Hari Prakash Swami

આશીર્વાદ અને પ્રાર્થના

 

 

 

પ્રાત: વંદનીય પરમ પૂજ્ય પ્રખર વક્તા જેમના શ્રી મુખે થી સાક્ષાત સ્વરની દેવી શ્રી સરસ્વતીજી ની વાણી સરે છે.તથા અસંખ્ય જીવો ના ઉપાસક જેમના પર શ્રીજી મહારાજ તથા મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદજી ની અખંડ કૃપા છે તેવા સંત મંડળ પ્રીય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીશ્રી ના શ્રી ચરણો માં કોટી કોટી વંદન

સ્વામીશ્રી તથા અગ્રગણ્ય શ્રીજી તુલ્ય સંતમંડળ આપને મુજ સદ્ગુરુ ચરણ સ્વરૂપ ભક્તની કરબઘ પ્રાર્થના તથા વીનંતી કે આપ સંતમંડળ સહુ આપના આ ભક્ત ના ઘરે પધરામણી કરી આપના ભક્તના ઘરને મંદિર રૂપી બનાવા અવસ્ય પધારશોજી

આગળ પણ સાકાપુરા ખાતે રાખેલ હનુમાન ચરિત્રની પવન કથા નિમિત્તે શા.સ્વામીશ્રી ઘરે પધરામણી
કરી અમો ને અત્યંત પાવન કરેલ છે.

 

જય શ્રી સ્વામિનારાયણ.

 

 

 

જય સ્વામિનારાયણ સ્વામી ધન્ય ધન્ય ધન્ય બનીગયા અમે અમારું આંગણું મંગલ ભવન પાવન થાય ગયું અમારા પરિવાર ઉપર તમારી પરમ કૃપા બનાવેલી રાખજો

તમે સંતો ઠાકોરજી સાથે પધાર્યા ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો નિરંતર દર્શન દેજો જન્મો જન્મ પરિવારમાં ભક્તિ દ્રઢ આપજો સતકર્મ કરીયે તેવી શુભ મહાલક્ષ્મી કૃપા કરજો બળ બુદ્ધિ વિદ્યા આપજો રિષિકેષમાં ગંગાજી પાસે મને પ્રોપટી લેવી છે જેથી સાધુ સંતો પરિવાર વધારે ગંગાજી પાસે રેવા જાય કૃપા કરી મારા ઉપર હનુમાનજીદાદાના આશીર્વાદ મળે કે મને મળી જાય તમે દાદા સાથે
પધારજો પવન શ્રાવણ બંને દીકરાની રક્ષા કરજો ભેગા રેજો વેલા વેલા પધારજો ઉત્સવ બની ગયો ખુબ આનંદ થયો સ્વામી…

સ્વામી મારા પપ્પાએ કરીયાવર માં અમને સંસ્કાર ભક્તીનો વારસો આવ્યો અમને જે પૈસા આવ્યા દવા અને સેવિંગ કરી અમે ૭ બેનો એ રિષિકેષમાં રામકથા ગયા વર્ષ લાભપાંચમ દેવદિવાળીમાં કરી જન્મથી સધ્ધર કુળમાં જન્મથયો પણ તે લક્ષ્મીને અમે શુભલક્ષ્મી પવિત્ર પાવન ગંગાનું દેવ ભુમી માં વાપરી હજી સંકલ્પ મનોરથ છે કે અમે દિકરીઓ રામકથા દેવભુમીમાં કરવીએ અમને આશીર્વાદ આપો આ અમારો કરીયાવર સ્વામી તમને તો ખબર જ હશે કે ૧૦ વર્ષ પેલા પપ્પાને કેન્સર આવ્યું તેથી તેમણે રાતોરાત નિર્યણ કરી ૫૦૦ કરોડની બેંક ભરી દીધી લોકો બેંક નાભરે પાપા કીધુ તેના લીધી નાના લોકો પીડાય નિતી તીની આવે નિતી બદલાવતો એટલે પાપા હાજરી ભરી દીધી ભવાનીમાં દાદાની કૃપાથી ખુબ સફળ અને સુખી છે. હતા તેનાથી ડબલ થઈ ગય. સંપવિસ્વામી અમારા પરિવાર કુટુંબ ઉપર કૃપા કરજો દર્શન દેજો ભલુ કરજો ભેગા રેજો .
જય સ્વામિનારાયણ
લી: મનજી બાપાની દીકરી – આગુ મિતેષ કળથીયા

પ્રિય હરીપ્રકાશદાસજી સ્વામી,
સારંગપૂર ધામ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહાવીર


મારા પ્રિય સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી તમને મારા કોટી કોટી વંદન . તમે અમારા પ્રણામ સ્વીકાર કરજો . મારુ નામ નિર્મલ પટેલ છે. હું હાલ ટોરેન્ટો કેનેડા માં રહું છું. પાછલા વર્ષે તમો એ અમારા ઘર વિસનગર મુકામે પધરામણી કરેલી. ત્યાર બાદ તમો કેનેડા આવેલા ત્યારે અમારી બનતી રેસ્ટોરન્ટ જે લંડન ઓન્ટારીઓ મુકામે હતી ત્યાં પણ પધરામણી કરેલી અને અમારા આશીર્વાદ આવેલા. તમે આવેલા એ વખતે અમારી રેસ્ટોરન્ટ નું કામ લોન ન થવાના કારણે અટકેલું તો તમે હનુમાન દાદા ને પ્રાર્થના કરી ને એ જલદી કામ પતે ને રેસ્ટોરન્ટ ચાલું થાય તેવી પ્રાર્થના કરેલી. પરંતુ અમારી લોન હજી પાસ થઈ નથી અને ત્યાર બાદ અમે એ વેચવા પણ મુકેલી તો અમને બે લેનાર પણ મળેલા. પરંતુ છેલ્લા સમયે બંને ફસકી ગયેલા. તેથી અમે અત્યારે પૈસા અછત હોવાના લિધે ના તો રેસ્ટોરન્ટ ચાલુ કરી શકીએ છીએ. તથા ભાડું પણ ભરીએ છીએ જગ્યાનું.

 

હવે એના પણ પૈસા ના હોવાથી અમે default થઈએ એવી પરીસ્થીતી આવી પડેલ છે. તદ ઉપરાંત વર્ષ ૨૦૧૮ માં અમારા પરિવાર પર ફરીથી આર્થિક સંકટ આવેલું ત્યારથી અમે સારંગપુર ધામ હનુમાન દાદાના ત્યાં અમારી અરજ માથું મૂકીને ટેકલેલી અને ત્યારથી અમારા જીવનમાં બધું સાફ થવા લાગેલું, પરંતુ ફરીથી વર્ષ ૨૦૨૨ થી અમારી ખરાબ દસ ચાલુ થઇ અને અમને દરેક જગ્યાથી નિષ્ફ્ળતા જ હાથ લાગી છે. તથા અત્યાર સુધી અંદાજિત રૂપિયા ૧ કરોડ નું દેવું પણ થયું છે. મને સ્વામી અંદર કાંઈ જ ખબર નથી પડતી કે હું શું કરું.તથા સાથે સાથે અમારા પારિવારિક સંબધો પણ બગડવા લાગ્યા છે.

 

મારી તમને વિંનતી છે કે તમે અમારા વતી હનુમાનદાદાને પ્રાર્થના કરો અને મને અને મારા પરિવારના ચારે સભ્યો ને આ આર્થિક સંકટ માંથી બહાર નીકાળો ,અમે આગળ બહુ પ્રગતિ કરીએ. અને અમારા પારિવારિક સંબધો પણ સારા થાય .માટે ક્યારનું એ ભારત આવીએ ફરીથી દાદાના આગળ માથું ટેકવું છે. પરંતુ પૈસાની અછત હોવાથી હું ટિકિટ પણ લય શકું એમ નથી .મને વિશ્વાસ છે કે દાદા જરૂર થી અમારી સાથે વધુ સારી રીતે આગળ પ્રગતિ કરાવશે.

 

મે હમણાં સમાચાર મળ્યા કે તમે ૨૦૨૫ માં કેનેડા પધારવાના છો. તે જાણી ને ઘણો આનંદ થયો. મેં આ પત્ર સાથે મારી ને મારા પિતાશ્રી ની તમારી સાથે માણેલી પળો ફોટા સ્વરુપે મોકલેલી છે.

 

તમને મારા તથા મારા પરિવાર વતી વંદન અને હનુમાનજી મહારાજ ના ચરણોમાં નમન.

નિર્મલકુમાર કમલેશભાઈ પટેલ

પરમ પૂજનીય તેજસ્વી શ્રેષ્ઠ પ્રખર વક્તા શ્રી, સર્વના લાડકવાયા. સંપ્રદાયના ઉચ્ચીષ્ઠ સ્વામી અમારા દેહને આભસાન પ્રાપ્ત કરાવનાર એવા અમારા ગુરુશ્રી ને તેમના ચરણોમાં નત મસ્તક થઈને મારા કોટી કોટી નમન અને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.


પ્રભુ!(ગુરૂ) જયારે બાળકને,રમવા,ફરવા અને મોજના દિવસોમાં તે સમયે તમારા જીવનને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પોતાનું જીવન ૪૧ વર્ષથી સમર્પ્રિત કરી દીધુ હોય અને પ્રભુ ભક્તિમાં રંગાઈ ગયા હોય એવા નીરમલતા,સહજતા,સંપુણઁતા,સંતોષી,ત્યાગી,ધૈયવાન,ઉચ્ચશ્રમ નું રસપાન કરાવનાર સંસાર રહીને પ્રભુની ભક્તિ કેમ કરવી એવુ સરળ જીવન બતાવનારા,દરેક સંપ્રદાયને સમદષ્ટિ જોનાર,દરેક નાના-મોટા વ્યક્તિના ભાવને અને વિચારોને સમજનાર દરેક સાંજામાં ઢળનાર એવા મારા ગુરૂ એટલે (પ્રભુ) ને ગુરુપૂર્ણિમા નિમિતે વંદન.

 

પ્રભુ મારા જીવનમાં તમારી દિવ્યદ્રષ્ટિ પડી છે. અને મારા કાનમાં તમારા જ્ઞાનનું રસપાન મળ્યું છે. ત્યારથી મારા જીવન જીવવાની પ્રણાલી,દ્રષ્ટિકોણ,વિચારો બદલાઈ ગયા છે. તમારું વ્યક્તિ દરેકને પ્રકાશિત કરે છે. મારા જીવનમાં ગુરુની જરૂર હતી તમે મળ્યા મનથી તમને ગુરૂ માની લીધા છે.

 

આ કળિયુગમાં સારા અને સાચા ગુરૂ મળવા મુશ્કેલ છે ગુરૂ છે એ પ્રભુને મળવાની સીડી છે જે પ્રાપ્ત થઈ છે. હું ભાગ્યશાળી છુ મને ઉચ્ચગુરૂ પ્રાપ્ત થયા છે. ઘણીવાર ભગતને તમારા વિશે પૂછું કે પ્રભુને શું ભાવે ? કેમ રહે ? શું કરે ? એવુ ઘણું બધુ મારે પૂછવાનો એ જ માધ્યમ હોય કે હું થોડું ઘણું અનુકરણ કરીને પરિવર્તન લાવી જીવનને કૃતાર્થ કરી શકુ આ મારુ જીવન કિચડ કાદવ રૂપી દેહ ને ધોઈ શકુ આજીવનને એકવાર તો બ્રહ્મ રસપાન કરવાનુંજ તો આજ જનમમાં કેમ નઈ?

 

એટલે તમારા વિચારો,તમારી વાણી જીવનને આગળ જે મુકામ જોઈએ છે ત્યાં આગળ વધારે છે. આંધકારરૂપી જીવનમાં તમારા જેવા ગુરૂનુ અજવાળું મારી સફરમાં બહુ જરૂર છે મને પ્રભુ બનાવે છે. આ મોર્ડન જમાનામાં રહીને બધાની સાથે રહીને બધાની સાથે ઢળીને વ્યક્તિને જોઈએ એવુ પીરસીને સમજાવીને જે તમે આધુનીક દુનિયામાં રહીને પણ પ્રભુ સાથે રડવાનો અને જોડવાનો તમારામાં અદભુત કલા છે,જ્ઞાન છે,સમજણ છે, જેમ પક્ષીને એના બચ્ચાને મોટુ કરવાનું લક્ષ્ય હોય છે. એનું રાખે કે ના રાખે પણ તેનું કર્તવ્ય પૂર્ણ કરે છે તેમ તમે કરો છો.તમારું પણ એકજ લક્ષ્ય છે. વ્યક્તિઓને પ્રભુમય અને ભક્તિમય બનાવા અને પ્રભુમાં લિન રહેવું. આવું સાદગીભર્યું જીવન છે તમારું તો તમારી તલળ કેમ ના રહે ?

 

પ્રભુ દર્દી હોય એને ડોકટર ની સલાહ લેવી ગમે,ગુનેગારને વકીલની લેવી ગમે, અને અમારા જેવા અજ્ઞાની ઓને તમારા જેવા તપશ્વિ શ્રેષ્ઠજ્ઞાની. તેજસ્વી એવા મારા પ્રભુ હરિપ્રકાશસ્વામીની જરૂર છે. આજના પાવન દિવસે તમને સ્વામિનારાયણ ભગવાન આરોગ્ય સંપૂર્ણ સ્વસ્થ રાખે હંમેશા પ્રભુ ભક્તિમયમાં આનંદિત રહો એવી પ્રાર્થના તમારા સુમધુર વાણીનો રસપાન કરવો ખુબજ ગમે છે. તમારી આંખોમાં પ્રભુની ઝાંખી દેખાય છે હાથમાં માળા રૂપી છડી છે તમારા ચહેરા પર ભક્તિનું તેજ છે.

 

પ્રભુ! તમારી ભક્તિમાં ,તમારી દ્રષ્ટિમાં,ઠાકોરજીની સેવા કરો ત્યારે, તમારી પ્રાર્થનામાં મને અધિક યાદ કરજો મને ધન્ય બનાવજો આશીર્વાદ પ્રદાન કરજો. આ આત્માના ખરાબ કર્મોનો નાશ થાય અને પુન્યનો ઉદય થાય એવી પ્રાર્થના કરજો. મારા દિલમાં જે હતું એ કીધું છે કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. માફ કરજો..

 

Happy Guru Purnima
જય શ્રી સ્વામિનારાયણ .

લી.
પિનાકપાણી બોટાદ

પરમ પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામીજી,
આપને હ્રધ્યથી નયનો જુકાવીને કોટી કોટી વંદન… સાથે જય સ્વામિનારાયણ… જય કષ્ટભંજન હનુમાન દાદા આપ મજામાં હશો.

 

આપના વિશે, મંદિર વિશે મૌલિકભાઈએ થોડી વાત કરી…. ખરેખર સાંભળીને હું ધન્ય બની ગઈ.. તો આપના આશિર્વાદ હનુમાન દાદા અને આપના દર્શન કરવાનું ખુબ જ મન થયુ છે. અંજળ આવે એની પહેલા હુ મૂર્તિ મોકલી દઉ. એવો વિચાર આવ્યો અને હનુમાન દાદા એ મૌલિકભાઈને આદેશ આપ્યો… મને વાત કરી કે તરતજ મંત્રોચ્ચાર સાથે મૂર્તિ બનાવી ખુબજ શુભ ભાવના… શુભેચ્છા સાથે….
સ્વામિજી આપની બધીજ મનોકામના સફળતા સાથે નિર્વિઘ્ને પૂર્ણ કરશે જ. વિદેશો માં જઈ જઈને અદ્ભુત સત્સંગ માટે ખુબજ શક્તિ. સૂઝબૂઝ ભગવાન આપે… ધર્મનો જોરદાર ફેલાવો થશે. ધર્મને મજબુત આપ થકી બનતો જશે.

 

આપ સાધનામાં મસ્ત વ્યસ્ત, સ્વસ્થ રહો…

એવુ હ્રદયના ભાવો સાથે મુંબઈ. સાયનથી રમાબેન સતિશભાઈ શાહ કેશરવાળા શુભેચ્છા વ્યકત કરે છે.

 

આ સાથે થોડી મારા પરિચયની વિગત મોકલુ છું પણ મોબાઈલમાં વધુ જોવા મળશે. ધર્મનું જ છે મારી નમ્ર વિનંતી સ્વામિજી. આવજો, કામકાજ હોય તો વિનાસંકોચે જણાવશો.. જય હો..વિજય હો.. પગે લાગુ છુ..


લિ.
રમાબેન શાહ

પ્રિય દાદા


ઘણા વર્ષોથી તમને અંતરમનથી રાખડી બાંધતી હતી, પણ આ પહેલી વાર તમને રાખડી મોકલવાનો અવસર પ્રાપ્ત થયો છે.


કોટી કોટી વંદન એ સહુના જે મારી રાખડી તમારા સુધી પહોચાડશે અને તમને પહેરાવ્યા સુધી પ્રત્યેક વ્યક્તિને વંદન .


તમે આનંદ માં છો એ જોઈ ને હુ પણ આનંદ માણું છુ. તમને લાડ લડાવવા વાળા ઘણા લોકો છે. હુ કેતન ને બહુ miss કરુ છુ. દાદા કાશ તમે મારી life માં એનાથી પહેલા આવી ગયા હોત તો મેં એને ગુમાવ્યો ન હોત મોટી બેન તરીકેની ઘણી બધી ફરજ ચુકી ગઈ છુ. તેનું દુ:ખ હંમેશા રહશે.


બેન તરીકે તો હુ તમને આશીર્વાદ આપુ છુ કે જે દિલથી તમને યાદ કરે, તમારે દ્વારે આવે તે સહુની મનોકામના પુરી કરજો.


મારી રાખડી મારાથી પહેલા પહોચશે. બસ એવી કૃપા કરજો કે હું,પિયુષ,અને છોકરાઓ સાથે જલ્દી તમારા દર્શન કરવા
આવું બસ એક વાર રૂબરૂ તમારા દર્શન થઇ જાય. મારા વીરા રાજેશની તબિયત હંમેશા સારી રહે તેવી પ્રાર્થના .

 

લિ. તમારી બહેન
રૂપલ પિયુષ ઠક્કર

|| जय श्रीराम ||
२५-१२-२०२२ बुधवार
हे रामदूत
हे कष्टभंजन हनु‌मानजी
आपको प्रणाम व जय श्रीराम ।।

 

आपको मैंने २०२२ में पहली बार राखी बाँधी है। रामदूत भैया आप पर रामजी बहुत प्रसन्न रहे, ऐसी रामजी के चरणों में प्रार्थना है। मैं हरिप्रकारादासजी स्वामी (अथाणावाला) भी कथा सुनती हूँ। मैं स्वामी को अपना “गुरु” मानती हूँ। स्वामीजी के प्रवचन सुनकर सारंगपुर आकर कष्टभंजन देव से बाधा (मानता) रखी है कि मेरी रीट परीक्षा की प्री परीक्षा व मुख्य परीक्षा दोनों में पास होकर मेरी सरकारी नौकरी लग जाये। प्री परीक्षा में पास हो गई हूँ। मुख्य परीक्षा होनी बाकि है | स्वामी जी आप रामदूत भैया से प्रार्थना करना कि शीघ्र मेरी सरकारी नौकरी लग जाये। नौकरी के वेतन से रामदूत भैया को सुखड़ी ना थाल व मारूति यज्ञ करवाऊगी । मैंने रामदूत भैया को वचन दिया है कि नौकरी से आने वाला सम्पूर्ण वेतन रामभक्तों की सेवा में संतसेवा में, सत्कर्मा में लगाऊँगी। इस सेवा का माध्यम मुझे बनाने की कृपा करें।

 

“सभी स्वामी, पार्षद व सेवक रामदूत भैया मी मूर्ति के चारों ओर लगे वानर सेना में से हैं।”

 

मेरी मृत्यु व मृत्यु के पश्चात् की इच्छा –
कष्टभंजन देव के दर्शन करते हुए मेरी मंदिर में ही मृत्य हो जाये। मृत्यु के पश्चात् मैं लड़के का शरीर प्राप्त करूँ। मेरा जन्म सारंगपुर में ही किसी स्वामीनारायण हरिभक्त के वहाँ हो तथा उन माता-पिता की पहले से ही इच्छा हो कि हम बेटे को स्वामीनारायण संप्रदाय में व मष्टमंजन देव सारंगपुर में ही साधु बनायेंगे। मेरी उम्र १ वर्ष की हो और पिताजी मुझे स्वामी को साधु बनाने के लिए सौंप दे ताकि मुझे घर-परिवार का कुछ याद ना रहे। उस जन्म में मेरे गुरु हरिप्रकाशदासजी स्वामी ही होने चाहिए। मुझे गरु कथाकार बनाये, क्योंकि हनुमानजी को रामकथा अतिप्रिय हैं। आर्यन भगत के बाद मेरा ही छोटे साधु में नंबर आये।


मेरी इस इच्छा की मूर्ति हो, यह प्रार्थना मेरे गुरु हरिप्रकाशदासजी स्वामी कष्टभंजन देव के चरणों में प्रार्थना मेरे मध्यस्थी बनकर करें।

 

जय स्वामीनारायण ।
आपकी बहन प्राची भट्ट

જય કષ્ટભંજન દેવ જય શ્રીરામ જય સ્વામીનારાયણ
વ્યાસ નથન કુમાર સુરેશભાઈ

મુ : ડોળીયા તા: સાયલા
જી : સુરેન્દ્રનગર,-૩૬૩૪૩૦

પ્રતિશ્રી
હરિપ્રકાશદાસજી સ્વામી
સાળંગપુર ધામ

 

જય સ્વામિનારાયણ

સવિનય જણાવવાનું કે સ્વામીજી હું આપની કથા ખુબજ જોવ છું આપની કથા સાભળીને મને દાદામાં ખુબજ શ્રદ્રા બેસી ગઈ છે. સ્વામી એક જ તકલિપ છે. અભ્યાસમાં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલ છે. હાલમાં મારી ઉંમર – ૩૦ વર્ષ છે. સરકારી નોકરી મેળવવા ખુબજ પ્રયાસ કર્યા અને મહેનત પણ ઘણી કરી પણ ક્યાયપણ ફળ મળ્યું નહી હાલમાં હું પ્રાઈવેટ કંપનીઓમાં ઈન્ટરવ્યુ માટે ઘણી બધી જગ્યાએ અરજી આપી ચુકેલ છું પણ ફોન કરીને જાણ કરીશું પછી કોઈ જવાબ આવતો નથી દાદામાં અપાર શ્રહા છે.

 

મહીનામાં એકવાર સાળંગપુર ધામ આવુ છું. આપ સ્વામીજી ને મારી એક નાની એવી ભલામણ છે. કે મારે નિતિનભાઈ જાની (ખજુરભાઈ) ની ટીમ સાથે શુટીંગ ક્ષેત્રમાં કામ કરવાની ખુબજ ઈચ્છા છે. હું એમના વિડીયો જોવ છું આ કામ હું કરી શકીશ એવી અંદરથી મને ખુબજ વિશ્વાસ છે. મારી આપશ્રીને એક આં નાની એવી ભલામણ સર કરવાં મારી આપને નમ્ર અરજ છે. હું એક બ્રાહ્મણનો દિકરો છું મારો આ પત્ર મળતાં નિતિનભાઈ મે ભલામણ કરવાં મારી નમ્ર અરજ છે. દાદાનાં અને તમારા ચરણોમાં મારા પ્રણામ.

 

જય સ્વામિનારાયણ
લિ.
હરિભક્ત

શ્રી ગણેશાય નમઃ
શ્રી સિધ્ધેશ્વર મહાદેવ નમઃ

” જય સ્વામિનારાયણ “
” જય કષ્ટભંજન દેવ “
” જય શ્રી રામ “


પૂજ્ય શા.સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી ને અમારા પરીવાર તરફથી અમારા જય સ્વામિનારાયણ તથા કોઠારી શ્રી વિવેકે સાગરદાસજી સ્વામી, ડી. કે. સ્વામી, જગતસ્વામી, કિર્તન સ્વામી, નીલકંઠ ભગત તથા બધાના વ્હાલા આર્યન ભગત બધાને અમારા પરીવાર તરફથી જય સ્વામિનારાયણ.

 

પૂજ્ય સ્વામી જે હનુમાન ચાલીસા કથા કહે છે તે ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજાય જાય તેવી રીતે કહે છે. અને હું યુટ્યુબ ઉપર એની દરેકે કથા સાંભળું છું અને તેની કથા સાંભળીને મને આ દાદા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભાવ જાગૃત થયો છે. બસ સવારે ઊઠી અને સાંજે સુઈ ત્યાં સુધી હનુમાન દાદાનું જ નામ સ્મરણ કરીએ છીએ અને સાળંગપુર મંદિરના વાયબ્રેશન એવા છે કે એનાથી પણ દાદા પ્રત્યે વધારે ને વધારે ભાવ જાગૃત થાય છે.

 

મે અત્યાર સુધી સ્વામીજી તમારા સિવાય કોઈનીય કથા સાંભળી નથી તમારી કથા સાંભળીને અમારા પરીવારમાં પણ ઘણો ફેરફાર થયો છે. અને મને દાદામાં ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ એટલે મને થયુ કે મારે દાદાને શ્રીરામચરિત માનસ લખીને મારે દાદાને અર્પણ કરવું છે. ત્યારે મેં અમારા ભૂદેવને કહ્યું કે કયું પુસ્તક લખવા માટે સારું કેવાય એટલે મને એમને આ પુસ્તક લાવી દીધું અને બધાના આશીર્વાદથી એ પુસ્તક મે બે મહીનામાં પુરુ કરી દીધું સારો દિવસ અને મુહર્ત જોઈએ તેની શરૂઆત મારા પતિદેવે કરી દીધી અને વસંતપંચમીના દિવસે તેની પુર્ણાહુતિ કરી વચ્ચે એક પેઈજ મારી દિકરીએ લખ્યું એને પણ દાદામાં ખુબ વિશ્વાસ અને શ્રદ્ધા છે. આ ભાવ દાદા પ્રત્યે તમારી કથા સાંભળીને જ થયો છે.

 

હું સાળંગપુર દર્શન કરવા આવું અટેલે મને એવું થાય કે મારે ચારધામની જાત્રા થઈ ગઈ બસ હવે તો સ્વામીજી તમારી કથા લાઈવ જોવાની છે અને દાદા મારી એ ઈરચ્છા પુરી કરે. અને મારા ઘરે તમે એક દિવસ પધરામણી કરો. એ પણ ઈરછા છે. અને તમે મારા ઘરે આવો એટલે મારી ઘરે મારા હનુમાનદાદા આવી ગયા એવું થાય છે.આટલું કેતા મારી આંખ ભીની થઈ ગઈ. આમાથી કંઈ પણ ન ગમે તેવું લખાયું હોય તો મને માફ કરજો. માફ કરજો.


જય સ્વામિનારાયણ

પરમ પૂજ્ય ગુરૂજીનાં ચરણોમાં મારા કોટી-કોટી વંદન.

ગુરૂજી જ્યારથી મે આપને સાંભળવાનું શરૂ કર્યું છે ને ત્યારથી મને ખરા અર્થમાં દાદા અને પ્રભુ શ્રીરામની મહિમા સમજવા લાગી ગુરૂજી આપ વાત કરો છો કોઈની શ્રદ્ધા ફેલ નથી જાતી… મનથી માંગેલું મળે એ સાળંગપુરધામ…

દાદાનો મહિમા તો પહેલાંય હતો પણ ગુરૂજી આપે જે સાળંગપુરની મહિમા… દાદાનો પ્રતાપ કહ્યો છે એ ખરેખર અદભૂત છે ગુરૂજી આપની દાદા વિશેની વાતો સાંભળવાથી જ સાળંગપુર આવવાનું મન થઈ જાય દાદાનો પ્રતાપ એમનાં ગુણગાન જે આપ સંભળાવો છો તે સાચેજ હધ્યને સ્પર્શી જાય ગુરૂજી આપ કહો છો દાદા હાજરા-હજુર છે એ સાચી વાત છે પ્રાર્થનામંત્રથી કામ કરે છે દાદા…

હું દાદાના વિડિયો બહું જોતી એમાં યુટ્યુબમાં ગુરૂજી આપના સાળંગપુરના દાદાના વિડિયો સૌપ્રથમ જોયા મને ખુબજ આનંદ આવ્યો પછી મે આપની કથા દાદાની સાંભળી મને ખુબજ રસપ્રદ લાગી પછી કોરોના વખતે લોકડાઉનમાં મે ( આપની કથા દાદાનું ચરિત્ર ) લખવાની શરૂઆત કરી. ( હું મારા બા ( મારા વડસાસું) જોડે બેસીને કથા લખતી એ મને કેતા આનું શું લખવા બેસી જાય છે… હું તેમને કેતી બા આ લખવાનું પુરું થઈ જશે પછી તમને વાંચવા આપીશ તમને બહુ આનંદ આવશે.) ગુરૂજી આપ જેવું કથામાં બોલો છો એમજ શબ્દશ: મે મારી નોટબુકમાં લખ્યું છે ( મારી ભૂલો માફ કરશો) ગુરૂજી આપ કથામાં જે દ્રષ્ટાંતો આપો છો એ ખરેખર બહું સરસ હોય છે. એ સાંભળવાની મજા આવે અને વચ્ચે જે કલીપ (વીડિયો) બનાવામાં આવે એ પણ એક અલગ મજા છે.

ગુરૂજી આપ કથા કરતાં હોવ ત્યારે આપ કરૂણાના પ્રસંગો પણ એવા સંભળાવો છો આખોમાંથી આંસુ આવી જાય ( આખો પ્રસંગ આંખ સામો આવી જાય) હ્રદય ભરાઈ જાય … અમુક એવા દ્રષ્ટાંતોમાં આપ હસાવો છો પણ બહુ.. અદભુત.. ગુરૂજી આપની કથા સાંભળીએ ત્યારે બધા દુ:ખ ય ભૂલી જવાય… ગુરૂજી આપની કથામાં એકવાત ખાસ.. આપની કથાના કોઈ-પણ ભાગ એ ગમે એટલી વાર સાંભળીએ તો આનંદ જ આવે. ગુરૂજી આપ કથા કરતાં હોવ ત્યારે આપના હાવ-ભાવ તથા હિન્દી અલગ-અલગ રીતે બોલવું અને જે ભગવાનનાં ભજન ગાવા એ આપની અલગ ઢબ છે સાંભળવાથી ખુબ જ આનંદ આવે.

ગુરૂજી આપે વડીલો, યુવાનો, દિકરીઓ પર કથામાં સરસ જે જીવનમાં ઉપયોગી એવી ( સમજણમાં આવી જાય) એવી વાત કરી છે. ગુરૂજી આપ કહો છો ને કે સાળંગપુર આવે તેને દાદાથી પ્રેમ થઈ જાય એ સાવ સાચી વાત છે ગુરુજી આપે સાળંગપુરની નિસ્વાર્થભાવે જે સેવા કરી છે અને કરો છો..

ગુરૂજી આપની કથા જીવનમાં ઘણું-બધું શીખવાડે એવી છે જીવનમાં ઘણાં-બધા પ્રશ્ર્ન આવતા હોય છે પણ આપની કથા સાંભળવાથી એક પ્રેરણાં મળી જાય છે આત્મવિશ્વાસ વધે છે.

ગુરૂજી આપની ભાગવત કથામાં હરિદ્વાર અને શ્રીલંકા દાદાના ચરિત્રમાં આપને રૂબરૂ કથા સાંભળવાનો લ્હાવો મળ્યો હતો ખુબ જ આનંદ આવ્યો હતો. ગુરૂજી આપ કથા કરતા હોવ અમે સાંભળીએ ત્યારે એમ થાય કે આપ કથા કરતા જ રહો અમે સાંભળતા રહીયે એટલો આનંદ આવે છે આપ સત્ય કહો છો. ગુરૂજી આપની એક વાત બહુ સરસ છે ગુરૂજી આપ કથા કરતા હોવ ત્યારે સર્વની સાથે રાખીને એટલા ભાવથી ભગવાનની કથા કરતા હોવ… ગુરૂજી આપનો ભાવ છે..

( ગુરૂજી આપના વિશે ઘણું-બધું કેવું છે શબ્દો નથી..
ગુરૂજી મારા મનમાં જે આવ્યું એવું લખ્યું છે મને બહું સારુ લખતા નથી આવડતુ ગુરૂજી મારુ લખેલું આપને કાય દુ:ખ લાગ્યું હોય તો ક્ષમા કરશો.
દાદા આપનું સ્વાસ્થય હંમેશા તંદુરસ્ત રાખે એવી દાદાને પ્રાર્થના.)

જય શ્રી કષ્ટભંજન દેવ તમારી જય હો.
જય શ્રી રામ
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

* * *

આ કથા મે લખી ત્યારે ક્યારેય વિચાર્યું નો હતું ગુરૂજી આ બુક આપને આપીશ. (મારી ભૂલો માફ કરશો ).

જય કષ્ટભંજનદેવ,
સ્વામી જય શ્રી સ્વામિનારાયણ.. જય કષ્ટભંજનદેવ..
આશા છે મને કે તમે તમારા સમયમાંથી ૧૦મિનિટ કાઢીને મારો આ પત્ર વાંચશો.. તમે સ્ત્રીઓ સાથે વાત ન કરો એટલે હું તમને રૂબરૂ તો કહી ન શકું.. પણ મારે તમને ખુબ જાજુ Thank you કેવું હતું એટલે તમને પત્રના માધ્યમથી કહું છું.

સ્વામી આજથી ૧૧ મહિના પેલાની વાત કરું.. મારી ઉંમર ૨૫ વર્ષ.. મારા બે બાળકો એક દિકરી એક દિકરો.. મારો પરિવાર પણ એવો ખુશખુશાલ.. ભગવાન ની પુરી મહેરબાની મારા ઉપર.. મારા જીવનમાં કોઈ કમી નથી. પણ અચાનક ૧૧ મહિના પહેલા સ્વામી મારા દિકરાના જન્મના બે મહિના પછી જીવનમાં પેહલી વાર એવી ઉપાધી આવી કે જેની ન પૂછો વાત.. મને એવી બિમારી આવી કે જે મારે જિંદગીભર જાય એમ નથી. આવું મને ડૉક્ટર એ કિધુ એટલે સ્વામી હું સાવ એટલે સાવ ભાંગી પડી. કે મે મારી આટલી ઉંમર માં કોઈનું કઈ ખરાબ કરવું તો દૂર મે વિચાર્યું પણ નથી અને ભગવાને મારી સાથે આવું કેમ..? આ વસ્તુને લઇને સ્વામી હું એટલા ડિપ્રેશનમાં જતી રહી કે બે મહિના સુધી મે મારા ઘરના કોઈ સભ્યો સાથે બોલું નહીં, જમું નહીં.. બસ રડ્યા કરું મને જોઈને મારુ આખું ઘર સ્વામી ત્રાસી ગયું.. બધા જાત જાત ના ઉપાયો કરે પણ હું એક શબ્દ બોલું નહીં. ગાંડાની જેમ રડ્યા કરું.. એટલી ડિપ્રેશનમાં હતી કે મે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું કે હવે જીવવું નથી મારા એટલા ભગવાન ને માનવા થી પણ મારા ઉપર આવી ઉપાધિ મારે હવે મરી જવું તું.

 

પણ સ્વામી મારા બે મહિનાના દિકરા ઉપર અને મારી ઉપર થી મને માયા તો હું મરી જાવ મારા છોકરાવ નું કોણ ? આવું વિચારીને હું જીવતી પણ મરેલા મુર્દાની જેમ .. છેલ્લે એ માયા છૂટી ને મે નક્કી કર્યું જે આજે મરી જ જવું. અને સ્વામી ખબર નહીં….you-tube જોતા-જોતા અનાયાસે તમારો વીડિયો જોયો. જેમા તમેં કેતા હતા કે કઈપણ ઉપાધિ આવે, મુશકેલી આવે, બીમારી આવે ક્યાંય પણ જીવન માં અટકી જવાય રસ્તો ન મળે તો એકવાર સારંગપુર ધક્કો ખાય જજો દાદા બધું સારું કરશે .. એ સાંભળતા મારા આંખો માંથી પાણી જવા લાગ્યા. અને હું તમારી હનુમાન ચાલીસાની કથા ના વધુ માં વધુ વિડિયો જોવા લાગી. છેલ્લે મેં નક્કી કરીયું કે એક સાધુ ની વાત નો વિશ્વાસ કરી ને એકવાર સાળંગપુર જાય આવું, અને હું ત્યાં આવી. પાઠ માં બેસાડી, જળ આપ્યું અને સ્વામી હું દાદા પાસે બેસી ને ખુબ રોઈ.

 

બસ એ દિવસની કાલ ની ઘડી સ્વામી.. દાદા એ મને નવું જ જાણે જીવન આપ્યું એ દિવસથી મેં મરવાનું વિચારીયું જ નથી. હું જયારે નબળી પડું ત્યારે કથા સાંભળી લવ… દાદા ની માળા કરું અને પ્રસાદીનું જળ પી લવ. એટલે બધું ગાયબ , મને એક નવું જ બળ પૂરું પાડયું.. મને તમે જીવનદાન આપ્યું હોય અને દાદા એ એવી દયા કરી હોય કે હું ખુબ મજબૂત થઈ ગઈ.

હવે સ્વામી કોઈ મારી પાસે આવે અને એના દુઃખ ની વાત કરે હું રોજ એને હનુમાન ચાલીસા કરવાનું કહુ છું. અને હું સાળંગપુર નું જળ ૨૦ થી ૨૫ બોટલ માર ઘર મારા રાખું જે એવું નબળી વાત કરે અને હું દાદાની અને મારી અનુભવ ની વાત કરું છું જ્યારે થી મને સારું થયું એ દિવશથી લસણ-ડુંગળી વગર નું મને સેજ ના ચાલે પણ મારા આ અનુભવ થી મેં સ્વામી લસણ-ડુંગળી સદન્તર છોડી દીધું.

હવે હું મારી કોલોની માં શનિ-રવિ હનુમાન ચાલીસા ના પાઠ કરવા છું ૨૦-૨૫ બાળકો છે સ્વામી હું એને તમારી કરેલ દાદાની વાર્તાઓ કહું. દાદા ની ચાલીસા સ્વામી મોઢે બોલતા થઈ ગયા મારા છોકરાવ

 

તમારી કથા હતી સ્વામી અમે એક મહિના થી એમને હું કહું કે આપણા ઘરે સ્વામી ને લઇ આવશું … તમેં સ્વામી આગળ આવી હનુમાન ચાલીસા કરજો… હું આઠ દિવસથી સ્વામી તમારી પધરામણી માટે લગભગ 10 જણા ને ફોન કર્યા… મને ના પાડે કે તમારું લોકેશન બહુ દૂર છે ન આવીયે.. છેલ્લે મેં થાકી ને કીધું કે હનુમાન દાદા.. હું એક મહિનાથી સ્વામી ના આવાની રાહ જોવ છું દાદા જો મારી ભક્તિ સાચી હોય તો સ્વામી ના અને વૈદીકભાઈ ના હૈયે વસો.. કાલ રાતે પણ એ વૈદીકભાઈ ને ફોન કર્યો. એમને ના પાડી દીધી. પણ મેં સ્વામી આશા નોતી મૂકી મને ખબર હતી મને મારા દાદા ઉપર વિશ્વાસ હતો. મેં બધું ભોગવી લીધું માંરા હસબન્ડ ની નોકરી માં રજા મુકાવી. અને એ હવે ના આવે સ્વામી અને ત્યાં સ્વામી તમારો ફોન આવ્યો કે અડધો કલાક માં આવી જશે. બસ આ મારા દાદા ની દયા…

 

તમે આવી મારા વિશ્વાસ ની લાજ રાખી સ્વામી તમે મારુ આંગણું પાવન કર્યું બહુ બહુ આભાર સ્વામી , મને સમય ન મળ્યો વધારે સ્વામી બાકી હું ઢોલ-નગારા સાથે તમારું સ્વાગત કરત. સ્વામી જયારે ક્યારેય મહેસાણા આવાનૂ થાય …મારા ઘર આવજો. આજે મને બહુ જ આનંદ ની લાગણી થાય છે સ્વામી .

 

ક્યારેય પણ મહેસાણા આવો…. મારા ઘરે જરૂર આવજો સ્વામી. હું જે કંઈ પણ અત્યારે છું એ તમારા લિધે છું બાકી મેં આપઘાત કરી લીધો હોત, સ્વામી.

બસ , આટલું જ દીકરી એના પિતાને આભાર વ્યકત કરે એમ હું તમને મારા પિતા સમજીને આ પત્ર લખું છું .

 

જય સ્વામિનારાયણ સ્વામી
જય કષ્ટભંજનદેવ ..

સ્વામી .. મારા ઘરે જરૂર થી આવજો… ખુબ ભાવ સાથે હું અને મારા પરિવાર ના સભ્યો તમારુ સ્વાગત કરવા આતુર રહેશુ ..

શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી