાભાઈને ભગવાનનું જેટલું મહાત્મ્ય હતું તેટલું જ ભક્તનું પણ હતું. માંગરોળના કમળશીભાઈ સત્સંગી હતા અને બીમાર પડયા ત્યારે તેમના કુટુંબીઓ તેમને દુઃખ દેતા હતા. ઝીણાભાઈ એ જાણીને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે “તમે ચાકરી ન કરો તો હું લઈ જઉં.” ખાટલો ઉપાડવા મદદ ન મળતાં પોતે ખાટલા નીચે લાગ્યા. ગામધણી માણસ ખાટલો ઊંચકે છે એ જોઈ ઘણાં લોકો દોડી આવ્યા, પણ ઝીણાભાઈએ કહ્યું — “આ તો અમારા ભાઈ છે,” અને કોઈને ખાટલો ન પકરવા દીધો.
કમળશીને નવરાવવું, જમાડવું, સેવા કરવી—બધું ઝીણાભાઈ પોતે કરતા. એ જોઈ તેમની બહેન અદિબા નારાજ થયા અને ઘરમા મરીયાં પણ નાં પાડી દીધાં. ઝીણાભાઈએ તેઓ સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. કમળશીનું દેહાવસાન થયું ત્યારે તેમને બધી ક્રિયા ઝીણાભાઈએ જ કરી.
આ સેવા ભગવાનના હૃદયમાં રહી. એક વાર ઝીણાભાઈ જુનાગઢમાં માંદા પડ્યા ત્યારે મહારાજ પોતે ત્યાં ગયા. ઝીણાભાઈની માતાએ પૂછ્યું — “હવે મારા ઝીણાને આરામ થઈ જશે?” મહારાજે કહ્યું — “હા, નખમાંય રોગ નહિ રહેવા દઈએ.”
મહારાજે ઝીણાભાઈને પૂછ્યું — “જીવવાની ઈચ્છા હોય તો બોલો.” ઝીણાભાઈ બોલ્યા — “મહારાજ, હવે તમારી સેવામાં રાખો.” મહારાજે પાસે બેસીને તેમને તન તજાવ્યું. આટલું દિવ્ય અંતઃસ્થીતિપૂર્ણ મૃત્યુ ભીષ્મપિતામહને પણ ન મળ્યું.
ઝીણાભાઈના દેહત્યાગનો આઘાત તેમની માતાને ન લાગે તે માટે મહારાજે યુક્તિપૂર્વક વાત કરી. પછી ઝીણાભાઈની ઠાઠડીને મહારાજે પોતાના ખભે ઉઠાવી. મહારાજના સમગ્ર જીવનમાં આ એકમાત્ર અપવાદરૂપ પ્રસંગ હતો. શ્રીહરિ ઝીણાભાઈ પર એટલા પ્રસન્ન હતા.
કેસરમીયાં
વઢવાણ રાજ્યમાં જમાદારની નોકરી કરતા કેસરમીયાં જ્ઞાતિએ મુસલમાન હતા પરંતુ મહારાજના ખૂબ દૃઢ ભક્ત હતા. શીરસાટે સત્સંગ રાખતા અને મહારાજની સાથે ઘણી વખત અંગરક્ષક તરીકે પણ ફરતા. મોટા ઉત્સવોમાં બહારગામથી આવેલા હજારો સત્સંગીઓની ઉઘાડી તલવાર સાથે ચોકી કરતા.
વઢવાણમાં રાજ્યનો ભાણજી મહેતો સ્વામિનારાયણનો જબરું દ્વેષી હતો. તેથી કેસરમીયાં ઉપર ઘણીવાર ચીડાતો. એકવાર કેસરમીયાં કચેરીમાં હતા ત્યારે એક બ્રાહ્મણ આવ્યો અને કહ્યું કે મને દ્વારકાની યાત્રા માટે વીસ રૂપિયા આપો. ત્યારે ભાણજીએ કહ્યું કે સ્વામિનારાયણને ગાળો દે તો મુઠ્ઠીભર રૂપિયા આપું.
કેસરમીયાને ચીડવવા માટે જ ભાણજીએ આ વાત કરી. બ્રાહ્મણ ગાળો બોલવા તૈયાર થયો ત્યારે કેસરમીયાંએ હાક મારી—ખબરદાર! મારા ઈષ્ટદેવને ગાળો બોલીશ તો મારી નાંખીશ. તેમની આ હાકથી પેલા બ્રાહ્મણના મોતીયા મરી ગયા. છતાં ભાણજીએ તેને પ્રોત્સાહિત કર્યો કે બોલ, ગાળો બોલ, આ મીયાં શું કરશે? એટલામાં બ્રાહ્મણે ગાળો બોલ્યો અને તરત જ કેસરમીયાંએ મ્યાનમાંથી તલવાર કાઢીને તેના માથામાં મારી, તે બેભાન થઈ પડ્યો.
ભાણજી મહેતો ગુસ્સે થઈ બોલ્યો—કચેરીમાં જમાદારે મારામારી? તને નોકરીમાંથી કાઢી મૂકું. ત્યારે કેસરમીયાં બોલ્યા—તારી નોકરી જાય જહન્નમેં! મારા ઈષ્ટદેવને ગાળો આપનારને સજા કરવી મારી ફરજ છે. ભાણજી પણ ડરી ગયો, છતાં સત્તાના બળે કેસરમીયાને કાઢી મૂક્યા.
કેસરમીયાં રાજ્યનું મકાન ખાલી કરીને રાણી પાસે રજા માગવા ગયા. રાણીએ કહ્યું—અમારી ત્રણ પેઢી સુધીનો માણસ તું છે, તને રજા નહિ અપાય. હું ભાણજીને છૂટો કરીશ. અને ખરેખર, તેણે ભાણજી મહેતાને કાઢી મૂક્યો અને કેસરમીયાંને ફરી નોકરીમાં રાખ્યા.
એક વખત બહારવટિયા પકડવા પોતાની ટુકડી સાથે નીકળેલા કેસરમીયાં ગઢડા આવ્યા. તેઓએ કહ્યું—ચાલો, અમારા પ્રભુના દર્શન કરીએ. ટુકડીના ઘણા લોકોએ મજાકમાં કહ્યું—જો તમને સોનાની ઉત્તરી આપે તો ભગવાન માનીશું. ગઢપુર પહોંચ્યા ત્યારે મહારાજ ઊભા થઈ કેસરમીયાંને ભેટ્યા, ગળામાં પહેરેલી સોનાની ઉત્તરી ઉતારીને તેમને પહેરાવી દીધી અને ગુલાબનો હાર આપી સન્માનિત કર્યા.
મહારાજે સભામાં આખો પ્રસંગ સંભળાવવાની આજ્ઞા કરી અને કેસરમીયાંએ બધું વર્ણન કર્યું. મહારાજનાં દર્શન કરીને ટુકડીના ઘણાં માણસો સત્સંગી બન્યા. આવા હતા મુસ્લિમ ભક્ત કેસરમીયાં—ટેકવાળા, નિર્ભય અને પ્રભુપ્રેમી. મહારાજે પૂછ્યું—શું માંગશો? તેઓએ કહ્યું—અમારા ઘરમાં જે પણ મરે તેને તમે ધામમાં તેડી જવાં. મહારાજે કહ્યું—તથાસ્તુ.
નાથભક્ત
વડોદરા શહેરના વતની નાથભક્ત શ્રીહરિના અનન્ય ભક્ત હતા. દુન્યવી દૃષ્ટિએ જોઈએ તો ભણ્યા ન હતા અને વ્યવહારિક બુદ્ધિ પણ ન હતી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તો તેઓ મહામુક્ત હતા. વિશ્વાસનું અંગ તેમને પૂર્ણ પ્રાપ્ત હતું અને શ્રીહરિએ એમને અનેક પરચા આપ્યા હતા.
એકવાર વડોદરાથી જેતલપુર મહારાજનાં દર્શન કરવા જતા હતાં. રસ્તામાં જુવાનીઆ છોકરાઓની ટોળીએ કાંકરીઓ મારી મશ્કરીઓ કરી, છતાં નાથભક્ત ભજન કરતાં નીચું જાઈને ચાલતા રહ્યા. છોકરાઓએ પૂછ્યું કે કાકા, તમે ખીજાતા કેમ નથી? ત્યારે નાથભક્ત કહે—મારા કામ, ક્રોધ, મત્સર, દ્વેષ વગેરે સ્વામિનારાયણે નાશ કરી નાખ્યા છે, હવે મને ખીજ કે રીસ શી રીતે આવે? તેમની વાત સાંભળીને છોકરાઓએ પગે લાગી માફી માંગી.
તે પછી તેઓ જેતલપુર પહોંચી શ્રીહરિના દર્શન કર્યા. મહારાજે કહ્યું કે ડભાણમાં યજ્ઞ કરવો છે અને રામદાસભાઈ તમામ તૈયારી કરાવે છે. યજ્ઞ માટે ઘણો સામાન જોઈએ, થોડો આવ્યો છે અને બીજો ખંભાત બંદરેથી લાવવાનો છે. તમે ખંભાત જાઓ, અમે એક પત્ર લખી આપીએ છીએ, તે ગોવિંદશા શેઠને આપજો. તેઓ સામાનનાં ગાડાં ભરાવી મોકલી દેશે.
મહારાજની આજ્ઞા પ્રમાણે પત્ર લઈને નાથભક્ત ચાલ્યા. સાંજે રસ્તામાં એક ગામના ચોરા પર સૂઈ ગયા. સવારે જાગ્યા ત્યારે મોટું શહેર દેખાયું. પૂછ્યું તો ખબર પડી કે એ ખંભાત છે. ત્યારે એક માણસ આવ્યો અને બોલ્યો—નાથભક્ત, ચાલો, ગોવિંદશા શેઠ બોલાવે છે. નાથભક્ત ખુશ થઈ ગયા કે હવે શેઠને શોધવાની જરૂર નથી.
શેઠના ઘેર જઈ જમ્યા અને શેઠે વખારમાંથી સામાનનાં કેટલાંક ગાડાં ભરાવીને ડભાણ માટે મોકલ્યા. પછી શેઠે કહ્યું—ગાડાં તો પહોંચી જશે, તમે થાક્યા છો, અહીં સૂઈ જજો અને કાલે જજો. રાત્રે નાથભક્ત પલંગ પર સૂઈ ગયા. સવારે જાગ્યા ત્યારે જોયું તો કંઈ જ દેખાતું ન હતું—તેઓ જંગલમાં હતાં. થોડું ચાલ્યા તો જેતલપુર દેખાયું.
જેટલપુરમાં મહારાજ પાસે આવી પગે લાગ્યા અને બધું વર્ણન કર્યું. તે સાંભળી મહારાજ હસવા લાગ્યા અને કહ્યું—નાથભક્તની ઓળખાણ મોટી છે. તેઓ ગયા અને તર્તજ માલસામાન ડભાણમાં પહોંચી ગયો.
ઉકાખાચર
કાઠીયાવાડના એક નાનકડા ગામના ગરાસદાર ઉકાખાચરને દારૂ અને માંસનું વ્યસન હતું. આ વ્યસનના કારણે તેઓ ચોરી અને લૂંટફાટમાં પણ ચડ્યા. પરંતુ જ્યારે પૂર્વનાં પુણ્ય ઉદય પામ્યાં ત્યારે સંતનો યોગ થયો અને તેઓ ગઢડા આવીને શ્રીહરિના આશ્રિત બન્યા.
પરંતુ અગાઉ કરેલા પાપનાં સંસ્કારો મનને હેરાન કરતા. સંકલ્પોની ઘટમાળ ચાલુ રહેતી અને માળા કરતી વખતે મન શાંતિ ન પામતું. ત્યારે મહારાજે કહ્યું કે આ વાસના છે, તે પીડે છે. માટે માળા મૂકી દો, અને બીજી દવા બતાવીએ. એનાથી વાસનાનો નાશ થશે.
મહારાજે તેમને દાદાખાચરના દરબારમાં નીચીટેલ કરવાની આજ્ઞા આપી. એટલે વાળવું, લીંપવું, ધોવું, માંદા સંતનાં મળમૂત્ર ઉપાડવું અને સાફ કરવું. ઉકાખાચરે આ સેવા અતિ પ્રામાણિકતાથી કરી. થોડા જ સમયમાં તેઓ નિર્વાસનિક બની ગયા. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે ઉકાખાચર જેવી સેવા કરવાનો વ્યસન પડે તો ગમે તેવી મલીન વાસનાનો નાશ થઈ જાય છે.
એકવાર દાદાખાચરના દરબારની ડેલી પર કોઈ કૂતરું બગાડી ગયું. કેટલાક માણસો આવ્યા અને ઉંચા અવાજે બોલવા લાગ્યા કે અહિં કોઈ જોતું નથી, કોઈ ધોતું નથી, કોઈ ઉપાડતું નથી. ઉકાખાચરે આ સાંભળ્યું અને તરત વસ્ત્ર બદલી તે કચરો ફેંકી દીધો, જમીન સ્વચ્છ કરી અને ન્હાઈને સભામાં આવ્યા.
સભા પૂરી થવા આવી હતી છતાં મહારાજે કહ્યું—ઘરના ધણી હવે આવ્યા. સૌને નવાઈ લાગી કે મહારાજે ઉકાખાચરને આ રીતે કેમ સંબોધ્યા. ત્યારે મહારાજે કહ્યું—સેવા કરે તે ધણી, બીજા બધા પરોણા. આમ મહારાજે જેમને ઘરના ધણીનો ઈલ્કાબ આપ્યો એવા મહાન સેવાનિષ્ઠ ઉકાખાચર હતા.
ગોવર્ધનભાઈ
શ્રીજી મહારાજને સત્સંગમાં સૌથી પહેલો થાળ જમાડનાર ગોવર્ધનભાઈ હતા. ગુજરાતી ગાંઠીયા અને સુખડીનો પહેલો આસ્વાદ શ્રીહરિને કરાવનાર પણ આ જ ભક્ત હતા. સાત વર્ષના વનવાસ દરમ્યાન ક્યાંય ન જોયેલી આ વસ્તુઓ મહારાજને એટલી ગમી કે સુખડી સિવાય માત્ર ગાંઠીયા જ સ્વીકારતા.
માંગરોળના વતની ગોવર્ધનભાઈ જ્ઞાતિએ વણિક અને મોટો વેપાર ચલાવતા. દયાળુ અને ઉદાર હૃદય ધરાવતા. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય પણ હતા. એક દિવસ તપસ્વી સ્વરૂપના શ્રીહરિ માંગરોળની ભાગોળે વિરાજમાન હતા ત્યારે ગોવર્ધનભાઈએ ઘેરથી સુખડી અને ગાંઠીયા લાવીને જમાડ્યા.
મહારાજે આનંદથી પૂછ્યું કે આ અન્ન ક્યાંથી આવ્યું. ગોવર્ધનભાઈએ કહ્યું કે ફોઈનું તેરમું હતું એટલે ઘરે ખાસ અન્ન બનાવાયું હતું. મહારાજે કહ્યું કે હવે વરદાન માંગી લેશો. ત્યારે ગોવર્ધનભાઈએ કહ્યું કે ફોઈ નર્કમાં જાય છે તેનું જ દુઃખ છે. સમાધિમાં જાઉં છું ત્યારે તે બૂમો પાડે છે, પરંતુ યમદૂતો મને તેની પાસે જવા દેતા નથી.
ત્યારે શ્રીહરિએ કહ્યું કે સમાધિ કરીને જમપુરી જાઓ અને સ્વામિનારાયણ નામની ધૂન કરજો. ગોવર્ધનભાઈ સમાધિમાં ગયાં, ધૂન કરતા જ યમદૂતો દૂર ભાગી ગયા અને પૂતળી નર્કમાંથી છુટી ને વિમાનમાં બેસીને ધામે ગઈ. ગોવર્ધનભાઈ ચકિત રહી ગયા કે સ્વામિનારાયણ નામ કેટલું પ્રતાપી છે.
આમ ગોવર્ધનભાઈને મહારાજ સાથે સૌથી પહેલો પરિચય થયો અને પ્રથમ વખત સ્વામિનારાયણનો મંત્ર પણ તેમને જ પ્રાપ્ત થયો. પછી શ્રીહરિ જ્યારે ધર્મધુરા પર બેઠા ત્યારે ગોવર્ધનભાઈ પૂર્ણ તન્મય થયા. દુકાનમાં પણ વ્યવહાર કરતાં સૌને હસ્તે સ્વામિનારાયણ લખીને આપે.
મહારાજનું સન્મુખ દર્શન તેમને સતત થતું રહેતું. એકવાર ગઢપુરમાં ઢોલીયા પાસે જ બેસી ગયા તો મહારાજએ કહ્યું કે એમને તો દરેક દિશામાં અમારું જ સ્વરૂપ દેખાય છે.
એક વખત સુતરફેણીની માટલી ભેટ આવી અને મહારાજે ગોવર્ધનભાઈના હાથે જમવાની ઈચ્છા વ્યક્ત કરી. ગોવર્ધનભાઈ આવ્યા અને પોતે જમવા મંડ્યા. માટલી આખી ખાલી કરી નાખી. મહારાજ બોલ્યા કે આજ તો ગોવર્ધનના હાથે ઘણી સુતરફેણી જમાઈ છે.
કેટલાંક લોકોને લાગ્યું કે આવી સિદ્ધ દશા ખાવા માટે છે. ત્યારે મહારાજે પરિક્ષા માટે સાકર અને દળેલું મીઠું અલગ અલગ થાળીમાં આપી દીધું. ગોવર્ધનભાઈએ બંને થાળીઓ ખાલી કરી દીધી અને કહ્યું કે બંન્નેમાં સાકર જ હતી. તેમની દશામાં મીઠું અને સાકર બંને એક સમાન બની ગયાં હતાં.
આવા પરમભક્ત ગોવર્ધનભાઈ સત્સંગમાં આગેવાન ગણાતા. કોઈ મહત્વના ઠરાવમાં તેમની સાક્ષી લેવાતી. લૌકિક દૃષ્ટિએ આ જીવન સમજાય નહિ કારણ કે તેઓ જન્મથી જ અક્ષરધામના મુક્ત હતા અને શ્રીહરિના સ્વેચ્છાથી ભૂમિ પર જન્મ્યા હતા.
સુરાખાચર
શ્રીહરિના પરમ ભક્ત અને વિનોદી સખા સુરાખાચર લોયા ગામના હતા. નાગડકામાં પણ તેમનાં મકાન હતાં. સુરાખાચર જેટલા ભક્તિવાન હતા એટલે વધારે એમની પત્ની શાંતિબાઈ ભક્તિભાવવાળી હતી. બંને તનમનધનથી શ્રીહરિની ભક્તિ અને સેવા કરતા.
સુરાખાચર મહારાજ સાથે પાર્ષદ તરીકે ફરતા. પરમાત્માની આજ્ઞાને જ પોતાનું જીવન માની લીધેલું. ક્યારેક મહારાજ સુંદર પકવાન્ન જમાડતા, તો ક્યારેક ખોરી જારના રોટલા. ક્યારેક ઘોડીએ બેસાડતા, તો ક્યારેક તાપે પગપાળા ચલાવતા. સુરાખાચર ભાવપૂર્વક જે રીતે મહારાજ રાજી રહે તે પ્રમાણે વર્તતા અને સભાને ખુશ કરી દે તેવી વિનોદી વાતો કરતા.
એકવાર મહારાજ કારિયાણીમાં હતા. શાંતિબાઈએ સુરાખાચરને કહ્યું કે મહારાજને લોયા લઈ આવો, સુંદર રીંગણાં થયાં છે. સુરાખાચરે કહ્યું કે મહારાજને દાદાખાચર ગઢડામાં લઈ જશે એટલે અહીં નહિ આવે. શાંતિબાઈએ કહ્યું કે વિનંતિ કરજો કે જો ગરીબનિવાજ હોય તો લોયા આવો અને રાજાનિવાજ હોય તો ગઢડા જાઓ. અને હું નિયમ લઉં છું કે મહારાજ ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ અને તમે પણ મહારાજને લાવ્યા સિવાય ઘેર ન આવશો.
સુરાખાચરે કારિયાણી આવી વિનંતિ કરી. મહારાજે ઇનકાર કર્યો તો સુરાખાચર માથે ઓઢીને બેસી ગયા. મહારાજે પૂછ્યું તો કહ્યું કે ગેરહાજરી દરમિયાન ઘરવાળાએ નિયમ લઈ લીધો છે એટલે હવે અહીંથી જવાની મારે મનાઈ છે. અંતે હસતાં હસતાં મહારાજ લોયા પધારવા રાજી થયા.
બીજે દિવસે મહારાજ સંતો, હરિભક્તો અને કાઠી પાર્ષદો સાથે લોયા પહોંચ્યા. સુંદર રીંગણાં જોઈને મહારાજે કહ્યું કે આવાં રીંગણાં તો બ્રહ્માંડમાં ક્યાંય નથી. અહીં મોટો શાકોત્સવ કરાશે. મહારાજ દરરોજ પોતે રીંગણનું શાક બનાવતા અને સૌને પીરસતા. અઢાર દિવસ સુધી આ શાકોત્સવ ચાલ્યો. આ ઉત્સવ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.
સુરાખાચર મહારાજના પક્ષના દૃઢ હતા. કોઈ શ્રીહરિ કે સંતની નિંદા કરે તો સુરાખાચર તેને રોકતા. એકવાર કોઈ વૈરાગીએ સહજાનંદ સ્વામી કોન છે કહી ગાળો બોલી, ત્યારે સુરાખાચરે પોતે સહજાનંદ સ્વામી છું કહીને તેને મુષ્ટીપાક આપ્યો.
શ્રીહરિ જ્યારે મનુષ્ય લીલામાં ઉદાસ થઈ જતા ત્યારે તેમને ખુશ કરવાની અદભૂત કળા બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર બંને જાણતા. સુરાખાચર રમુજી ટુચકા બોલીને મહારાજને હસાવી દેતા અને ઉદાસીનતા દૂર થઈ જતી.
વિનોદી સ્વભાવ હોવા છતાં સુરાખાચર આજ્ઞાપરાયણતા અને પ્રભુપ્રેમમાં જીવન અર્પી દેતા. સખાભાવ, ભાવભક્તિ અને સેવા વિશેના અનેક પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસમાં પથરાયેલા છે.
જીવુબા
ગઢપુરમાં એભલખાચરની પુત્રી જીવુબા બાળપણથી જ ભજન અને ભક્તિપ્રેમવાળી હતી. લાલજીની મૂર્તિને ચંદન કરે, ફૂલ અને હાર ચઢાવે, માળા ફેરવે, ધ્યાન કરે, ધૂપ દીપ આરતી કરતી.
આ જોઈને એભલખાચરે કહ્યું કે દીકરી નાની ઉંમરે આ બધું શું લેવું. આ તો વૃદ્ધાવસ્થામાં કરવાનું. અત્યારે ખાવા, પીવા અને રમવાનું વય છે. જીવુબાએ કહ્યું કે પિતા, આપ તો જ્ઞાની છો છતાં મને આવો ઉપદેશ કેમ કરો છો. શરીરનો કોઈ ભરોસો નથી. કાલે શું થશે કેવું જાણવું. જ્યારે માનવ અવતાર મળ્યો છે ત્યારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને મારી મૂર્તિ તો પ્રત્યક્ષ પરમાત્મા છે તેમાં થોડો પણ સંશય નથી.
પછી એભલખાચરને ચમત્કાર દેખાયો. જીવુબાએ મૂર્તિ આગળ દૂધનો કટોરો મૂક્યો તો તે દૂધ મૂર્તિએ પાન કરી લીધો. આ નજરે જોઈને એભલખાચરે કહ્યું કે ધન્ય દીકરી, તારી ભક્તિને વંદન. હવે તું જેવી ઈચ્છા હોય તેવી રીતે ભજન કર.
જીવુબાએ આજીવન બ્રહ્મચર્ય પાળીને પ્રભુનું ભજન કર્યું. આવા મુક્ત બાઈઓના પ્રેમથી બંધાઈને મહારાજ ગઢપુરમાં રોકાતા. જીવુબાએ મહારાજ, સંતો અને હરિભક્તોની અપાર સેવા કરી. મોટા મોટા સમૈયાઓમાં સેવા, રસોઈ, સામાનની તૈયારી, થાળ બનાવી જમાડવા જેવી સેવાઓ કરીને મહારાજને બહુ પ્રસન્ન કર્યા.
ભક્તિમાતાએ પ્રસન્ન થઈને જીવુબાને પ્રત્યક્ષ દર્શન અને વરદાન આપ્યાં હતાં. મહારાજ જ્યારે ગઢપુરથી બહાર જતા અને વચન પ્રમાણે ગઢપુર ન આવતા તો જીવુબાના ઉદરમાં અન્ન જતું નહોતું. તેઓ અન્નજળનો ત્યાગ કરીને મહારાજનું ધ્યાન કરતી. તેથી મહારાજ ગમે તેટલું દૂર હોય તો પણ ઉતાવળથી ગઢપુર આવી જતા.
આવા સ્નેહ અને ભક્તિની પ્રત્યક્ષ મૂર્તિ સમી જીવુબા દાદાખાચરની બહેન તથા ગઢપુરની મહાન સેવા પરાયણ ભક્તિવાન હતી.
લાડુબા
ગઢપુરમાં એભલખાચરનાં બીજાં પુત્રી અને દાદાખાચરનાં બહેન લાડુબા નાનપણથી જ મહારાજની ભક્તિ કરતાં. પોતે નૈષ્ટિક વ્રતધારી હતાં. મહારાજ ગઢપુરમાં રહીને જે જે સમૈયા કરતા તેમાં શુકલ પક્ષમાં જે જે ઉત્સવ-સમૈયા થાય તેમાં સેવા કરવાની આગેવાની જીવુબાની અને કૃષ્ણપક્ષમાં જે જે ઉત્સવ-સમૈયા થાય તેમાં સેવાની આગેવાની લાડુબાની રહેતી. આ વહેંચણી મહારાજે પોતે કરી હતી.
છે. ૨૪માં મહારાજે ‘લાડુબાને અમારી પ્રસન્નતા કરવાનું અંગ છે’ એમ લાડુબાની સેવાવૃત્તિ વખાણી છે. પોતે રાજકુમારી હતાં છતાં સંતની સેવાનું કેટલું મહાત્મ્ય હતું. એકવાર દાદાખાચરનાં પત્ની સાથે વેલમાં બેસીને બહારગામથી ગઢડા આવતાં હતાં.
માર્ગમાં અખંડાનંદ નામે સંત ખૂબ માંદા પડી ગયેલા. એમને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું હતું. એક ઝાડ નીચે સૂઈ રહ્યા હતા. અને બીજા સાધુઓ સેવા કરતા હતા. એ જોઈ લાડુબાએ વેલ ઉભી રખાવી. અને હાંકનારને કહ્યું કે અમે પગે ચાલીને આવીશું. આ સંતને બેસાડીને તું લઈજા. અને આ રજાઈ તથા ગોદડાં બરાબર પાથરી દે. બગડે તેની ચિંતા ન કરતો.
આ રીતે અખંડાનંદ સ્વામીને ગઢડે પહોંચાડયા. બાઈઓની વેલમાંથી સાધુને ઉતરતા જોઈને સહુ દોડી આવ્યા. સ્વામીની બિમારી તથા સારી રજાઈઓ બગડેલી જોઈને તથા લાડુબાને ચાલતાં આવેલાં જોઈને મહારાજ લાડુબા ઉપર ઘણા રાજી થયા અને લાડુબાને સંતનો કેવો મહિમા છે તેની સભામાં પ્રસંશા કરી.
લાડુબા હંમેશાં મહારાજની અનુવૃત્તિમાં જ રહેતાં. મહારાજ કહેતા કે આ દાદાખાચરના ઘરનાં બધાંયને અમને રાખવાની તાણ છે તો જે અમને ગમે છે તે પ્રમાણે બધાં વર્તી અમને વશ કર્યા છે. આ રીતે મહામુક્ત લાડુબાની વાત સંક્ષેપે કહી.
કરણીબા
કચ્છમાં ધમડકા ગામનાં વતની જ્ઞાતિએ ગરાસીયા કરણીબા મહારાજનાં પરમ ભક્ત હતાં. તેમણે શ્રીહરિની અપાર સેવાઓ કરી છે. વળી બ્રહ્માનંદ સ્વામી જ્યારે વિદ્યાભ્યાસ કરવા ધમડકા રહ્યા હતા ત્યારે સ્વામીને ખૂબ જ ભણવામાં સહાય કરી હતી.
શ્રીહરિ ધમડકા ગામે ઘણીવાર પધારેલા છે. મોટા સંતો વાત કરતા કે ભુજમાં નરનારાયણદેવ પધરાવ્યા તે પહેલાં એવો વિચાર થયો હતો કે ધમડકામાં શિખરબંધ મંદિર કરી ત્યાં નરનારાયણદેવ પધરાવવા પણ મહારાજે કહ્યું કે ભુજ કચ્છના મધ્યમાં છે ત્યાં મંદિર કરશું. આવું ધમડકા ઘણા સંતોને તથા મહારાજને પ્રિય હતું. તે કરણીબા તથા રાયધણજીના પ્રેમને લીધે.
એકવાર મહારાજ ઉઘાડા પગે ચાલીને ધમડકા આવ્યા અને તાબડતોડ જમવાનું માંગ્યું. પણ તૈયાર કંઈપણ નહોતું એટલે બે-ત્રણ ગોરસાં દહીંના જમી ગયા. પછી રસોઈ બનાવી જમીને કરણીબાને કહે અમારા પગમાં કાંટા વાગ્યા છે તે કાઢોને !
પછી કરણીબા કાંટા કાઢવા બેઠાં. તે મોટા મોટા કાંટા નીકળવા માંડ્યા. એ જોઈને આંખમાં આંસુ આવી ગયા. અને પ્રેમને લીધે વઢવા માંડયાં કે “તું દેહનું ભાન રાખતો નથી. ચારે કોર રખડયા કરે છે. તારે કેટલાનાં પેટ ભરવાં છે તે જંપીને બેસતો નથી.” એમ તુંકારે વઢતાં જાય, રડતાં જાય ને કાંટા કાઢતાં જાય. અઢાર કાંટા નીકળ્યા.
મહારાજ કહે મા, રસ્તામાં એક બ્રાહ્મણ ઉઘાડે પગે ચાલ્યો જતો હતો, તે જોઈને દયા આવી તે અમારી મોજડી તેને આપી દીધી એટલે કાંટા વાગ્યા છે. અને મારે તો અનંતનાં કલ્યાણ કરવાં છે. તેમા, બેસી રહે કેમ પાલવે ?
પછી મહારાજ કહે, તમે આજે મોટી સેવા કરી માટે વર માગો. ત્યારે કરણીબા કહે તમે જેતલપુર, અમદાવાદ, ગઢડા વગેરે સ્થળોએ જે જે ઉત્સવો, ચરિત્રો કરો છો તેના દર્શન કરવા મારાથી અવાતું નથી. કારણ કે મારું શરીર વૃદ્ધ થયું છે માટે એવું વરદાન આપો કે તમે ગમે ત્યાં જે જે લીલા ચરિત્રો ઉત્સવો કરો તેનાં મને અહીં બેઠે દર્શન થયા કરે.
પછી મહારાજે કરણીબાને નિરાવરણ દષ્ટિ આપી તે ધમડકામાં રહ્યાં થકાં મહારાજનાં સર્વ ચરિત્રો પ્રત્યક્ષ દેખે તેમ દેખતાં. એકવાર મહારાજ ધમડકા પધાર્યા ત્યારે રાયઘણજી વગેરે પુરુષો ખેતરમાં ગયેલા. કરણીબા વગેરે બાઈઓ ઘરમાં અંદર હતી મહારાજ ગયા એટલે બીજી બાઈઓ ઘરની અંદર જતી રહી. કારણ કે ગરાસીયાને ઓઝલનો રિવાજ પણ કરણીબા કહે બહેનો બહાર આવો, આ તો દર્શન કરવા જેવાં છે. આમની ઓઝલ ન રખાય.
પછી બધી સ્ત્રીઓએ મહારાજનાં દર્શન કર્યાં. પછી મહારાજ કહે અમે એકલા જ પુરુષ જેવા દેખાઈએ છીએ તે ઠીક લાગતું નથી માટે બૈરાંનાં કપડાં લાવો પહેરવાં છે. દિવ્ય બુદ્ધિવાળાં કરણીબાએ નવાં વસ્ત્રો, ઘાઘરી, કાપડું, કંચવો, હાથપગનાં, કાનનાં ઘરેણાં વગેરે મહારાજને પહેરાવીને એક માંચી પર બેસાડયા.
ત્યાં તો બ્રહ્માનંદસ્વામી વગેરે સંતો પૂછતા આવ્યા કે મહારાજ અહીં આવ્યા છે ? મહારાજે કરણીબાને કહ્યું કે ના પાડી દો. નહિ તો બ્રહ્માનંદ સ્વામી તો ફજેતો કરશે. કરણીબા કહે મહારાજ અહીં નથી. બીજે તપાસ કરો. સ્વામી કહે મા, મોઢેથી નથી એમ બોલો છો પણ હૃદય સંમત નથી એમ જણાય છે માટે મહારાજ ઘરમાં જ છે. એમ કહી ઘરમાં પેઠા તો મહારાજનાં દર્શન કરીને આનંદમાં આવી ગયા અને *તારો ઘાઘરડો ઘેરારો રે, ગોપી બનીયા ગીરધારી, તારો કંચવો કામણગારો રે, ગોપી બનીયા ગિરધારી* વગેરે બાર પદોની રચના કરી.
મહારાજ કહે અમે તો કહેતા હતા જ કે બ્રહ્માનંદ સ્વામી ફજેતો કરશે. તે આ કર્યો આ રીતે કરણીબાને ઘેર મહારાજે અનેક લીલાઓ કરી છે. અને ધમડકાને યાત્રાનું ધામ બનાવ્યું છે.
રાજબાઈ
રાજબાઈનાં માતાપિતા સત્સંગી હતાં. પોતે પણ પૂર્વનાં મુક્ત હોવાથી બાલ્યાવસ્થામાંથી જ જીવુબાની જેમ ભજન, ભક્તિ-પૂજા કર્યા કરતાં. પછી અવસ્થા થતાં લગ્નની વાત થઈ ત્યારે માબાપને કહી દીધું કે મારે પરણવું નથી. બહુ હા, ના પછી એના પિતાએ મહારાજને વાત કરી.
ત્યારે મહારાજે રાજબાઈને કહ્યું કે લોકના રિવાજ મુજબ તમે પરણો. તમારી ટેક સાચી હશે, તો ભગવાન તમારી રક્ષા કરશે, તમારું વ્રત અખંડિત રહેશે, મહારાજની આજ્ઞાથી હા પાડી. પછી સગપણ નક્કી થયું ત્યારે તેમની માએ કહ્યું કે રાજુ, તારું સગપણ નક્કી થઈ ગયું છે, જો આ ચૂંદડી આવી.
‘બળી તમારી ચૂંદડી’ રાજબાઈએ જરા છણકો કરીને કહ્યું કે તર્ત જ ચૂંદડી ભડકો થઈને બળી જ ગઈ. પછી લગ્ન થયાં. સાસરે ગયાં. અને પહેલી જ રાત્રે ઓરડામાં એમના પતિને ભયંકર સિંહણરૂપે દેખાયાં. પેલો એ જ વખતે બહાર આવીને કહેવા લાગ્યો કે મારું હિત ઈચ્છતાં હો તો આમને અત્યારે જ પાછાં મોકલો આ કોઈ કારણિક અવતાર છે.
પછી વેલમાં બેસીને પાછાં માવિત્રને ઘેર આવી ગયાં. પછી ત્યાંથી ગઢપુર આવીને જીવુબા આદિ બાઈઓ સાથે રહીને આજીવન શ્રીહરિની સેવા કરી. અને વ્રત-ઉપવાસ વડે શરીરને ખૂબ કૃશ કરી નાંખ્યું. પુરુષથી વીસ હાથ છેટે રહેતાં. કોઈ ગૃહસ્થ સ્ત્રીના ઉદરમાં પુત્ર હોય તો કહેતાં કે છેટે રહેજે તારા પેટમાં છોકરો છે.
મનમાં અખંડ રહેતું કે કેમ વર્તીએ તો મહારાજ રાજી થાય. છેલ્લાના ૨૫ મા વચનામૃતમાં રાજબાઈનો પ્રશ્ન પણ છે કે “તમે કીયે ગુણે કરીને રાજી થાઓ ?” છે. ૨૪ માં મહારાજે રાજબાઈનું ત્યાગનું અંગ છે એમ બતાવ્યું છે.
પોતે દાદાખાચરનાં માસીની દીકરી થતાં. અંતકાળે દાદાખાચરને બોલાવીને કહ્યું કે મારા મૃત્યુ પછી મારા શબને કોઈ પણ પુરુષ ન અડવો જોઈએ. પછી બાઈઓએ જ અગ્નિ સંસ્કાર કરવા માંડયો પણ અગ્નિ સળગેજ નહિ. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હે અગ્નિદેવ, સતી તો ચાલ્યાં ગયાં છે હવે તમે શબને દહન કરો. પછી અગ્નિ લાગ્યો. આવાં પવિત્ર સતી હતાં કે જેમના શબને સ્પર્શ કરતાં અગ્નિ પણ અચકાતો હતો.
કુશળ કુંવરબાઈ
સુરત-વલસાડથી થોડે દૂર ધર્મપુર નામે ગામ છે. પહેલાં એની જાહોજલાલી વખણાતી. શ્રીહરિના વખતે ત્યાં કુશળ કુંવરબા નામે વિધવા રાણી રાજ્ય ચલાવતાં. એમને એક યુવાન પુત્ર હતો. પોતાના ખૂબ આસ્તિક હતાં. કોઈપણ સાધુ-ભેખ આવે તેમને રાજ્ય તરફથી સીધાં-સત્કાર આપીને રાખતાં. પૂર્વનાં મુક્ત હતાં.
સદ્ભાગ્યે શ્રીહરિના સંત પરમ ચૈતન્યાનંદ સ્વામીનો સમાગમ થયો. સ્વામી ગઢપુરથી છૂટા પડીને આવેલા હતા. એટલે ધર્મપુરમાં જ રોકાઈને રાણીને મહારાજની લીલા, ઐશ્વર્ય-પરચાની એવી એવી વાતો સંભળાવી દૃઢ નિશ્ચય કરાવ્યો. કુશળ કુંવરબાઈ પણ સ્વામીને ગુરુ માનીને અહર્નિશ તેમની સેવા કરતાં. હાથી પર બેસાડીને શહેરમાં ફેરવતાં વગેરે ખૂબ સત્કાર સેવા કરતાં.
એક વખત મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામીને બોલાવવા મુક્તાનંદ સ્વામીને ધર્મપુર મોકલ્યા. પછી કુશળ કુંવરબાએ કહ્યું કે અમારા ગુરુને લઈ જવા નહિ દઉં. પણ મહારાજને અહીં લાવો તોજ રજા આપું. પછી મુક્તાનંદ સ્વામીએ હા પાડી. પછી કુશળ કુંવરબાઈએ વિનંતી ભર્યો એક પત્ર મહારાજ પર લખી આપ્યો.
બન્ને સંત ગઢપુર આવ્યા. પછી તો વખતોવખત ધર્મપુરથી વિનંતીભર્યા પત્રો આવતા. વારે વારે કંઈ કંઈ નવીન નવીન ભેટો બાઈ મહારાજ માટે મોકલતાં. એમની ભાવના જોઈને મહારાજ પાંચસો પરમહંસો સાથે ધર્મપુર પધાર્યા. અને ત્યાં વસંત પંચમીનો મોટો સમૈયો કરીને બાઈને તથા નગરવાસીઓને અનેક રીતે દિવ્ય સુખ આપ્યું.
બાઈએ તો મહારાજને રાજ્યપાટ સોંપી દીધું. મહારાજ કહે અમે રાજ્ય કરવા નથી આવ્યા. તમે રાજ્ય કરો અને અંતરમાં અમારું સ્મરણ રાખજો. પછી બાઈ કહે હવે તમને મૂકીને બીજી બલા કોણ રાખશે ! પછી મહારાજનાં એવી રીતે દર્શન કર્યા કે તર્ત મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. શ્રીજી મહારાજે કુશળ કુંવરબાઈની દર્શન કરવાની રીત વચનામૃતમાં વખાણી છે. સારંગપુરનું બીજું તથા લોયાના ત્રીજામાં પણ બાઈની પ્રશંસા કરી છે.
મહારાજ થોડા દિવસો ધર્મપુર રોકાઈ એમના મનોરથો પૂરા કરીને ગઢપુર પધાર્યા. મહારાજના ગયા પછી રાજ્ય કારભાર પુત્રને સોંપીને પોતે અન્નજળનો ત્યાગ કરી ધ્યાનમાં બેસી ગયાં. તે પંદર દિવસે આ ભૌતિક શરીરનો ત્યાગ કરીને મહારાજના ધામમાં પહોંચી ગયાં. મોટા સંતો કહે છે કે પૂર્વજન્મમાં અડાલજની વાવ બંધાવનાર રૂડબાઈ એજ આ કુશળ કુંવરબાઈ હતાં.
ગંગામા
ભગવાન સહજાનંદ સ્વામી જેમને ‘મા’ કહીને બોલાવતા હોય એવાં સંપ્રદાયમાં એક જ બાઈ હતાં. જેમનું નામ ગંગામા. ગંગામા સંપ્રદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે મહારાજ તેમને ‘મા’ કહેતા. એટલે બધા સાધુઓ તથા હરિભક્તો પણ ‘મા’ કહીને જ બોલાવતા. આવાં મહાભાગ્યશાળી ગંગામા જેતલપુરનાં વતની હતાં. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ હતાં અને રામાનંદ સ્વામીનાં શિષ્ય હતાં. સ્વામી જ્યારે જેતલપુર પધારે ત્યારે ગંગામા જ રસોઈ કરી જમાડતાં.
સ્વામી ધામમાં ગયા પછી તેમણે સાથો ને મીઠું જ ખાવાનું નિયમ લઈ લીધું હતું. પછી મહારાજ અમદાવાદ પધાર્યા. અંબાબાઈના ચોકમાં મોટી સભા કરી વિરાજમાન હતા ત્યારે ગંગામા દર્શને આવ્યાં. મહારાજે કહ્યું કે સ્વામી તો આ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજમાન છે, માટે શોક ના કરશો અને અન્ન જમશો. પરંતુ ગંગામાને મનાયું નહિ. ત્યારે મહારાજે રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યાં અને તેમની જેમ બોલવા લાગ્યા. ગંગામાને દૃઢ નિશ્ચય થયો.
મહારાજ કહે તમે સ્વામીનાં શિષ્ય છો, મોટા છો એટલે અમારી મા સમાન છો. ત્યાર પછી મહારાજની આજ્ઞામાં રહી ભજન કરતાં અને મહારાજને થાળ જમાડતાં. માથા પર ટોપલો રાખી તેમાં સળગતી સગડી મૂકી તેના પર શાક-દાળ ચડતાં હોય એ રીતે મહારાજની સાથે ચાલીને સમય પર ગરમાગરમ રસોઈ જમાડતાં. આવી નિષ્કામ સેવા કરતાં.
મહારાજ જેતલપુર હોય ત્યારે ગંગામાને ઘેર જ થાળ જમવા પધારતા. ગંગામા ગઢપુર જતાં ત્યારે લાડુબા અને જીવુબા જેવી બાઈઓ પણ ગંગામાનો મહિમા સમજી તેમની સેવા કરતાં. ગંગામાને સત્સંગમાં દૃઢ આત્મબુદ્ધિ થઈ ગઈ હતી.
આનંદાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી જેતલપુરમાં રહેતા. તે આશ્રમના ચોકમાં ગંગામાની ઓરડી વચમાં આવતી. આનંદ સ્વામીએ ઘણીવાર કહ્યું કે ઓરડી ખાલી કરો, પરંતુ ગંગામા કહેતાં કે આ ઓરડીમાં સ્વામી અને મહારાજને ખૂબ જમાડ્યા છે, માટે ખાલી નહિ કરું. પછી સાધુઓએ બીજું મકાન રાખી ઓરડી પાડી દીધી.
સાંજે અમદાવાદથી આવ્યાં તો પોતાની ઓરડીનું નિશાન પણ ન હતું. એક પાર્ષદે નવી ચાવી આપી, પરંતુ ગંગામા તો દરવાજા પાસે ઊભાં રહીને સાધુઓને દોઢ દોઢમણની ગાળો આપવા લાગ્યાં. પછી એક વૈરાગી આવીને કહ્યો કે સારું થયું. ત્યારે ગંગામાએ ઈંટ ઉપાડી કહ્યું કે સાધુઓ મારા દીકરા છે, હું ગમે તેમ બોલું. પછી નવા ઘેર રહેવા ગયાં.
એકવાર મહારાજ નવી ઓરડીમાં સંતાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી બોલાવવામાં આવ્યા. ગંગામા કહે કે મહારાજ અહીં નથી. ત્યારે સ્વામીએ કીર્તન “માતાજી જશોદા રે મેલો ઘર માહરે રે” ગાયું. તે સાંભળીને મહારાજ બહાર આવ્યા. આવી અનંત લીલાઓ કરી છે.
ગંગામાના જુના ઘરના સ્થાને હવે છત્રી છે. જે મૂર્તિ ગંગામા પૂજતાં, તે જેતલપુર મંદિરમાં છે. ગંગામાનું પછીનું ઘર દર્શનીય છે. આવાં ગંગામા હતાં કે જેમને શ્રીહરિ ‘મા’ કહી બોલાવતા.
લાધીબાઈ
કચ્છભુજમાં કાયસ્થ જ્ઞાતિનાં લાધીબાઈ નામે એક મુક્ત હતાં. નાની ઉમરે જ વિધવા થવાથી સાંખ્યયોગનો ધર્મ પાળી ભગવાનની ભક્તિ કરતાં. શ્રીહરિના વરદાનથી મહારાજને અખંડ દેખતાં. શ્રીહરિ અમદાવાદ, ગઢડા, વડતાલ ગમે ત્યાં હોય અને જે જે લીલા કરતું હોય તે તમામ લાધીબાઈને અખંડ દેખતું અને તે બીજાને સંભળાવતાં.
ઐશ્વર્યવાળાં હોવા છતાં મહારાજનાં વચન વિષે પૂર્ણ શ્રદ્ધા રાખતાં. ગમે તેવી આજ્ઞા મહારાજ આપે તો ઉત્સાહપૂર્વક પાળતાં અને કોઈ સંશય ન થતો. એકવાર શ્રીહરિ ભુજમાં ગંગારામભાઈને ઘેર બિરાજમાન હતા. લાધીબા સહિત બાઈઓ બેઠી હતી. ત્યારે મહારાજે કહ્યું કે સુવાસિનીના વસ્ત્રો અને આભૂષણો પહેરીને ભીડવાળા સ્થળેથી પાણીનું બેડું ભરી લાવો.
હરિ આજ્ઞા પ્રમાણે બીજા ઘરની બાઈના વસ્ત્રો અને આભૂષણો પહેરી માથે બેડું લઈને બહાર ગયાં. ગામમાં પ્રસિદ્ધ વિધવા લાધીબાઈને સુવાસિનીના વેશમાં જોઈ લોકો જુદીજુદી વાતો કરવા માંડ્યા. કોઈ પૂછતું કે કોનું ઘર માંડ્યું? ત્યારે લાધીબાઈ શાંતિથી કહેતાં — સ્વામિનારાયણનું. આવી રીતે પાણી ભરી લાવ્યાં. આ લોકલજાનો ત્યાગ કરવો સરળ નથી. તેથી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં લાધીબાઈની પ્રશંસા કરી છે.
જીવિકાના નિયમ માટે ભાઈએ નાનું ખેતર આપ્યું હતું જેમાંથી જરૂરી નિર્વાહ ચાલે. એકવાર મહારાજે ગંગામાને ભુજ મોકલી લાધીબાને સંદેશો કરાવ્યા કે બેનને રાખજો, સાચવજો. નિર્વાહની ચિંતા ન કરશો, ખેતરમાં બમણું પાકશે. બન્ને બહેનો વર્ષો સુધી સાથે રહીને ભગવાન ભજ્યાં.
એક દિવસ લાધીબાએ કહ્યું કે હવે ધામમાં જવું છે. માતાજીએ કહ્યું કે મહારાજે મને તમારે આશ્રયે મોકલી છે, તમે મને મૂકીને કેમ જશો? લાધીબાઈએ કહ્યું તો તું પણ તૈયાર થા. પછી પોતાના હાથે જમીન લીંપીને બન્ને સાથે સૂઇ ગયાં અને તર્ત જ શરીરનો ત્યાગ કરીને ધામમાં ચાલ્યાં ગયાં. અગ્નિસંस्कार પણ બન્નેના સાથે થયા.
આ ઐશ્વર્યનો પ્રસંગ સમગ્ર કચ્છ દેશમાં પ્રસિદ્ધ થયો. સ્વામિનારાયણ ભગવાન તો સમર્થ છે જ, પરંતુ તેમના ભક્તો પણ તેટલા જ સમર્થ અને સ્વતંત્ર છે તેનો પ્રતાપ આ ઘટનાથી પ્રગટ થયો.
માતાજી (ઝમકુંબાઈ)
ઉદેપુરના રાજાની પત્ની ઝમકુંબાઈએ મહારાજનાં ઐશ્વર્યો અને પ્રગટપણાની વાતો સાંભળી વિચાર કર્યો કે રાણીવાસમાં વિષયભોગમાં જીવન વિતાવવા કરતાં પ્રગટ ભગવાનનો આશ્રય કરીને આત્મકલ્યાણ સાધવું વધુ સારું છે. મીરાં જેવી ભાવના રાખીને પ્રાર્થના કરવા લાગ્યાં.
તેમના જીવનમાં મોટો પલટો આવ્યો. રાત દિવસ ભગવાનનું સ્મરણ, પૂજા-પ્રાર્થના અને સાત્વિક વર્તન. રાણાને આ ફેરફાર સહન ન થયો. અનેક પ્રયત્નો કર્યા છતાં ઝમકુંબાઈ વૈરાગ્ય તરફ વધુ ઢળતાં ગયા.
એક રાત્રે નાસી છૂટવાનો નિશ્ચય કર્યો. સાડીઓ બાંધીને પાછળની બારીથી નીચે ઉતર્યાં. પહેલીવાર જમીન પર પગ મૂક્યા. અંધારી રાતમાં ઊઘાડા પગે દોડતા દોડતા સવાર સુધી દશેક ગાઉ દૂર નીકળી ગયાં.
ત્યાર સુધી રાજમહેલમાં ખબર પડી અને ચારેય દિશામાં ઘોડેસવારો મોકલાયા. પાછળથી ઘોડાના અવાજ સાંભળતાં જ ઝમકુંબાઈએ રસ્તાની ધાર પર પડેલા મરેલા ઊંટના હાડપીંજરમાં શરણું લીધું. ત્રણ દિવસ ત્યાં ભૂખ્યા તરસ્યાં બેઠાં રહ્યા. અસ્વારો પાછા ફર્યા પછી બહાર નીકળ્યાં.
નદીમાં સ્નાન કરી આગળ વધ્યાં. એક વણઝારાની પોઠ મળી. ઝમકુંબાઈએ તેમને પિતા સમાન માની કાઠીયાવાડ પહોંચાડવાની વિનંતી કરી અને ગળાનો સોનાનો હાર આપ્યો. વણઝારાએ સ્વીકાર્યો, પરંતુ થોડા દિવસો પછી તેની બુદ્ધિ બગડી અને ઝમકુંબાઈને વહાલાનું નામ લઈને પોતાની સાથે જ રાખવાનો વિચાર કર્યો.
બુદ્ધિશાળી ઝમકુંબાઈ ચેત્યાં અને પડાવ જ્યાં હતો તે ગામ વડનગર હતું. ઝમકુંબાઈ બહાનું કરીને તળાવ પર નહાવા ગયાં. ત્યાં સ્વામિનારાયણનું ભજન કરતી બાઈઓ હતી. ઝમકુંબાઈએ પોતાની વાત કહી. બાઈઓએ તેમને સંતાડી પોતાના ઘેર રાખ્યાં. વણઝારાએ શોધખોળ કરી પણ ન મળ્યાં અને પાછો ગયો.
વડનગરના હરિભક્તોએ પછી ઝમકુંબાઈને ગઢપુર પહોંચાડ્યાં. શ્રીહરિનાં દર્શન થતાં જ હૃદય શાંત થઈ ગયું. આનંદથી આંખોમાં અશ્રુ આવી ગયા. મહારાજે સ્નેહથી વાતો પૂછ્યાં અને તેમનું પૂરું વર્તમાન સાંભળ્યું.
મહારાજે કહ્યું કે હવે તમને કોઈ ઓળખશે નહીં. તેથી આજથી તમારું નામ માતાજી રાખીએ છીએ. ત્યારથી સૌ એમને માતાજી કહીને જ બોલાવતા.
થોડા દિવસો પછી મહારાજે પૂછ્યું કે તમને કચ્છમાં મોકલીએ તો? માતાજીએ હરખથી કહ્યું કે પ્રભુ, તમારી આજ્ઞા જ મારું જીવન છે. ત્યાર બાદ મહારાજે તેમને કચ્છ મોકલ્યાં જ્યાં તેઓ આજીવન લાધીબા સાથે રહ્યાં.
મહારાજે માતાજીના વૈરાગ્ય, ધૈર્ય અને ત્યાગબળની ખૂબ પ્રશંસા કરી. લોયાના ત્રીજા વચનામૃતમાં પ્રભુએ માતાજીના ત્યાગને બિરદાવ્યો છે.
જતનબાઈ
ઉત્તર ગુજરાતના ડાંગરવા ગામના વેણીભાઈ પટેલની પુત્રી જતનબાઈ મહામુક્ત અને શ્રીહરિના અનન્ય ઉપાસક હતાં. મહારાજ અનેક વાર ડાંગરવા પધારીને એમના ઘેર અનેક લીલાઓ કરી છે.
કરજીસણ જવું કે બીજે ગામ એ બાબતે એક વખત વિવાદ થયો ત્યારે જતનબાઈએ કહ્યું કે મેવા-પકવાન્નનો સ્વાદ લાગ્યો હોય તો કરજીસણ જાઓ અને દૂધ-દહીં જમવું હોય તો ડાંગરવા આવો. ત્યાર બાદ મહારાજ સંતો અને હરિભક્તો સાથે ડાંગરવા પધાર્યા.
લોયાના શાકોત્સવની જેમ જ જતનબાઈના ઘેર દધી ઉત્સવ કર્યો. સંતોની પંક્તિમાં ખૂબ દહીં ફેરવાયું. બ્રહ્માનંદ સ્વામીને માથે ઢોળ્યું અને આનંદની રેલમછેલ કરી. બીજા દિવસે કંસાર બનાવી ઘીનો ઉત્સવ કર્યો.
મહારાજ હસતાં કહેતા કે જતન, તારું બધું ખૂટાડીને જઈશું. જતનબાઈ નિર્દોષ ભાવથી કહે કે પ્રભુ, તમારા સ્પર્શે તો અનંતઘણું થઈ જતું હોવાથી કાંઈ ખૂટતું જ નથી. ભેંસો પણ અતિશય દૂધ આપે છે. મહારાજ સંપૂર્ણ અઠવાડિયું ડાંગરવામાં રોકાયા અને દૂધ-દહીંનો વિપુલ પ્રસંગ કર્યો.
એક દિવસ મહારાજ જમ્યા હતાં ત્યારે જતનબાઈ દશશેર દૂધ ઈલાયચી સાથે લાવી કહી કે આ પાન કરો. મહારાજે કહ્યું કે હમણાં જ જમ્યા છીએ તો નહિ પીશું. પરંતુ તમે કહ્યું હતું કે દહીં-દૂધ ખૂટી જશે, અને ખૂટ્યું નથી એટલે સજા રૂપે બધું દૂધ પી જાઓ. ભક્તાગ્રહે વશ થઈ મહારાજે બધું દૂધ પીયું.
એક વાર ગામના લોકોને વરસાદની ચિંતા હતી. મહારાજે કહ્યું કે જતનબાઈ મહાસતી છે, એ કહેશે તો વરસાદ પડશે. જતનબાઈએ કહેતાં જ વરસાદ થયો. પ્રભુએ ભક્તનો મહિમા વધાર્યો.
આવાં જતનબાઈ મહામુક્ત હતાં. એમનું ઘર અને સ્થળ આજે પણ દર્શનીય છે.
શ્રીસ્વામિનારાયણ ભગવાનનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્ત
ચેતન–અચેતન–વિશિષ્ટ ઇશ્વરના એકત્વપણાનું નિરૂપણ કરનાર સિદ્ધાન્તને વિશિષ્ટાદ્વૈત મત કહેવામાં આવે છે.
પૂર્વાચાર્યો દ્વારા સ્થાપિત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્તને શ્રીહરિએ સ્વમતરૂપે સ્વીકાર કર્યો છે. શિક્ષાપત્રીમાં
જિવ, ઈશ્વર અને માયા – આ ત્રણ તત્ત્વોના લક્ષણ બતાવી આ સિદ્ધાન્તનો અર્થ સ્પષ્ટ કર્યો છે.
શ્રીરામાનુજાચાર્યે ત્રણ તત્ત્વોનું પ્રતિપાદન કર્યું — જીવ, માયા અને ઈશ્વર. શ્રીહરિએ પણ શિક્ષાપત્રીમાં
આ ત્રણ તત્ત્વોને જ સ્વીકાર્યા છે. વચનામૃતમાં પ્રસિદ્ધ પાંચ અનાદિ ભેદ — (૧) પુરુષોત્તમ ભગવાન, (૨) અક્ષરબ્રહ્મ,
(૩) માયા, (૪) ઈશ્વર અને (૫) જીવ — બતાવ્યા છે. આ પાંચ ભેદનો અંતર્ભાવ ત્રણ તત્ત્વોમાં થાય છે..
શ્રીજીમહારાજે સમજાવ્યું કે જેમ જીવ અને વૈરાજપુરુષ–ઈશ્વરમાં ભેદ છે, તેમજ ઈશ્વર અને પુરુષમાં ભેદ છે,
એમ પુરુષ અને પુરુષોત્તમ વાસુદેવમાં ઘણો ભેદ છે. પુરુષોત્તમ વાસુદેવ સર્વના સ્વામી છે. અક્ષરાર્થીક
પુરુષોની સંખ્યા અનેક છે અને તે પુરુષોત્તમની ઉપાસના કરે છે..
પાંચ અનાદિ ભેદ:.
(૧) પુરુષોત્તમ ભગવાન — પરબ્રહ્મ, નારાયણ, પરમાત્મા, પરમેશ્વર વગેરે.
(૨) અક્ષરબ્રહ્મ — નિત્યમુક્ત પુરુષ, વિશ્વકસેન.
(૩) માયા — ભગવાનની શક્તિ.
(૪) ઈશ્વર — બ્રહ્માદિ ઐશ્વર્યયુક્ત આધિકારિક જીવ.
(૫) જીવ — મનુષ્ય, પશુ વગેરે ચાર યોનિઓમાંથી ઉત્પન્ન જીવ સમૂહ.
અક્ષરબ્રહ્મ, ઈશ્વર અને જીવ — આ ત્રણ ભેદ જીવતત્ત્વમાં અંતર્ભૂત થાય છે. બીજું તત્ત્વ પુરુષોત્તમ ભગવાન અને
ત્રીજું માયા — આમ ત્રણ તત્ત્વ સિદ્ધ થાય છે.
આ રીતે શ્રીરામાનુજાચાર્યનો ત્રણ તત્ત્વનો નિર્ણય — જીવ, ઈશ્વર (અહીં ઈશ્વર શબ્દ પુરુષોત્તમ વાચક), અને માયા —
શ્રીહરિએ શિક્ષાપત્રીમાં સ્વીકાર્યો છે અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્તને સંપૂર્ણ રૂપે માન્ય કર્યો છે.
શિક્ષાપત્રી
मतं विशिष्टाद्वैतं मे
આ વાણી ભગવાન શ્રીસ્વામિનારાયણની સ્વલિખિત શિક્ષાપત્રીમાં ગાયેલી અમૃતવાણી છે.
આ વચન પ્રમાણે સકલ વેદશ્રુતિ પ્રતિપાદિત જે શ્રીહરિને અભિષ્ટ છે એવો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્ત,
અર્થાત્ સ્વામી–સેવકભાવનો સિદ્ધાન્ત, સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે.
વચનામૃત
અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકરસ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રુચિ નથી. તથા શ્રીરામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિષે તો અમારે ઉપાસના છે. (વ.લો.૧૪)
“સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ કે તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કાંઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતેજ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ, જે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઇએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામીરૂપે હતા; તે શ્રીરામાનંદસ્વામીએ શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્રમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદસ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે, ને તે રામાનંદસ્વામીના શિષ્ય અમે છીએ એવી રીતે ગુરૂપરંપરા જાણવી. (વ. ૧૮)
શ્રીરામાનુજાચાર્ય જે પુરુષોત્તમનું નિરુપણ કર્યું છે તેને વિષે શ્રીહરિની ઉપાસના છે અને ગુરુ પરંપરામાં શ્રીરામાનુજાચાર્યને ગુરુ રૂપે સ્વીકારી પોતાના શિષ્યોને પણ આ જ ગુરુપરંપરા સ્વીકારવાનું કહ્યું છે. આવા શ્રીહરિના અભિપ્રાયથી સિદ્ધ થાય છે કે શ્રીહરિના પરં ગુરુ એવા શ્રીરામાનુજાચાર્ય પ્રતિપાદિત શ્રી વિશિષ્ટાદ્વૈત સિદ્ધાન્ત અને તત્ત્વનિર્ણયને શ્રીહરિએ યથાર્થ સ્વસિદ્ધાન્ત રૂપે સ્વીકાર્યો છે.
જીવ તત્ત્વ
સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રીમાં શ્રીહરિએ જીવનું આપ્રમાણે નિરૂપણ કર્યું છે.
हृत्रस्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याखिलां तनुम् ।
ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोऽच्छेद्यादिलक्षणः ॥
જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે અને પોતાની જ્ઞાનશક્તિથી નખથી શિખા સુધી સમગ્ર દેહને વ્યાપ્ત છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક લક્ષણવાળો છે. (શિક્ષાપત્રી ૧૦૫)
સત્સંગિજીવનમાં જીવનું લક્ષણ આ રીતે બતાવ્યું છે:
आत्मा जीव इह प्रोक्तो व्याप्य सर्व वपुस्थितः ।
बाह्यान्तःकरणानां तद्देवतानां प्रकाशकः ।
अजो नित्यः शाश्वतश्च निरंशश्च प्रकाशकः ।
सोऽच्छेद्यादिगुणो ज्ञेयो जीवात्मा वर्णिसत्तम ।।
चिद्रूप आत्मा विज्ञेयः साध्यवस्थात्रयस्य च ।
देहेन्द्रियमनः प्राणबुध्यादीनां प्रकाशकः ।।
આત્મા સમગ્ર શરીરમાં વ્યાપક છે. ઈન્દ્રિયો અને અંતઃકરણને પ્રકાશ કરનારો છે. જીવ અણુ છે, સ્વતઃ શેષ છે, આશ્રિત છે, નિયંત્રિત છે, પરતંત્ર છે, હૃદયપદ્મમાં રહે છે, નિત્ય છે, જ્ઞાનશક્તિમાન છે અને ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા છે.
આ જ લક્ષણ હરિવાક્યસુધાસિંધુમાં આ પ્રમાણે વર્ણવાયેલ છે:
हे न्द्रियान्तः क रणदेवताविषयादितः ।
बोद्धव्यः पृथगात्मा तु चिद्रूपो ।
ज्ञानवान्नित्यो निर्विकारः सुखात्मकः ।
स्थिरः सदैकरूपश्च स्वप्रकाशोऽतिनिर्मलः ।।
असङ्गी व्यापको द्रष्टा दिव्योऽच्छेद्यादिलक्षणः ।
नङ्गोऽमायिकोऽमृत्युरात्माऽस्तीत्यवधार्यताम् ।।
चतुर्विशतितत्त्वेभ्य आत्मा ज्ञेयः पृथक् परः इति ।
सिद्धमेतावता देहादिभ्योऽन्य आत्मेति ।
દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, ઈન્દ્રિયદેવતા અને વિષયોથી જીવ જુદો છે. તે ચિદ્રૂપ, જ્ઞાનરૂપ, નિત્ય, નિર્વિકાર, સુખરૂપ, સ્વપ્રકાશક, શુદ્ધ, અસંગ, સર્વવ્યાપક, અછેદ્ય, અભેદ્ય, અમર અને ચોવીસ તત્ત્વોથી નિરાલંબ સ્વરૂપ છે.
ઇશ્વર
શ્રીહરિએ ઈશ્વરનું લક્ષણ શિક્ષાપત્રીમાં આ રીતે બતાવ્યું છે:
हृदये जीववज्जीवे योऽन्तर्यामितया स्थितः ।
ज्ञेयः स्वतन्त्र ईशोऽसौ सर्वकर्मफलप्रदः ।।
ઇશ્વર છે તે જેતે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામિપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફલના આપનારા છે એમ ઇશ્વરને જાણવા ।
स श्रीकृष्णः परंब्रह्म भगवान् पुरुषोत्तमः ।
उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ।।
એ ઈશ્વર કોણ? — તો પરબ્રહ્મ, પુરુષોત્તમ એવા શ્રીકૃષ્ણ ભગવાન. તેઓ આપણા ઈષ્ટદેવ અને સર્વ અવતારના કારણ છે.
स राधया युतो ज्ञेयो राधाकृष्ण इति प्रभुः ।
रुक्मिण्या रमयोपेतो लक्ष्मीनारायणः स हि ॥
શ્રીકૃષ્ણ જ્યારે રાધિકાજી સાથે હોય ત્યારે રાધાકૃષ્ણ નામે જાણવું. અને લક્ષ્મીરૂપ રુકમણી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ તરીકે ઓળખાવો.
ज्ञेयोऽर्जुनेन युक्तोऽसौ नरनारायणाभिधः ।
बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ।।
અર્જુન સાથે આવેલ હોય ત્યારે નરનારાયણ નામે કહેવાય. તથા બળભદ્ર વગેરે સાથે સંયોગે તે તે નામે ઓળખાય છે.
एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्वचित् ।
क्वचित्तदङ्गेऽतिस्नेहात्स तु ज्ञेयस्तदैकलः ।।
રાધાદિક ભક્તો ક્યારેક શ્રીકૃષ્ણના પડખે રહે છે અને ક્યારેક અતિ સ્નેહથી તેમના અંગમાં સ્થિત રહે છે — છતાં શ્રીકૃષ્ણ એકલાજ હોવાનું જાણવું.
अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा ।
चतुरादिभुजत्वं तु दिचाहोस्तस्य चैच्छिकम् ।।
શ્રીકૃષ્ણના સ્વરૂપોમાં કોઇ ભેદ જાણવો નહિ. ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્રભુજ સ્વરૂપ બધું તેમની ઇચ્છાથી પ્રગટ થાય છે — મૂળ સ્વરૂપ દ્વિભુજ છે.
इत्युक्ता प्रकृतिस्तस्याः साम्यस्थगुणचालनः ।
तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुजैर्भुवि ।
निःश्रेयसकरं किञ्चित्ततोऽन्यन्नेति दृश्यताम् ।।
પૃથ્વીના મનુષ્યોએ એ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જ કરવી. કારણ કે ભક્તિ સિવાય બીજું કોઈ કલ્યાણકારી સાધન નથી — આ જાણવા જેવું છે.
માયા
શિક્ષાપત્રીમાં માયાનું લક્ષણ આ રીતે જણાવેલું છે:
त्रिगुणात्मा तमः कृष्णशक्तिर्देहतदीययोः ।
जीवस्य चाहंममताहेतुर्मायावगम्यताम् ।।
માયા ત્રિગુણાત્મક છે, અંધકારરૂપ છે, શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને જીવને દેહ તથા દેહના સંબંધમાં અહંકાર તથા મમત્વ કરાવનારી છે — એ માયાને આ રીતે જાણવી.
सत्संगीज्ञान में मायारूप लक्षण:
जन्मक्षेत्रं च जीवानामनादिश्चिज्जडात्मिका ।
तमोमयी हरेः शक्तिः कार्यकारणरूपिणी ।।
गुणत्रयात्मिका चाजा या चोक्ताऽज्ञानसंज्ञिका ।
सा मायेति त्वया ज्ञेया यां तरन्त्याश्रिता हरेः ।।
માયા જીવના જન્મનું કારણ છે. અનાદિ છે, ચેતન-જડ મિશ્ર છે, અંધકાર સ્વરૂપ છે, ભગવાનની શક્તિ છે, જગતરૂપ કાર્યનું કારણ છે, ત્રિગુણાત્મક છે, અજ્ઞાનરૂપ છે. જે હરીને આશ્રય કરે છે તે માયાને તરતાં કરી શકે છે.
हरिवाक्यसुधासिंधु में:
नित्या च भगवच्छक्तिस्त्रिगुणा चिज्जडात्मिका ।
निर्विशेषा जीवमहत्तत्त्वादिक्षेत्रमध्यया ।।
માયા નિત્ય છે, ભગવાનની શક્તિ છે, ત્રિગુણાત્મિકા છે, જડ છે, નિર્વિશેષ છે અને જીવને અહં તથા મમત્વ કરાવનારી છે.
प.पू.ध.धू. 1008 आदिआचार्य श्री रघुवीरजी महाराज
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 25 મે 1809
ગાદીપટ્ટાભિષેક : 10 નવેમ્બર 1826
ગાદીસમય : 10 નવેમ્બર 1826 થી 9 ફેબ્રુઆરી 1863
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 11 ઓક્ટોબર 1838
ગાદીપટ્ટાભિષેક : 9 ફેબ્રુઆરી 1863
ગાદીસમય : 9 ફેબ્રુઆરી 1863 થી 21 ઓગસ્ટ 1879
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 19 એપ્રિલ 1852
ગાદીપટ્ટાભિષેક : 21 ઓગસ્ટ 1879
ગાદીસમય : 21 ઓગસ્ટ 1879 થી 27 સપ્ટેમ્બર 1899
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 15 ઓગસ્ટ 1892
ગાદીપટ્ટાભિષેક : 27 સપ્ટેમ્બર 1899
ગાદીસમય : 27 સપ્ટેમ્બર 1899 થી 26 એપ્રિલ 1909
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી શ્રીપ્રતિપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી શ્રીપ્રતિપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 18 ઓગસ્ટ 1875
ગાદીપટ્ટાભિષેક : 26 એપ્રિલ 1909
ગાદીસમય : 26 એપ્રિલ 1909 થી 12 ફેબ્રુઆરી 1931
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 22 જુલાઈ 1906
ગાદીપટ્ટાભિષેક : 12 ફેબ્રુઆરી 1931
ગાદીસમય : 12 ફેબ્રુઆરી 1931 થી 11 એપ્રિલ 1958
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 25 જુલાઈ 1930
ગાદીપટ્ટાભિષેક : 11 એપ્રિલ 1958
ગાદીસમય : 11 એપ્રિલ 1958 થી 13 મે 1984
પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધૂ .1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ
સ્થાન : વડતાલ દેશ
જન્મ : 16 ઓગસ્ટ 1949
ગાદીપટ્ટાભિષેક : 13 મે 1984
ગાદીસમય : 13 મે 1984 થી 31 જાન્યુઆરી 2003
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 03 જૂન 1809
ગાદીપટ્ટાભિષેક : 14 નવેમ્બર 1825
ગાદીસમય : 14 નવેમ્બર 1825 થી 12 માર્ચ 1868
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 25 માર્ચ 1835
ગાદીપટ્ટાભિષેક : 12 માર્ચ 1868
ગાદીસમય : 12 માર્ચ 1868 થી 15 એપ્રિલ 1890
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 12 ફેબ્રુઆરી 1870
ગાદીપટ્ટાભિષેક : 15 એપ્રિલ 1890
ગાદીસમય : 15 એપ્રિલ 1890 થી 11 નવેમ્બર 1901
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 17 જુલાઈ 1899
ગાદીપટ્ટાભિષેક : 11 નવેમ્બર 1901
ગાદીસમય : 11 નવેમ્બર 1901 થી 04 નવેમ્બર 1939
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 15 ઓક્ટોબર 1922
ગાદીપટ્ટાભિષેક : 04 નવેમ્બર 1939
ગાદીસમય : 04 નવેમ્બર 1939 થી 02 ઓક્ટોબર 1969
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 15 એપ્રિલ 1944
ગાદીપટ્ટાભિષેક : 02 ઓક્ટોબર 1969
ગાદીસમય : 02 ઓક્ટોબર 1969 થી 15 ઓક્ટોબર 2004
પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ
નામ : પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ
સ્થાન : અમદાવાદ દેશ
જન્મ : 17 ઓક્ટોબર 1973
ગાદીપટ્ટાભિષેક : 15 ઓક્ટોબર 2004
ગાદીસમય : 15 ઓક્ટોબર 2004
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય ગ્રંથો
આ સંપ્રદાયમાં વેદ અને વેદોપબ્રહ્મક સર્વે ગ્રન્થોને સંપ્રદાયના જ ગ્રન્થો તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ભગવાન વેદ વ્યાસ રચિત તમામ ગ્રન્થો તેમજ શ્રીહરિએ શિક્ષાપત્રીમાં જણાવ્યા મુજબ આઠ સત્શાસ્ત્રોને પ્રમાણ-ગ્રન્થો તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
(૧) ચાર વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્ભાગવત પુરાણ (૪) મહાભારત અંતર્ગત શ્રીવિષ્ણુ-સહસ્રનામ
(૫) શ્રીમદ્ભગવદ્ ગીતા (૬) વિદુરનીતિ (૭) શ્રીવાસુદેવ મહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ —
આ આઠ સત્શાસ્ત્ર શ્રીહરિને ઈષ્ટ છે, તેથી સાંપ્રદાયિક ગ્રન્થો તરીકે સ્વીકારવામાં આવે છે.
वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् ।
पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ।।
तथा श्रीभगवद्गीता नितिश्च विदुरोदिता ।
श्रीवासुदेवमाहात्म्यं स्कन्दवैष्णवखण्डगम् ।।
धर्मशास्त्रान्तर्गता च याज्ञवल्क्यऋषेः स्मृतिः ।
एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि ।
એ જ પ્રમાણે શ્રીહરિએ શિક્ષાપત્રીમાં શ્રીરામાનુજાચાર્ય કૃત ગ્રન્થને પોતાનું આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યું છે.
शारीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् ।
रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ।
શ્રીરામાનુજાચાર્યે કરેલું વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા ભગવદ્ગીતાનું ભાષ્ય —
આ બે ગ્રન્થો શ્રીહરિના આધ્યાત્મિક શાસ્ત્ર છે એમ સમજવું.
સંસ્કૃત ગ્રન્થો
- શિક્ષાપત્રી — ભગવાન શ્રીસ્વામિનારાયણ
- સત્સંગીજીવન — શ્રીશતાનંદ મુનિ
- હરિવાક્યસુધાસિન્ધુ — શ્રીશતાનંદ મુનિ
- શ્રીહરિદિગ્વિજય — શ્રીનિત્યાનંદ મુનિ
- શિક્ષાપત્રી અર્થદીપિકા — શ્રીશતાનંદ મુનિ
- બ્રહ્મમીમાંસા — શ્રીમુક્તાનંદ સ્વામી
- દશોપનિષદ્ભાષ્ય — શ્રીગોપાળાનંદ સ્વામી
- ગીતા ભાષ્ય — શ્રીગોપાળાનંદ સ્વામી
- શાંડિલ્યસૂત્ર ભાષ્ય — શ્રીનિત્યાનંદ સ્વામી
- સત્સંગીભૂષણ — શ્રીવાસુદેવાનંદ બ્રહ્મચારી
- શ્રીહરિચરિત્ર — શ્રીઅખંડાનંદ વર્ણી
- માનમેય પ્રકાશિકા — શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસ
ગુજરાતી અને હિન્દી ગ્રન્થો
- મુક્તાનંદ કાવ્ય — શ્રીમુક્તાનંદ સ્વામી
- નિષ્કુળાનંદ કાવ્યમ્ — શ્રીનિષ્કુળાનંદ સ્વામી
- ભક્તચિંતામણિ — શ્રીનિષ્કુળાનંદ સ્વામી
- શ્રીહરિચરિત્રામૃતસાગર — શ્રીસિદ્ધાનંદ (આધારાનંદ) સ્વામી
- પ્રેમાનંદ કાવ્યમ્ — શ્રીપ્રેમાનંદ સ્વામી
- બ્રહ્માનંદ કાવ્યમ્ — શ્રીબ્રહ્માનંદ સ્વામી
આ મુખ્ય ગ્રન્થો ઉપરાંત અનેક પદ્ય અને ગદ્ય ગ્રન્થો છે જે સંપ્રદાયનું વિશેષ પોષણ કરે છે.